- Gujarati News
- National
- German Officials In Constant Touch For Ariha’s Return To India: External Affairs Ministry
નવી દિલ્હી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
જર્મનીમાં ફસાયેલી માસૂમ ભારતીય બાળકીનો મુદ્દો ભારત અને વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતી પરિવારની દીકરી અરિહા બે વર્ષથી જર્મનીની ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસ નામની સંસ્થા પાસે છે. અરિહા મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે આ મામલો મહત્વપૂર્ણ છે અને તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કે તેમણે કહ્યું હતું કે આ સપ્તાહે આ મુદ્દે હાલ કોઈ અપડેટ નથી પરંતુ બેબી અરિહાને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવા અને તેના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે.
બાગચીએ કહ્યું હતું કે જર્મન અધિકારીઓને અરિહાને ભારતીય તહેવારો, રીત-રિવાજો અને પ્રથાઓનો પરિચય આપવા જરૂરી અને સંબંધિત સંસાધન સામગ્રી સોંપવામાં આવી છે. બાગચી કહ્યું હતું, ‘અમે બાળકીની સાંસ્કૃતિક, રાષ્ટ્રીય ઓળખ અને અધિકારોની રક્ષા કરવા અને તેને ભારતમાં પરત લાવવા માટે જર્મન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.’
જર્મનીની ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસની દાદાગીરી
ગુજરાતી જૈન પરિવારની દીકરી અરિહા બે વર્ષથી જર્મનીની ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસ નામની સંસ્થા પાસે છે. કોર્ટે અરિહાનાં માતા-પિતાને ક્લીનચિટ આપી હોવા છતાં આ સંસ્થાની દાદાગીરી એટલી છે કે બાળકને આપવાની ના પાડી રહી છે.
અરિહાના પરિવારજનોએ જર્મની એમ્બેસીની ઓફિસ સામે બેસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો એ સમયની તસવીર.
જાણો આખી ઘટના શું છે?
ગુજરાતી દંપતી ભાવેશ શાહ અને ધારા શાહ ભારતથી જર્મની ગયા અને સારી નોકરી કરવા લાગ્યા. દરમિયાન આ દંપતીને એક દીકરી અવતરી. નામ તેનું અરિહા રાખ્યું. દંપતીનું પ્લાનિંગ તો એવું હતું કે ચારેક વર્ષ અહીં રહેવું અને પછી ફરી ભારત પરત ફરવું, પણ એક દિવસ આ સુખને જાણે કુદરતની નજર લાગી ગઇ. એક દિવસ એવું બન્યુ કે ભારતથી આવેલા ભાવેશ શાહનાં માતા પૌત્રીને રમાડી રહ્યાં હતાં. એ દરમિયાન અરિહાના પ્રાઇવેટ પાર્ટ પાસે લોહીના ડાઘ જોવા મળ્યા. દંપતી હાંફળુંફાંફળું થઇને ડોક્ટર પાસે દોડી ગયું. હવે દંપતી સાથે શરૂ થાય છે એક છેલ્લી પાયરીનો ખેલ. ડોક્ટરે તપાસ કરીને ફોલોઅપ માટે આવવા જણાવ્યું.. ડોક્ટરે આપેલી તારીખે દંપતી ફોલોઅપ માટે ગયું. અરિહાની ચકાસણી બાદ હૉસ્પિટલના સર્જને કહ્યું હતું કે દીકરીને કોઈ ઍક્ટિવ બ્લીડિંગ નથી અને ચિંતા કરવા જેવું કંઈ નથી. બે દિવસ બાદ ફરીથી અરિહાને લઈને હૉસ્પિટલ પહોંચ્યાં. ત્યારે ડૉક્ટરે અરિહાને ટાંકા લેવાની ટ્રીટમેન્ટની વાત કરી.
આ દરમિયાન હૉસ્પિટલના સત્તાવાળાઓએ બીજા જ દિવસે જર્મનીની ‘ચાઇલ્ડ સર્વિસ’ અને ‘પોલીસ’ને જાણ કરી. પોલીસ અને ચાઈલ્ડ સર્વિસ ડિપાર્ટમૅન્ટના એક પાકિસ્તાની પંજાબી ટ્રાન્સલેટરને વચ્ચે રાખી દંપતી સાથે સંવાદ કરવામાં આવ્યો. કોઇ માણસ વિચારતાં પણ શરમાય એવી અધમતાની પરાકાષ્ઠા તો એ બની કે બાળકનાં માતા-પિતા પર ‘ચાઇલ્ડ એબ્યુઝ’નો આરોપ લગાડવામાં આવ્યો!