- Gujarati News
- National
- On The Issue Of Ramlalla’s Reputation, The Leaders Were Upset With The High Command’s Decision, Saying ‘The Fight Is Not Against Ram But Against The BJP’.
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ માટેના આમંત્રણને નકારી કાઢનારી વિપક્ષી પાર્ટીઓ પર ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર બહાર પાડ્યું છે, જેમાં અગ્રણી વિપક્ષી નેતાઓની તસવીર છે અને એમાં લખવામાં આવ્યું છે- રામમંદિરના આમંત્રણને નકારી કાઢનારા ચહેરાઓને ઓળખો. સનાતન વિરોધી I.N.D.I.A. ગઠબંધન.
આ પોસ્ટરમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, ટીએમસીના મમતા બેનર્જી, સીપીઆઈ (એમ)ના સીતારામ યેચૂરી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની તસવીરો છે. વાસ્તવમાં કોંગ્રેસે બુધવારે (10 જાન્યુઆરી) જ કાર્યક્રમ માટેના આમંત્રણને નકારી દીધું હતું. અત્યારસુધી કોંગ્રેસ સિવાય I.N.D.I. A, SP, TMC, CPI(M) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના 4 વધુ પક્ષોએ પ્રાણપ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કર્યો છે.
એ જ સમયે અયોધ્યા ન જવાના પ્રશ્ન પર કોંગ્રેસના નેતા સચિન પાઇલટે કહ્યું હતું કે મંદિર ન જવું એ આસ્થાનો પ્રશ્ન છે. અમે જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ. રાજકારણ અને ધર્મને અલગ રાખવાં જોઈએ. ભાજપ કોઈને સારા કે ખરાબ હિન્દુ હોવાનું પ્રમાણપત્ર નહીં આપે.
આમંત્રણ ફગાવી દેતાં કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ
બુધવારે પ્રાણપ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારી કાઢતાં કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તેનો કોઈપણ નેતા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કોંગ્રેસના આ નિર્ણય પર પાર્ટીના ઘણા નેતાઓએ અસહમતી વ્યક્ત કરી છે.
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું હતું કે રામ કોઈ પાર્ટીના નથી. અમારી લડાઈ રામ કે અયોધ્યા સાથે નથી, પરંતુ ભાજપ સાથે છે. કેટલાક લોકો કોંગ્રેસને ડાબેરી માર્ગ પર લઈ જઈ રહ્યા છે. હું ઈચ્છું છું કે કોંગ્રેસ નેતૃત્વ અયોધ્યા ન જવાના નિર્ણય પર પુનર્વિચાર કરે.
બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પાર્ટીની ગેરહાજરીને ખોટી ગણાવી છે.

અડવાણી હાજરી આપશે
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ભાગ લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. અગાઉ એવા અહેવાલ હતા કે અડવાણીની તબિયત ખરાબ છે, તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે 19 ડિસેમ્બરે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને અભિષેક સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. અડવાણી અને જોશીએ કહ્યું છે કે તેઓ આ સમારોહમાં હાજરી આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.


તસવીર રામજન્મભૂમિ આંદોલન દરમિયાનની રામરથયાત્રાની છે. ત્યારે ભાજપે યાત્રાની કમાન લાલકૃષ્ણ અડવાણીને સોંપી હતી. તેમણે 25 સપ્ટેમ્બર 1990ના રોજ સોમનાથથી યાત્રા શરૂ કરી હતી, જે 30 ઓક્ટોબર 1990ના રોજ પૂરી થઈ હતી.
કોંગ્રેસે કહ્યું- BJP/RSSએ એને ઈવેન્ટ બનાવી
- કોંગ્રેસે રામમંદિરના આમંત્રણને લઈને સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કર્યો હતો, જેમાં ઉદઘાટનમાં ન આવવાનું કારણ આપવામાં આવ્યું હતું. આમાં કોંગ્રેસે લખ્યું છે કે ધર્મ અંગત બાબત છે, પરંતુ ભાજપ/આરએસએસે મંદિરના ઉદઘાટન કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવી લીધો છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસે આવું ન કરવું જોઈએ. કાર્યક્રમમાં ન આવવાનો નિર્ણય યોગ્ય નથી.
- ટીએમસીનાં વડાં મમતા બેનર્જીએ કહ્યું, ‘હું એવા તહેવારોમાં વિશ્વાસ કરું છું જે તમામ સમુદાયના લોકોને સાથે લાવે છે અને એકતાની વાત કરે છે. કોર્ટની સૂચના પર ભાજપ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં એક ખેલ તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું- મને ખબર નથી કે મમતાને આમંત્રણ મળ્યું છે કે નહીં, પરંતુ તેમના કાર્યક્રમમાં આવવાનો સવાલ જ નથી.

રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણપત્ર.
- CPI(M)ના નેતા સીતારામ યેચૂરીએ 26 ડિસેમ્બર 2023ના રોજ જ રામમંદિરના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ધર્મ એ વ્યક્તિગત પસંદગીનો મામલો છે, ભાજપ અને આરએસએસએ ધાર્મિક કાર્યક્રમને સરકારી કાર્યમાં ફેરવી નાખવું એ દુર્ભાગ્યપૂર્ણ છે, જેમાં વડાપ્રધાન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને અન્ય સરકારી અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
- VHP નેતા આલોક કુમાર સપા પ્રમુખ અખિલેશ યાદવને કાર્યક્રમ માટે આમંત્રણ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું- ‘હું કોઈ અજાણી વ્યક્તિ તરફથી આવું આમંત્રણ સ્વીકારી શકું નહીં. હું આલોક કુમારને ઓળખતો નથી. બીજી તરફ સપા નેતા ડિમ્પલ યાદવે કહ્યું હતું કે જો તેમને આમંત્રણ મળશે તો તે ચોક્કસ જશે.
- શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેઓ હવે નાસિકના કાલારામ મંદિરે જશે અને ગોદાવરી નદીના કિનારે મહાઆરતીમાં ભાગ લેશે. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કહ્યું હતું કે રામલલ્લાના કાર્યક્રમમાં દેશભરમાંથી ભીડ એકઠી થશે. આવી સ્થિતિમાં ગોધરા જેવી ઘટના ફરી ન બને.
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ સુધી સમારોહ માટે કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેજરીવાલને થોડા દિવસો પહેલાં એક પત્ર મળ્યો હતો, જેમાં તેમને 22 જાન્યુઆરીએ કોઈપણ કાર્યક્રમ શિડ્યૂલ ન કરવાનું કહેવામાં આવ્યું હતું. એ જ સમયે, AAP પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે – ભાજપ રામમંદિરને લઈને ધર્મની રાજનીતિ કરી રહી છે. એનાથી ધર્મને નુકસાન થાય છે.
કોંગ્રેસ પ્રાણપ્રતિષ્ઠામાં ન આવવા અંગે નેતાઓએ શું કહ્યું?
- ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું, આજે જે કોંગ્રેસ છે તે નેહરુની કોંગ્રેસ છે, ગાંધીની નહીં. ગાંધીજીએ રામરાજ્યની વાત કરી. તેમનું પ્રિય ભજન હતું- રઘુપતિ રાઘવ રાજા રામ. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી ન આપીને કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે તે નેહરુની કોંગ્રેસ છે. હિન્દુ ધર્મને લઈને કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે.
- કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, નેહરુથી લઈને આજ સુધી કોઈ કોંગ્રેસી નેતા અયોધ્યા ગયા નથી. તેમને અયોધ્યા જવાનો નૈતિક અધિકાર પણ નથી, કારણ કે કોંગ્રેસે જ અયોધ્યાનો મુદ્દો કોર્ટમાં ખેંચ્યો હતો.
- આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, મારી અને ભગવાન રામ વચ્ચે સીધો સંબંધ છે. ગાંધી મંદિરમાં જઈને રામભક્ત નથી બન્યા. ભગવાન રામ તેમની અંદર હતા. તેથી જ ગાંધીજી સ્વર્ગમાં ગયા અને તેમના અંતિમ શબ્દો હે રામ હતા.
કાર્યક્રમમાં લગભગ 25 લાખ લોકો ભાગ લે એવી અપેક્ષા
અયોધ્યામાં બની રહેલા રામમંદિરમાં 22 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, 4000 સંતો અને લગભગ 2200 મહેમાનો સહિત 6000 દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. કાર્યક્રમમાં લગભગ 25 લાખ લોકો ભાગ લઈ શકશે.

પીએમ મોદીને 25 ઓક્ટોબર 2023ના રોજ રામમંદિરના ઉદઘાટન કાર્યક્રમ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.