કોંકણ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે (8 જાન્યુઆરી) રત્નાગિરી જિલ્લામાં શિવ સંકલ્પ અભિયાનના ભાગરૂપે શિવસેનાના (શિંદે જૂથ) કાર્યકરોને સંબોધન કર્યુ હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે (8 જાન્યુઆરી) કહ્યું હતું કે જો આજે બાલાસાહેબ ઠાકરે જીવતા હોત તો તેમણે રામ મંદિરને લઈને મોદીની પીઠ થપથપાવી હોત. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બાલાસાહેબનું પણ સપનું હતું. પીએમ મોદીના કારણે બાલાસાહેબના બંને સપના સાકાર થયા છે.
મહારાષ્ટ્રના રાજાપુર અને કોંકણ વિસ્તારને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. શિવસેના (શિંદે જૂથ) એ લોકસભા ચૂંટણી 2024 માટે સોમવારે અહીં શિવ સંકલ્પ અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય તળીયાના લોકો સાથે જોડાઈને પાર્ટીને મજબૂત કરવાનો છે. આ દરમિયાન, કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે સીએમ શિંદેએ મોદી અને બાળાસાહેબનો ઉલ્લેખ કર્યો હતો.
શિંદેએ કહ્યું- શિવસેના ધનુષ અને તીરથી હિન્દુત્વના દુશ્મનોનો નાશ કરશે
શિંદેએ સોમવારે કોંકણમાં એક જાહેરસભાને પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું- કોંકણના લોકોનો બાલાસાહેબ સાથે અતૂટ સંબંધ છે. અહીંના લોકોનું શિવસેનાના ધનુષ અને તીર સાથે ગાઢ સંબંધ છે. આ ભગવાન રામનું ધનુષ અને તીર છે… બાલાસાહેબનું ધનુષ અને તીર એ સામાન્ય માણસનું ધનુષ અને તીર છે. અમે અમારા સિદ્ધાંતો માટે લડ્યા છીએ. સત્તા હાંસલ કરવી એ અમારો ઉદ્દેશ્ય ન હતો. અમને શું મળશે એ પણ અમે વિચાર્યું નથી, પણ રાજ્યને શું મળશે, એ બાબતે અમે હંમેશા વિચાર્યું છે. આ કારણે આપણી પાસે સાચી શિવસેના અને ધનુષ-તીર છે. કોંકણના લોકો આ ધનુષ-તીરથી હિન્દુત્વના દુશ્મનોનો નાશ કરશે.
મુંબઈ-થાણે શિવસેનાનું શરીર છે, રત્નાગિરી-સિંધુદુર્ગ શિવસેનાના ફેફસાં છે
રેલીને સંબોધિત કરતી વખતે શિંદેએ કહ્યું કે શિવસેનાનો જન્મ ચોક્કસપણે મુંબઈ-થાણેમાં થયો છે, પરંતુ પક્ષ ખરેખરમાં કોંકણમાં જ વિકસ્યો છે. મુંબઈ-થાણે શિવસેનાનું શરીર છે, પણ રત્નાગીરી અને સિંધુદુર્ગ શિવસેનાના ફેફસાં છે. અમારી સરકાર આવ્યા બાદ હવે કોંકણના લોકોને ન્યાય મળશે. અગાઉની સરકારો દરમિયાન અહીંની યોજનાઓ અટકી પડી હતી. અહીંના વિકાસને હવે વેગ મળશે.
આ સમાચાર પણ વાંચો…
ભગવાન રામને માંસાહારી કહેનાર MLAએ માંગી માફીઃ કહ્યું- બોલતી વખતે ભૂલ થઈ ગઈ

ભગવાન રામને માંસાહારી કહેવાના વિવાદ બાદ એનસીપી (શરદ જૂથ)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે માફી માંગી છે. શિરડીમાં કાર્યકર્તા સંમેલન દરમિયાન આવ્હાડે મીડિયાને કહ્યું- જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું દુ:ખ વ્યક્ત કરું છું. તેઓ શ્રી રામને ચૂંટણી માટે લાવી રહ્યા છે, પરંતુ અમારા રામ અમારા હૃદયમાં છે.
શરદ પવારે કહ્યું- હું ક્યારેય બીજેપી સાથે જઈશ નહીં: અજીતના ઘટસ્ફોટ પર તેમણે કહ્યું- જેણે ગુપ્ત રીતે શપથ લીધા છે, તેને ગંભીરતાથી લેતા નથી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે તેઓ ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવે. તેઓ હંમેશા પોતાના સ્ટેન્ડ પર મક્કમ રહ્યા છે અને રહેશે. શરદ પવારે શનિવારે (2 ડિસેમ્બર) પુણેમાં મીડિયાને કહ્યું કે જો કોઈ તેમને ભાજપ સાથે હાથ મિલાવવાનું સૂચન કરશે તો પણ તેઓ તેને સ્વીકારશે નહીં.