નવી દિલ્હી/ભોપાલ/ચંદીગઢ3 કલાક પેહલા
- કૉપી લિંક
ઉત્તર ભારતમાં તીવ્ર શિયાળાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. શ્રીનગરમાં તળાવ થીજી ગયા છે, જ્યારે યુપી-પંજાબ અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં પારો 6 થી 9 ડિગ્રીની વચ્ચે રહ્યો છે. મેદાની વિસ્તારોમાં કોલ્ડવેવની ઠંડીમાં વધારો થયો છે.
બીજી તરફ કાશ્મીર ખીણમાં સોમવારે રાતથી પારો માઈનસ 4.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો હતો. ચિલ્લાઇ કલાનના કારણે શ્રીનગરના દાલ સરોવર સહિત અનેક વિસ્તારોમાં પાઈપોમાં પાણી જામી ગયું છે.
અનંતનાગના પહેલગામમાં માઈનસ 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 4 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.
લક્ષદ્વીપમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર છે. આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે આગામી 2 દિવસમાં લક્ષદ્વીપમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર ભારતના ઠંડા હવામાનની તસવીરો…
નવી દિલ્હી: ધુમ્મસ વચ્ચે નેવીના જવાનો કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ માટે રિહર્સલ કરતા જોવા મળ્યા હતા.
કાશ્મીર: શ્રીનગરમાં પારો માઈનસમાં છે. સોમવારે ધુમ્મસ વચ્ચે એક વ્યક્તિ દાલ સરોવરના કિનારેથી પસાર થઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશઃ આગ્રામાં પણ ધુમ્મસ અને ઝાકળની અસર જોવા મળી હતી. ધુમ્મસને કારણે તાજમહેલ ઝાંખો દેખાય છે.
જમ્મુ અને કાશ્મીર: સ્કીઇંગ સ્પોટ ગુલમર્ગમાં બરફનો જાડો ધાબળો જમા થયો છે. જેના કારણે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
હવામાન વિભાગની સલાહ – વાહન ચલાવતી વખતે સાવચેત રહો
- ટ્રાફિક – ધુમ્મસમાં કોઈપણ વાહનવ્યવહારમાં વાહન ચલાવતી વખતે અથવા મુસાફરી કરતી વખતે સાવચેત રહો. ધીમે ચલાવો અને ફોગ લાઇટનો ઉપયોગ કરો. મુસાફરીના સમયપત્રક માટે એરલાઇન્સ, રેલવે અને રાજ્ય પરિવહન સાથે સંપર્કમાં રહો. એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને એરપોર્ટ માટે રવાના થતા પહેલા ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરવા કહ્યું છે.
- હેલ્થ- ઈમરજન્સી ન હોય તો બહાર જવાનું ટાળો અને ચહેરો ઢાંકીને રાખો. અસ્થમા અને બ્રોન્કાઇટિસથી પીડિત લોકોએ લાંબા સમય સુધી ગાઢ ધુમ્મસમાં રહેવાનું ટાળવું જોઈએ. તેનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી શકે છે.