મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મોદીએ વર્ધામાં એક રેલીમાં સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રના વર્ધામાં એક રેલીમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસની અંદર દેશભક્તિની ભાવના ખતમ થઈ ગઈ છે. તેઓ વિદેશમાંથી બેસીને એજન્ડા ચલાવે છે. હવે તેઓ ગણપતિ બાપ્પાથી પણ ચિડાઈ ગયા છે. મેં ગણપતિ પૂજન કર્યું ત્યારે કોંગ્રેસ અકળાઈ ગઈ હતી.
મહારાષ્ટ્રના વર્ધામાં રેલીમાં સંબોધન કરતા મોદીએ આ વાતો જણાવી હતી. પીએમ વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવા પર તેઓ અહીંયા કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. મોદીએ કહ્યું- કોંગ્રેસ અને તેમના મિત્રોએ SC/STને દબાવી રાખ્યા. તેમને આગળ વધવા દેવામાં આવ્યા ન હતા.
મોદીએ કહ્યું- અમારી સરકારે સ્કિલ મિનિસ્ટ્રી બનાવી છે. પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી. આ યોજના હેઠળ એક વર્ષમાં 8 લાખ લોકોને કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. આ સાથે જ પીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજના પણ લોન્ચ કરી હતી.
મોદીના સંબોધનની મહત્વની વાતો…
ખેડૂતો અંગે PMએ કહ્યું- મહારાષ્ટ્રમાં દાયકાઓ સુધી કોંગ્રેસ અને બાદમાં મહા વિકાસ આઘાડીની સરકારે કપાસને મહારાષ્ટ્રના ખેડૂતોને આગળ વધારવાને બદલે તેમને દુઃખમાં ધકેલી દીધા, ખેડૂતોના નામે રાજનીતિ કરી અને ભ્રષ્ટાચાર કર્યો. 2014માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની ત્યારે અમરાવતીમાં ટેક્સટાઈલ પાર્કનું કામ શરૂ થયું હતું.
દલિતો અને પછાત વર્ગો પર કોંગ્રેસ અને તેના મિત્રોએ જાણીજોઈને એસસી, એસટી અને ઓબીસી લોકોને આગળ વધવા ન દીધા. કોંગ્રેસની આ દલિત વિરોધી અને પછાત વિરોધી વિચારસરણીને અમે સરકારી તંત્રમાંથી ખતમ કરી નાખી છે. છેલ્લા એક વર્ષના આંકડા દર્શાવે છે કે SC, ST અને OBC સમુદાયો વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ રહ્યા છે.
ગણપતિ ઉત્સવ પર પીએમ મોદીએ કહ્યું- જે પાર્ટી આપણી આસ્થા અને સંસ્કૃતિનું સહેજ પણ સન્માન કરે છે તે ક્યારેય ગણપતિ પૂજાનો વિરોધ કરી શકે નહીં. પરંતુ આજની કોંગ્રેસ પણ ગણપતિ પૂજાને નફરત કરે છે. હું ગણેશ પૂજાના કાર્યક્રમમાં ગયો ત્યારે કોંગ્રેસની તુષ્ટિકરણનું ભૂત જાગ્યું. કોંગ્રેસે ગણપતિ પૂજાનો વિરોધ શરૂ કર્યો. ખરેખરમાં પીએમ મોદી CJI DY ચંદ્રચુડના ઘરે ગણપતિ પૂજા કરવા ગયા હતા. જેનો વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો.
પાકિસ્તાનના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ કોંગ્રેસ છે જે ટુકડે ટુકડે ગેંગ અને અર્બન નક્સલી લોકો ચલાવે છે. આજે દેશની સૌથી બેઈમાન અને ભ્રષ્ટ પાર્ટી કોંગ્રેસ છે. દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર કોંગ્રેસનો રાજવી પરિવાર છે. આ લોકો વિદેશની ધરતી પરથી પોતાનો એજન્ડા ચલાવે છે. ખરેખરમાં પીએમ મોદીએ હાલમાં જ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ખ્વાજા કહ્યું હતું કે કલમ 370 ફરીથી લાગુ કરવા બાબત પર પાકિસ્તાન, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનનો એક જ મત છે.
PM મોદીએ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ આપ્યા હતા

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મોદીએ કામદારોને એક લાખ રૂપિયાની લોન પણ આપી હતી.
પીએમ મોદીએ વિશ્વકર્મા યોજનાના એક લાખ લાભાર્થીઓને ઓનલાઈન સ્કિલ પ્રમાણપત્રોનું વિતરણ કર્યું. 75 હજાર લાભાર્થીઓને લોનનું વિતરણ કરાયું. PMએ આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજના પણ શરૂ કરી. તેના દ્વારા 15 થી 45 વર્ષની વયના યુવાનોને તાલીમ આપવામાં આવશે. રાજ્યના લગભગ 1.5 લાખ યુવાનોને દર વર્ષે મફત કૌશલ્ય વિકાસની તાલીમ મળશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા.
વર્ધામાં વિશ્વકર્મા કાર્યક્રમની 3 તસવીરો…

પીએમ વિશ્વકર્મા કાર્યક્રમમાં મોદી વર્ધામાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

મોદીએ પ્રદર્શનમાં સામેલ પ્રોડક્ટ નિહાળી હતા અને તેના વિશેની માહિતી લીધી હતી.

આ 18 વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે: 1. સુથાર 2. બોટ બનાવનાર 3. ઓજાર બનાવનાર 4. લુહાર 5. તાળા બનાવનાર (રિપેરિંગ કરનાર) 6. હથોડા અને ટૂલકીટ બનાવનારા 6. સોની 7. કુંભાર 8. મૂર્તિકાર 9. મોચી 10. કડિયાકામ કરનાર 11. બાસ્કેટ, સાદડીઓ, સાવરણી બનાવનારા 12. પરંપરાગત ઢીંગલી અને રમકડાં બનાવનારા 13. વાળંદ 14. માળા બનાવનાર 16. ધોબી 17. દરજી 18. માછલીની જાળી બનાવનારા.
નાણાકીય વર્ષ 2023-24 થી 2027-28 સુધી દેશભરના લગભગ 30 લાખ પરંપરાગત કારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પર 13,000 કરોડ રૂપિયાનો ફાયદો થશે. આ યોજના હેઠળ દેશભરના લગભગ 30 લાખ પરંપરાગત કારીગરોને લાભ થશે. યોજનાના પ્રથમ તબક્કામાં કામદારોને 5% વ્યાજ દરે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. તેમજ, આગામી તબક્કામાં આ રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવશે.
મોદીએ 30 ઓગસ્ટે વધાવન પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું

વડા પ્ધાને વધાવન પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પાલઘરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર હતા.
પાલઘરમાં પીએમ મોદીએ 30 ઓગસ્ટે સિડકો ગ્રાઉન્ડમાં 76 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં વધાવન પોર્ટ પ્રોજેક્ટ પણ સામેલ છે. ઉદ્ઘાટન બાદ મોદીએ કહ્યું- મહારાષ્ટ્રનો વિકાસ મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. આજે મહારાષ્ટ્ર ભારતની પ્રગતિમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્ર વિરોધી પક્ષોએ હંમેશા તમારા વિકાસ પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે.
મોદીએ કહ્યું- આપણા દેશને વર્ષોથી વિશ્વ સાથે વેપાર માટે એક મોટા અને આધુનિક બંદરની જરૂર હતી, મહારાષ્ટ્રમાં પાલઘર આ માટે સૌથી યોગ્ય સ્થળ છે, પરંતુ આ પ્રોજેક્ટ 60 વર્ષથી પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. કેટલાક લોકો આવા મહત્વપૂર્ણ કામને શરૂ કરવા દેતા ન હતા.
ફિશિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો મોદીએ પાલઘરમાં આશરે રૂ. 1,560 કરોડના ખર્ચે 218 માછીમારી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય માછીમારી ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતા વધારવાનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટની મદદથી માછીમારી ક્ષેત્રમાં 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન થવાની આશા છે.
પીએમ મોદીએ લગભગ રૂ. 360 કરોડના ખર્ચે નેશનલ રોલ આઉટ ઓફ વેસલ કોમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમની શરૂઆત કરી. આના દ્વારા 13 દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મશીન અને મોટર ફિશિંગ જહાજો પર 1 લાખ ટ્રાન્સપોન્ડર લગાવવામાં આવશે.
પીએમ મોદીએ ડિસેમ્બર 2023માં શિવાજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું

તસવીર 4 ડિસેમ્બર, 2023ની છે, જ્યારે PMએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગયા વર્ષે 4 ડિસેમ્બરે નૌકાદળ દિવસની ઉજવણી દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને આધુનિક ભારતીય નૌકાદળ સાથે મરાઠા નૌકાદળના ઐતિહાસિક સંબંધનું સન્માન કરવાનો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.