નવી દિલ્હી30 મિનિટ પેહલાલેખક: મુકેશ કૌશિક
- કૉપી લિંક
રાજ્યસભાના અધ્યક્ષ અને વિપક્ષી સભ્યો વચ્ચેનો અણબનાવ શુક્રવારે અથડામણમાં પલટાઈ ગયો હતો. સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે વિપક્ષી સભ્યોએ અધ્યક્ષ જગદીપ ધનખડને હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્રકારનો પ્રસ્તાવ ઔપચારિક રીતે આવે તો ઉપરાષ્ટ્રપતિને હટાવવાની વિપક્ષે પહેલ કરી હોય તેવું દેશના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર બનશે.
સૂત્રોના મતે રાજ્યસભામાં શુક્રવારે વિપક્ષી સભ્યોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિપક્ષી દળોના 87 સભ્યે ઉપરાષ્ટ્રપતિને હટાવવાના પ્રસ્તાવ પર સહી કરી દીધી છે. એટલું જ નહીં, બે દિવસ પહેલાં પણ વિપક્ષ ધનખડને હટાવવાનો પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યો હોવાનું ગૃહના નેતા જે. પી. નડ્ડાને પણ અનૌપચારિક રીતે કહેવાયું હતું. ધનખડ અને વિપક્ષ વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. કોંગ્રેસના રાજ્યસભાના સભ્યના જણાવ્યા અનુસાર, ‘પ્રસ્તાવ પર 4-5 કોંગ્રેસના સભ્યોએ હસ્તાક્ષર કર્યા નથી. I.N.D.I.A. બ્લોકના રાજ્યસભામાં 87 સભ્યો છે. શક્ય છે કે બહારના સભ્યોએ પણ સહી કરી હોય.
જયાએ મનોહર લાલ ખટ્ટરના અપરિણીત હોવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેમના નામની આગળ તેમની પત્નીનું નામ પણ ઉમેરવું જોઈએ.
વિપક્ષે 2 દિવસ પહેલા જેપી નડ્ડાને કહ્યું હતું
એવું કહેવાય છે કે બે દિવસ પહેલા ગૃહના નેતા જેપી નડ્ડાને પણ અનૌપચારિક રીતે જાણ કરવામાં આવી હતી કે વિપક્ષ ધનખડને હટાવવાનો પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યું છે. વાસ્તવમાં ધનખડ અને વિપક્ષ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સતત ખુલ્લેઆમ પક્ષપાતભર્યા’ વલણને જાહેર કરવા માગે છે. ગુરુવારે આવી જ માથાકૂટ વચ્ચે ધનખડ વિપક્ષી સભ્યોના કથિત અરાજક વ્યવહારથી ખિન્ન થઈને ગૃહમાંથી ચાલ્યા ગયા હતા.
ઇન્ડિયા યુતિના કહેવા પ્રમાણે વિપક્ષ ક્યારે પ્રસ્તાવ રજૂ કરશે, તે હજી નક્કી નથી. સૂત્રોના કહેવા પ્રમાણે પ્રસ્તાવ પર સહી કરવાનો સિલસિલો આગળ વધારાશે. જોકે પ્રસ્તાવને વિધિવત્ જમા કરાવવા માટે બે સહી જ પૂરતી છે પરંતુ વિપક્ષ આ મુદ્દે સંપૂર્ણ તાકાત બતાવવા ઇચ્છે છે. દરમિયાન, શુક્રવારે રાજ્યસભા અને લોકસભા બંને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી.
ઉપરાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા શું છે?
ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયની સત્તાવાર વેબસાઇટ પર અપાયેલી માહિતી પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ એટલે કે રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ હોય છે. એ કોઈ અન્ય લાભના હોદ્દા પર હોતા નથી. તેમને હટાવવા માટે રાજ્યસભામાં બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવાનો હોય છે. બંધારણના અનુચ્છેદ 67 (બી) પ્રમાણે ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોની બહુમતી અને સંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવ થકી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ત્યાર પછી એ પ્રસ્તાવ લોકસભામાં પસાર કરવાનો હોય છે. આવો પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં આ હેતુ અંગે નોટિસ પણ આપવાની હોય છે.
- રાજ્યસભામાં પાર્ટીની સ્થિતિ શું છેઃ રાજ્યસભામાં હાલમાં 225 સભ્યો છે. ભાજપના 86 સભ્ય સહિત શાસક એનડીએના 101 સભ્ય છે. એટલે કે બહુમતીથી 12 બેઠક દૂર છે. વિપક્ષ ઇન્ડિયા બ્લૉકના 87 સભ્ય છે. તેમાંથી કોંગ્રેસના 26, તૃણમૂલ કોંગ્રેસના 13 અને આમ આદમી પાર્ટી અને દ્રમુકના 10 સભ્ય છે. એટલે કે ઇન્ડિયા બ્લૉક પણ બહુમતીથી 26 બેઠક દૂર છે. આ સ્થિતિમાં વાયએસઆરસીપીના 11, બીજદના 8 અને અન્નાદ્રમુકના 4 સભ્ય મેળવીને 23 સભ્યની ભૂમિક મહત્ત્વની થઈ જશે. આ સ્થિતિમાં વિપક્ષનો પ્રસ્તાવ પસાર થવાનું શક્ય છે.
- દરખાસ્ત લોકસભામાં પસાર કરવી પડશેઃ લોકસભામાં પણ દરખાસ્ત પસાર કરાવવી જરૂરી રહેશે, કારણ કે રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિની પદની ભૂમિકા હોય છે. એનડીએ પાસે 293 સભ્યો છે અને ભારતમાં લોકસભામાં 236 સભ્યો છે. બહુમતી 272 પર છે. વિપક્ષ અન્ય 14 સભ્યોને મનાવી લે તો પણ દરખાસ્ત પસાર કરવી મુશ્કેલ બનશે.
- શું કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ ખુરશી પર બેઠશે: સામાન્ય ન્યાયિક સિદ્ધાંત મુજબ, દરખાસ્ત રજૂ કરવામાં અને ચર્ચા કરવામાં આવે ત્યારે અધ્યક્ષ રાજ્યસભાની ખુરશી પર બેસશે નહીં.
જગદીપ ધનખડ અને જયા બચ્ચન વચ્ચેની ચર્ચા બાદ ચોમાસુ સત્રની 15મી રાજ્યસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી.
ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં ખનખડ-જયા ચર્ચા થઈ હતી
સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સપા સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખડના ટોન પર વાંધો ઉઠાવ્યો હતો. ધનખડે સપા સાંસદને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા હતા.
તેના પર જયાએ કહ્યું- હું એક કલાકાર છું. હું બોડી લેંગ્વેજ સમજું છું. હું અભિવ્યક્તિ સમજું છું. માફ કરશો, પણ તમારો ટોન સ્વીકાર્ય નથી.
જયાના આ નિવેદન પર ધનખડને ગુસ્સો આવ્યો. અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું- તમે તમારી સીટ પર બેસો. તમે જાણો છો કે અભિનેતાને દિગ્દર્શક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. હું મારી જાતને દરરોજ પુનરાવર્તન કરવા માંગતો નથી. હું દરરોજ શાળાનું કામ કરવા માંગતો નથી.
અધ્યક્ષ જગદીપ ધનખડે વધુમાં કહ્યું કે તમે મારા ટોન પર સવાલ ઉઠાવી રહ્યા છો. આ સહન નહીં થાય. તમે સેલિબ્રિટી હો કે અન્ય કોઈ, તમારે સિનિયર સભ્ય બનીને ખુરશીનું માન જાળવવું પડશે.
ચર્ચા બાદ ધનખડે રાજ્યસભાની કાર્યવાહી મુલતવી રાખી હતી. બીજી તરફ લોકસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.