અનંતનાગ3 કલાક પેહલા
- કૉપી લિંક
અનંતનાગમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે સત્ય બોલનારા લોકો છીએ. સત્ય બોલીને અમે દાયકાઓ સુધી દેશને આગળ લઈ ગયા છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે જમ્મુ- કાશ્મીરના અનંતનાગમાં રેલી યોજી હતી. રેલીમાં સંબોધન કરતા ખડગેએ કહ્યું- આજે જમ્મુ-કાશ્મીરમાં દરેક જગ્યાએ હુમલા થઈ રહ્યા છે, તેમ છતાં મોદીજી જૂઠું બોલતા જરાય શરમાતા નથી. કારણ કે તેઓ ‘જૂઠાણાના સરદાર’ છે.
લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું- ‘400 પારની વાતો કરનારા ક્યાં ગયા? તેઓ (ભાજપ) 240 બેઠકોમાં સમેટાઈ ગયા હતા. જો અમને (વિપક્ષને) વધુ 20 બેઠકો મળી હોત તો આ બધા લોકો જેલમાં હોત. આ લોકો જેલમાં રહેવાને જ લાયક છે.
ખડગેએ વધુમાં કહ્યું- ‘ભાજપવાળા ભાષણ તો ઘણું આપે છે, પરંતુ કામ અને વાતોમાં ઘણો તફાવત છે. ભાજપ ગમે તેટલા પ્રયાસ કરે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન નબળું નહીં પડે. અમે સંસદમાં અમારી તાકાત બતાવી છે. અમે એ જ તાકાત સાથે આગળ વધીશું.
ખડગેની સાથે મંચ પર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા પણ હાજર હતા.
ખડગેનું ભાષણ 5 મુદ્દામાં…
1. ભાજપ ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે ખડગેએ કહ્યું- અનંતનાગ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. અહીં રહેલી અમરનાથજીની ગુફામાં હજારો લોકો દર્શન કરવા આવે છે, કારણ કે તે ધાર્મિક એકતાનું સ્થળ છે. આજે ભાજપ અહીંના લોકોને ધર્મના નામે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેઓ ક્યારેય સફળ થશે નહીં.
2. રાહુલની ભારત જોડો યાત્રાથી વિપક્ષને ફાયદો થયો ખડગેએ કહ્યું- રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કરી હતી. INDIA ગઠબંધનના પક્ષોએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, આ યાત્રાની નોંધપાત્ર સફળતા મેળવી હતી.
3. અમારા ડરને કારણે ભાજપ પોતાની યાદી વારંવાર બદલી રહ્યું છે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન જોઈને ભાજપ નારાજ છે, તેથી તે જમ્મુ-કાશ્મીરની યાદીમાં વારંવાર ફેરફાર કરી રહી છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે INDIA ગઠબંધનની એકતા જોઈને ભાજપના લોકો ડરી ગયા છે.
4. મોદી જૂઠાણાના સરદાર છે, તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે ખડગેએ કહ્યું- મોદીએ દરેક ખાતામાં 15-15 લાખ રૂપિયા, દર વર્ષે 2 કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, પરંતુ કશું કર્યું નહીં. તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા થઈ રહ્યા છે, તેમ છતાં મોદીજી જૂઠું બોલવામાં અચકાતા નથી. કારણ કે તેઓ ‘જૂઠાણાના સરદાર’ છે.
5. અમે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું ખડગેએ કહ્યું- જમ્મુ-કાશ્મીરને અમે વચન આપ્યું છે કે અમે તેને રાજ્યનો દરજ્જો અપાવીશું. અહીં અપર હાઉસ અને લોઅર હાઉસની સ્થાપના કરવામાં આવશે. અહીં એક લાખ નોકરીઓ ખાલી છે. અમારી સરકાર આવતાં જ આ જગ્યાઓ ભરવામાં આવશે. હજારો સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે, તેને ફરીથી શરૂ કરવામાં આવશે.
6. કોંગ્રેસ ફૂડ સિક્યોરિટી બિલ લાવ્યું, ભાજપે માત્ર ભાષણ આપ્યું જમ્મુ-કાશ્મીરમાં પહેલા 11 કિલો ચોખા મળતા હતા, આજે માત્ર 5 કિલો મળી રહ્યા છે. આ બતાવે છે કે ગરીબોના હમદર્દી કોણ છે. કોંગ્રેસ સરકાર ખાદ્ય સુરક્ષા બિલ લાવી હતી. કોંગ્રેસ અને ભાજપમાં આ જ તફાવત છે. માટે તમે લોકો ભાષણ આપનારા પર ભરોસો ન કરો, પરંતુ કામ કરનારા પર વિશ્વાસ કરો.
7. ખડગેએ કહ્યું- અહીં LG ભ્રષ્ટાચારવાળી સરકાર ચલાવી રહ્યા જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી LG સરકારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે કહ્યું હતું કે મેં જે લોકો પર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, તેમની તપાસ કરવાને બદલે સરકારી એજન્સીઓ તાનાશાહી આદેશ હેઠળ મારા ઘર પર દરોડા પાડી રહી છે.
કોંગ્રેસ- નેશનલ કોન્ફરન્સનું ચૂંટણી પહેલા ગઠબંધન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC)એ ચૂંટણી પહેલા ગઠબંધન કર્યું છે. NC 52 સીટો પર અને કોંગ્રેસ 31 સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. બંને પક્ષોએ બે બેઠકો છોડી છે, એક ઘાટીમાં CPI (M) માટે અને બીજી જમ્મુ વિભાગમાં પેન્થર્સ પાર્ટી માટે.
NC અને કોંગ્રેસ બંને જમ્મુ વિભાગની નગરોટા, બનિહાલ, ડોડા અને ભદ્રવાહની પાંચ બેઠકો અને ઘાટીની સોપોર પર તેમના ઉમેદવારો ઉતારશે, જેને ગઠબંધન ‘મૈત્રીપૂર્ણ સ્પર્ધા’ કહી રહ્યા છે.
નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલ્લાએ 22 ઓગસ્ટે વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી.
છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ભાજપ અને પીડીપીએ ગઠબંધન સરકાર બનાવી હતી. 2018માં ગઠબંધન તૂટ્યા પછી સરકાર પડી. આ પછી, રાજ્યમાં 6 મહિના (તે સમયે જમ્મુ અને કાશ્મીર બંધારણ મુજબ) રાજ્યપાલ શાસન હતું. આ પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.
2019ની લોકસભાની ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન દરમિયાન યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં પરત ફર્યું હતું. આ પછી, 5 ઓગસ્ટ, 2019 ના રોજ, ભાજપ સરકારે કલમ 370 નાબૂદ કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજિત કર્યું. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો…
શાહે કહ્યું- કોંગ્રેસ-NC જમ્મુ-કાશ્મીરમાં સરકાર નહીં બનાવી શકેઃ જ્યાં સુધી અશાંતિ છે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય
ગૃહમંત્રી અમિત શાહે 7 સપ્ટેમ્બરે જમ્મુના પલૌરામાં જાહેર સભા કરી હતી. વિધાનસભા ચૂંટણીને લઈને શાહની આ પ્રથમ રેલી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં ક્યારેય સરકાર નહીં બનાવી શકે.