- Gujarati News
- National
- India: 200 Companies Have Opened In Space Sector In 10 Years. Building Customized Rockets Will Make Space Travel Cheaper
હૈદરાબાદ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 2014માં પ્રથમ કંપની શરૂ થઇ, ખાનગી ક્ષેત્રનું 1.66 હજાર કરોડનું રોકાણ
અંતરિક્ષમાં ભારતની સફળતાની નોંધ સમગ્ર દુનિયા લઇ રહી છે. વર્ષ 2025 સુધી અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન અને વર્ષ 2040 સુધી ચન્દ્ર પર પોતાના અંતરિક્ષ યાત્રી મોકલવાના લક્ષ્યાંકો ધરાવનાર ભારતના સ્પેસ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રનું યોગદાન સતત વધી રહ્યું છે.
ગયા વર્ષે આઇ ડેલાઇટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં હાલમાં 200થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ કંપનીઓ છે. આ વિકાસની કામગીરી માત્ર 10 વર્ષમાં થઇ છે. ભારતમાં સ્પેસ ક્ષેત્રની પ્રથમ કંપની વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. હજુ સુધી આ ક્ષેત્રના ખાનગી ક્ષેત્રમાં 1.66 કરોડનું રોકાણ કરવામાં આવી ચૂક્યું છે.
આ કંપનીઓમાં હૈદરાબાદની સ્કાયરૂટ કંપની અંતરિક્ષ યાત્રાને સસ્તી બનાવવાની દિશામાં પહેલ કરી રહી છે. આ કંપનીના સહ સંસ્થાપક ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક પવન ચંદાના કહે છે કે અમે રોકેટને રિયુઝેબલ બનાવીને અને મોટી સંખ્યામાં રોકેટનું નિર્માણ કરીને ખર્ચને ઘટાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
આના કારણે અંતરિક્ષ યાત્રા સસ્તી થઇ જશે. અમે દેશના પ્રથમ ખાનગી ક્ષેત્રના રોકેટને વર્ષ 2022માં લોન્ચ કરી ચૂક્યા છીએ. હવે કંપની સાત માળ ઊંચા વિક્રમ -1 રોકેટ તૈયાર કરી રહી છે. ચંદાના કહે છે કે અમે કસ્ટમાઇજ્ડ સ્પેસક્રાફ્ટ તૈયાર કરી રહ્યા છીએ. દુનિયાની ટોપ-3 સ્પેસક્રાફ્ટ લોન્ચ કરનાર કંપની તરીકે આપણી ઓળખ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે તેમણે કહ્યું કે સ્પેસ એક્સ સાથે ભારતની કોઇ સ્પર્ધા નથી. તેનું ફન્ડિંગ અમેરિકાની સરકાર કરે છે.
સ્પેસ સેક્ટરનું માર્કેટ કદ 52.53 લાખ કરોડ થયું
એનાલિટિક ફર્મ બ્રાઇસ ટેકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં 96 ટકા નાના સ્પેસક્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. વર્ષ 2013માં તેની સંખ્યા 61 ટકા હતી. તેનું માર્કેટ કદ ઝડપથી વધી રહ્યું છે. સ્પેસ સેક્ટરનું માર્કેટ કદ હાલમાં 53.53 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.