મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આજે બારામતીથી લોકસભા સીટ માટે ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેમણે પુણેના શ્રીમંત દગડુસેઠ હલવાઈ મંદિરમાં પૂજા કરી હતી. સુનેત્રા પવારનો NCP શરદચંદ્ર પવાર પાર્ટીના ઉમેદવાર સુપ્રિયા સુલે સામે મુકાબલો થશે. અજીત અને સુપ્રિયા પિતરાઈ ભાઈ-બહેન છે. આ સંબંધમાંથી સુપ્રિયા અને સુનેત્રા નણંદ-ભાભી છે. બારામતી સીટ 57 વર્ષથી પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે. શરદ પવાર 1967માં પહેલીવાર બારામતીથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ અહીંથી 1972, 1978, 1980, 1985 અને 1990માં સતત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. આ પછી શરદ 1991, 1996, 1998 અને 2004માં સતત બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા. તેમણે 2009માં આ સીટ તેમની પુત્રી સુપ્રિયાને આપી હતી. સુપ્રિયા 2009, 2014 અને 2019માં અહીંથી જીતી હતી. સુનેત્રા પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. દેશભરમાં લોકસભા ચૂંટણી સંબંધિત અપડેટ્સ અહીં વાંચો…
Source link