નવી દિલ્હી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના એક કલાક પહેલા કોંગ્રેસે દાવો કર્યો હતો કે I.N.D.I.Aને ઓછામાં ઓછી 295 બેઠકો મળશે. ગઠબંધનની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ બેઠક અઢી કલાકથી વધુ ચાલી. અમે નક્કી કર્યું છે કે અમે એક્ઝિટ પોલની ડિબેટમાં ભાગ લઇશું.
તેમણે કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન નબળાઈઓ અને શક્તિઓની ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે I.N.D.I.A ગઠબંધનને 295 અને તેનાથી વધુ બેઠકો મળશે. અમે અનુમાન લગાવ્યું છે કે તે આનાથી ઓછી નહીં આવે. અમારા તમામ નેતાઓને પૂછ્યા બાદ આ આંકડો મળ્યો છે અને આ આંકડામાં કોઈ ફેરફાર નહી હોય.
ખડગેએ મીડિયાને કહ્યું, ‘અમે યુનાઇટેડ છીએ, તમે અમને ડિવાઈડ કેમ કરી રહ્યા છો. અમે બધા એકસાથે છીએ. અમે એક છીએ, અને એક રહીશું, અમને વિભાજિત કરવાનો પ્રયાસ કરશો નહીં. I.N.D.I.Aની બેઠકમાં 23 નેતાઓએ ભાગ લીધો હતો. મમતા બેનર્જીએ આ બેઠકમાં ભાગ લીધો નહોતો.
બેઠકમાં ઉપસ્થિત આગેવાનોની તસવીર
બેઠકમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ફારૂક અબ્દુલ્લા, સંજય સિંહ, શરદ પવાર પહોંચ્યા છે.
તેજસ્વી યાદવે કહ્યું- બીજેપીની ફિલ્મ પહેલા તબક્કામાં જ ફ્લોપ થઈ ગઈ
- તેજસ્વી યાદવે કહ્યું કે I.N.D.I.A ઓછામાં ઓછી 295+ બેઠકો જીતશે. I.N.D.I.A જીતી રહ્યું છે, દેશની જનતા જીતી રહી છે. પીએમનો ચહેરો કોણ હશે તે અમે પછીથી નક્કી કરીશું, પરંતુ જનતાનો સરવે મહાગઠબંધન અને I.N.D.I.A એલાયન્સ સાથે છે. બીજેપીનો જે 400 પારનો નારો છે, તે ફિલ્મ પહેલા તબક્કામાં જ ફ્લોપ થઈ ગઈ.
- અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સીટો પલટી જશે અને I.N.D.I.A ગઠબંધન સૌથી વધુ સીટો જીતશે. અખિલેશે ગઠબંધનના પીએમના ચહેરા પર ભૂકંપ આવશે તેવા ભાજપના દાવા પર કહ્યું કે ભૂકંપ નહીં આવે. પહેલેથી જ મોંઘવારીનો ભૂકંપ હતો, GSTનો ભૂકંપ હતો, CBIનો ભૂકંપ હતો, EDનો ભૂકંપ હતો. હવે આ તમામ ભૂકંપનો અંત આવશે.
I.N.D.I.Aની બેઠકમાં 23 નેતાઓએ ભાગ લીધો
મલ્લિકાર્જુન ખડગે (CON.), સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ (SP), રામ ગોપાલ યાદવ, શરદ પવાર (NCP-SCP), જિતેન્દ્ર આવ્હાડ, અરવિંદ કેજરીવાલ (AAP), ભગવંત માન, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, ટી.આર બાલુ (DMK), તેજસ્વી યાદવ (RJD), સંજય યાદવ, ચંપાઈ સોરેન (JMM), કલ્પના સોરેન (JMM), ફારૂક અબ્દુલ્લા (J&KNC), ડી. રાજા (CPI), સીતારામ યેચુરી (CPI-M), અનિલ દેસાઈ શિવસેના (UBT), દિપાંકર ભટ્ટાચાર્ય CPI (ML) અને મુકેશ સાહની (VIP).
મમતાએ કહ્યું- મારી પ્રાથમિકતા રાહત કેન્દ્ર
કોલકાતામાં મમતા બેનર્જીએ કહ્યું કે કામની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. બંગાળમાં ચૂંટણી છે. તોફાનના કારણે ઘણા લોકો રાહત કેન્દ્રોમાં છે.
કોલકાતામાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે INDI બ્લોકની બેઠક 1 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે. મેં કહ્યું કે હું નહીં આવી શકું, મારા ઘરમાં 10 સીટો માટે ચૂંટણી છે. આ જ દિવસે પંજાબ, અખિલેશના રાજ્ય યુપી અને બિહારમાં પણ ચૂંટણી છે. સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી ચાલે છે. દિવસના અંતે કોઈ લાઈનમાં જોડાય તો રાતના 10 વાગી જાય છે, તો હું આ બધું છોડીને કેવી રીતે જઈ શકું?
મમતાએ એમ પણ કહ્યું હતું કે એક બાજુ ચક્રવાત છે, રાહત કેન્દ્ર છે, બીજી બાજુ ચૂંટણી, અમારે બધું જ કરવું પડશે, પરંતુ મારી પ્રાથમિકતા રાહત કેન્દ્ર છે. આપણે તેમની (લોકોની) દેખરેખ કરવી પડશે, ઘર બનાવવું પડશે અને મદદ કરવી પડશે. હું અહીં મીટિંગ કરી રહી છું અને મને ખબર છે કે લોકો પાસે બધું બહાર પડેલું છે. આ લાગણીની વાત છે.
આજે પશ્ચિમ બંગાળમાં કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, જાદવપુર, દમદમ, બારાસત, બસીરહાટ, જયનગર, મથુરાપુર અને ડાયમંડ હાર્બર બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
આ પાર્ટીઓ છે I.N.D.I.નો ભાગ
ગઠબંધનમાં કોંગ્રેસ, TMC, DMK, AAP, RJD, JMM, NCP (શરદ જૂથ), શિવસેના (ઉદ્ધવ જૂથ), SP, NC, PDP, CPM, CPI, MDMK, KMDK, VCK, RSP, COI (ML), ફોરવર્ડ બ્લોક, IUML, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (મણિ), અપના દળ (કામેરાવાદી) અને MMKનો સમાવેશ થાય છે.
અગાઉ કોંગ્રેસે એક્ઝિટ પોલ TV ડિબેટમાં જવાનો ઈન્કાર કર્યો હતો
કોંગ્રેસે એક્ઝિટ પોલ અંગેની ટીવી ડિબેટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે કોંગ્રેસ ટીઆરપીની ગેમમાં સામેલ થવા માંગતી નથી. ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાનના પરિણામો મશીનોમાં લોક થઈ ગયા છે. પરિણામો 4 જૂને દરેકની સામે આવી જશે. આ પછી કોંગ્રેસ પાર્ટી ટીવી ડિબેટમાં ભાગ લેશે.
કોંગ્રેસના આ નિર્ણય પર કટાક્ષ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડશે, તેથી તેઓ મીડિયાનો સામનો કરી શકશે નહીં. તેમજ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે વિપક્ષે પરિણામો પહેલા જ હાર માની લીધી છે.
શાહે કહ્યું- કોંગ્રેસને પ્રચંડ હારનો સામનો કરવો પડશે
અમિત શાહે કહ્યું- કોંગ્રેસે પોતાની બહુમતી માટે આખી ચૂંટણી દરમિયાન જોરદાર પ્રચાર કર્યો હતો, પરંતુ હવે તેઓ પરિસ્થિતિ પણ જાણે છે કે આવતીકાલના મતદાન બાદ એક્ઝિટ પોલમાં તેમને જોરદાર હારનો સામનો કરવો પડશે. કોંગ્રેસ કયા મોઢે મીડિયાનો સામનો કરે? એટલા માટે કોંગ્રેસ આ સમગ્ર એક્સરસાઈઝને એ કહીને નકારી રહી છે કે એક્ઝિટ પોલનો કોઈ અર્થ નથી. કોંગ્રેસ દરેક વખતે એક્ઝિટ પોલમાં ભાગ લે છે, પરંતુ આ વખતે તે પોતાની હાર પચાવવામાં અસમર્થતાને કારણે તેનો બહિષ્કાર કરી રહી છે.
શાહે વધુમાં કહ્યું કે હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે શાહમૃગ વૃત્તિથી કોઈને ફાયદો થતો નથી. હારનો હિંમતપૂર્વક સામનો કરો, આત્મનિરીક્ષણ કરો અને આગળ વધો.
નડ્ડાએ કહ્યું- કોંગ્રેસે હાર માની લીધી છે
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે એક્ઝિટ પોલમાં ભાગ ન લેવાનો કોંગ્રેસનો નિર્ણય દર્શાવે છે કે કોંગ્રેસે હાર માની લીધી છે. આમાં કંઈ નવું નથી. સામાન્ય રીતે, કૉંગ્રેસ એક્ઝિટ પોલમાંથી બહાર નીકળી જાય છે જ્યારે તેને લાગે છે કે પરિણામો તેની તરફેણમાં નહીં આવે. કોંગ્રેસનો દંભ કોઈનાથી છૂપો નથી. તેથી, સાતમા તબક્કામાં તેમના માટે કોઈએ પોતાનો મત બગાડવો જોઈએ નહીં.