12 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં સીએમ શિંદેને ફેમસ યૂટ્યૂબર કામિયા જાની સાથે ભોજન કરતા જોઈ શકાય છે. કામિયા પોતાની યૂટ્યૂબ ચેનલ કર્લી ટેલ્સ ચલાવે છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોટો રામનવમીની છે અને શિંદે રામનવમીના પવિત્ર દિવસે મટન ખાઇ રહ્યા છે.
- NDA પર નિશાન સાધીને આ ફોટોને X પર અનેક વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો છે.
- કોંગ્રેસ નેતા શુભમ અગ્રવાલે ફોટો શેર કરીને લખ્યું- નવરાત્રિમાં તેજસ્વી યાદવના માછલી ખાવા પર છાતી પીટનાર મીડિયા એકનાથ શિંદેના મટન ખાવા પર ગાયબ કેમ થઈ ગઈ?
સુરેન્દ્ર ચોધરી નામના વેરિફાઇડ યૂઝરે લખ્યું- રામનવમીના દિવસે એકનાથ શિંદે મટન ખાઈ રહ્યા છે. સનાતન ધર્મના કહેવાતા રક્ષક ભગવાન રામનું આટલું મોટું અપમાન થઈ ગયું અને તમારા લોકોની ભાવનાને કોઈ ઠેસ પહોંચી નહીં. આના પર કેટલી ચેનલો પર ડિબેટ થશે?
પોતાને પત્રકાર કહેતા પ્રેમ કુમાર નામના યૂઝરે પણ આ દાવા સાથે તસવીર શેર કરી છે.
અનાહત નામના આ યૂઝરે લખ્યું- આશ્ચર્યની વાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને બીજેપીના સહયોગી એકનાથ શિંદે આજે નાગપુરમાં રામનવમી પર મટન ખાતા જોવા મળ્યા. જ્યારે બીજેપીએ તેજસ્વી યાદવના નવરાત્રિ દરમિયાન માછલી ખાતો વીડિયો શેર કરીને ખૂબ જ આલોચના કરી હતી. શું વડાપ્રધાન આ મામલાને સંબોધિત કરશે?
વાયરલ ફોટોનું સત્ય….
વાયરલ ફોટોની તપાસ કરતા અમને કામિયા જાનીના કર્લી ટેલ્સ ઇન્સ્ટા અકાઉન્ટ પર વાયરલ ફોટો સાથે જોડાયેલો એક વીડિયો મળ્યો. આ વીડિયો સીએમ એકનાથ શિંદે અને કર્લી ટેલ્સ ઇન્સ્ટા અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
કામિયા જાનીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- મહારાષ્ટ્રના ઉમરેડમાં રામનવમીના શુભ દિવસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાથે મેં ખૂબ જ સ્વાદિષ્ટ શાકાહારી સાઓજી ભોજનનો આનંદ લીધો. ગામની સ્થાનિક મહિલાઓએ અમારા માટે એક ખૂબ જ ખાસ શાકાહારી સાઓજી ભોજન તૈયાર કર્યું અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે સીએમ એકનાથ શિંદેને કામિયા પૂછે છે કે તમે જણાવી શકો છો કે થાળીમાં શું-શું છે. તેના જવાબમાં શિંદે પોતાની થાળીમાં વ્યંજન બતાવીને તેના નામ જણાવે છે કે આ રીંગણાનું ભડથું છે, આ રીંગણાનું શાક છે, આ પટોડી વડી છે.

કર્લી ટેલ્સ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોનો સ્ક્રીનશોટ.
સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલાં દાવા સંપૂર્ણ રીતે ખોટા છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ રામનવમીના દિવસે મટન કે નોનવેજ નહીં પરંતુ મહારાષ્ટ્રનું ફેમસ શાકાહારી સાઓજી ભોજન ખાધું હતું.
ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in પર ઇ-મેલ કરો અને વોટ્સએપ કરો- 9201776050