ચંડીગઢ3 કલાક પેહલા
- કૉપી લિંક
પંજાબના ખરારમાં ચંદીગઢ યુનિવર્સિટી (CU)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેનો છલાંગ લગાવતો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કૂદતો જોવા મળી રહ્યો છે.
મૃતક વિદ્યાર્થીની ઓળખ બહાદુરગઢ (હરિયાણા)ના રહેવાસી 19 વર્ષીય સુમિત છિક્કારા તરીકે થઈ છે. તે તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો.
મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે મૃતકે આ પગલું ભર્યા પહેલાં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 15 જુલાઈની હોવાનું કહેવાય છે.
થોડીવાર પાણીની ટાંકી પર ઊભા રહ્યા બાદ યુવકે છલાંગ લગાવી હતી.
યુનિવર્સિટીમાં BBA કરતો હતો
સુમિત ખડુઆન સ્થિત CUમાં BBAનો વિદ્યાર્થી હતો. તેના સાથીદારો આદિત્ય અને વૈભવે જણાવ્યું હતું કે સુમિત તેમનો મિત્ર હતો, જે કેટલાક દિવસોથી પૈસાની લેવડ-દેવડને લઈને ચિંતિત હતો. સુમિતે પહેલા તેના હાથની નસ કાપી અને પછી અચાનક મોડર્ન સિટી સેન્ટરમાં બનેલી પાણીની ટાંકી ઉપર ચઢી ગયો.
મિત્રો અને આસપાસના લોકોએ તેને ટાંકી પર ચડતા જોયો કે તરત જ તેમણે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેને રોકવા માટે બે વ્યક્તિ પણ ટાંકી પર ચઢી હતી, પરંતુ સુમિતે તેમને ચઢતા જોઈને ટાંકી પરથી છલાંગ લગાવી દીધી હતી.
યુવકને રોકવા માટે બે લોકો ટાંકી પર ચઢ્યા, પરંતુ તેઓ તેમના સુધી પહોંચે એ પહેલાં જ તે કૂદી ગયો હતો.
યુવકનાં હાડકાં બહાર આવી ગયાં
બે યુવક તેને સરકારી દવાખાને લઈ આવ્યા. તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ યુવકનાં બંને પગ ભાંગી ગયા હતા. પગનાં હાડકાં બહાર દેખાતાં હતાં.
મૃતક યુવક ચંદીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.- પ્રતીકાત્મક તસવીર.
પોલીસે લાશને સ્વજનોને સોંપી હતી
તે મોડર્ન વેલી ખાનપુરમાં પીજીમાં તેના મિત્રો સાથે રહેતો હતો અને તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. આ અકસ્માતની માહિતી મળતાં જ મૃતકનાં પરિવારજનો હરિયાણાના બહાદુરગઢથી સરકારી હોસ્પિટલ ખારર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી દીધો છે.