28 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકશાહીના મહાપર્વમાં જેની રાહ જોવાતી હતી તે દિવસ આવી પહોંચ્યો છે. 7 મે, એટલે કે આવતીકાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. આ દિવસે ગુજરાતની તમામ સીટો પરથી મતદાનના લાઇવ ટ્રેન્ડ, માહોલ, જનતાનો મિજાજ… આ બધું જ સવારે 7 વાગ્યાથી લાઇવ બ્લોગ, વીડિયો, શૅરેબલ ગ્રાફિક્સ અને એનાલિસિસ સાથે આખો દિવસ મેળવો માત્ર ‘દિવ્ય ભાસ્કર’ એપ પર.
દિવ્ય ભાસ્કર એપની રિપોર્ટરોની ફોજ આખો દિવસ તમામ સીટો પર સતત મોજૂદ રહેશે અને આપને આપશે સૌથી સ્પષ્ટ, સચોટ અને સૌથી ઝડપી ચિત્ર.
આ વખતની ચૂંટણીમાં ગુજરાતના ક્ષત્રિય મતદારોની નારાજગી એક મોટો મુદ્દો બની રહી છે. તેની વોટિંગની પેટર્ન પર શું અસર પડશે તેની પણ એક્સપર્ટ એનાલિસિસ સાથેની અપડેટ્સ આપને આખો દિવસ મળતી રહેશે.
આ ઉપરાંત દર બે કલાકે ઇલેક્શન સ્પેશિયલ બુલેટિન, VIP સીટો પર મતદાન, ગુજરાતના પાંચેય ઝોનમાં વોટિંગની સ્થિતિ, અગાઉની ચૂંટણીઓનાં પરિણામોનું એનાલિસિસ વગેરે ઘણું બધું આપને માત્ર એક જ ક્લિક પર વાંચવા-જોવા મળશે.
તો આવતીકાલે ‘દિવ્ય ભાસ્કર’ એપ પર ઇલેક્શન કવરેજના એક અનોખા એક્સપિરિયન્સ માટે તૈયાર થઇ જાઓ.
અને હા, મતદાન કરવાનું ચૂકશો નહીં!