9 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના યવતમાલમાં ભાષણ આપી રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અચાનક મંચ પડી ગયા. સ્ટેજ પર હાજર લોકોએ તેમને તરત જ ઉપાડ્યા અને સારવાર માટે લઈ ગયા. ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા હતા. જ્યારે તે સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે તે અચાનક બેભાન થઈ ગયા, ત્યારબાદ આસપાસના લોકોએ તેમની મદદ કરી અને તેમને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા.
જો કે, થોડા સમય પછી, નીતિન ગડકરીએ X પર પોસ્ટ કર્યું કે તેઓ ગરમીને કારણે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા પરંતુ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
પહેલાં પણ ખરાબ થઈ ચૂકી છે તબિયત
આ પહેલીવાર નથી જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તે સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.
ત્યારે કહેવામાં આવ્યું હતું કે ગડકરીને સુગર લેવલ ઓછું થવાને કારણે ચક્કર આવતા હતા. તેમને તાત્કાલિક પાણી અને પેડા આપવામાં આવ્યા હતા. આ પહેલાં પણ એક રેલી દરમિયાન તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નીતિન ગડકરીએ વજન ઘટાડવા માટે તેમનું ઓપરેશન કરાવ્યું છે.
નીતિન ગડકરી ત્રીજી વખત નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે
નાગપુર એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું. અહીંથી અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 12 ચૂંટણી જીતી છે. પરંતુ, 2014ની ચૂંટણીમાં ભાજપે નીતિન ગડકરીને મેદાનમાં ઉતાર્યા અને તેમણે પ્રચંડ જીત મેળવી. જે બાદ તેઓ બે લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી રહ્યા છે. નાગપુર વિધાનસભાની 6માંથી 4 બેઠકો પર ભાજપનો કબજો છે.