બેંગલુરુ32 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાહુલ ગાંધીએ શિવમોગાની બેઠકમાં પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ 2 મે, ગુરુવારે કર્ણાટકના શિવમોગામાં એક જાહેર સભાને સંબોધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન માસ રેપિસ્ટ (અનેક પર બળાત્કાર કરનાર) માટે મત માંગી રહ્યા છે. તેમણે બળાત્કારીને ભારતમાંથી ભાગી જવામાં મદદ કરી, આ મોદીની ગેરંટી છે. કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન છે. જેડીએસ સાંસદ અને એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્જ્વલ રેવન્ના ગૌડા પર બળાત્કાર અને અશ્લીલ વીડિયો બનાવવાના આરોપ છે.
રાહુલે એમ પણ કહ્યું કે મહાલક્ષ્મીની વાત કરતા જ ભારતના વડાપ્રધાન ચિડાઈ જાય છે. કારણ કે તેમના અબજોપતિ મિત્રોને પૈસા મળી રહ્યા નથી.
રાહુલના ભાષણના મુખ્ય મુદ્દા
- અમારી સરકાર યુવાનોને એપ્રેન્ટિસશિપનો અધિકાર આપવા જઈ રહી છે. હાલમાં તમને યુવાનિધિ હેઠળ દર મહિને 3,000 રૂપિયા મળે છે.
- અમે પહેલી જોબ ગેરંટી સ્કીમ લાગુ કરવા જઈ રહ્યા છીએ. તમને દર વર્ષે નોકરી મળશે, દર મહિને તમારા ખાતામાં 8500 રૂપિયા જમા થશે. ભારતીય ગ્રેજ્યુએટને બેસ્ટ ગુણવત્તાની તાલીમ મળશે.
- તેઓએ તમને બેરોજગારી આપી, અમે તમને એપ્રેન્ટિસશિપનો અધિકાર અને વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છીએ.
પ્રજજ્વલ પર અચાનક બળાત્કારનો આરોપ ક્યાંથી લાગ્યા
કર્ણાટકની હાસન લોકસભા સીટ પર 26 એપ્રિલ 2024ના રોજ મતદાન થયું હતું. પૂર્વ પીએમ એચડી દેવગૌડાના 33 વર્ષીય પૌત્ર પ્રજજ્વલ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. મતદાન પહેલાં સોશિયલ મીડિયા પર 200થી વધુ અશ્લીલ વીડિયો વાઇરલ થયા.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વાઇરલ વીડિયોમાં દેખાતી મહિલાઓ રડી રહી હતી અને છોડી દેવા માટે વિનંતી કરી રહી હતી અને પ્રજ્જ્વલ વીડિયો શૂટ કરી રહ્યો હતો.
બીજેપી નેતા દેવરાજ ગૌડાએ દાવો કર્યો હતો કે પ્રજ્જ્વલની પેન ડ્રાઈવમાં 2900થી વધુ અશ્લીલ વીડિયો છે. હાલ પ્રજ્જ્વલ દેશમાંથી ભાગી ગયો છે, તે વિદેશમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોટ આપ્યા બાદ તેઓ જર્મની જવા રવાના થયો હતો.
વાઇરલ વીડિયો મામલે રેવન્નાની ઘરની નોકરાણીએ 28 એપ્રિલે એચડી રેવન્ના (67) અને તેમના પુત્ર પ્રજ્જ્વલ રેવન્ના (33) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મહિલા નોકરાણીએ તેની ફરિયાદમાં આરોપ છે કે જ્યારે તેની પત્ની ઘરે ન હોય ત્યારે એચડી રેવન્ના તેને અને અન્ય મહિલા કર્મચારીઓને રૂમમાં બોલાવતો હતો.
આ સમાચાર પણ વાંચો…
કર્ણાટક સેક્સ સ્કેન્ડલ-પ્રજ્જ્વલને લુકઆઉટ નોટિસ જારીઃ ગૃહમંત્રીએ કહ્યું- 24 કલાકમાં હાજર નહીં થાય તો ધરપકડ કરવામાં આવશે
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કર્ણાટકના હાસનના સાંસદ પ્રજ્જ્વલ રેવન્ના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. આ નોટિસ પ્રજ્જ્વલની અપીલ બાદ આવી છે, જેમાં તેણે SIT સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો હતો. ગુરુવારે (2 મે) કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે 7 દિવસનો સમય આપવાની કોઈ જોગવાઈ નથી, જો તેઓ 24 કલાકની અંદર પૂછપરછ માટે હાજર ન થાય તો તેમની ધરપકડ પણ થઈ શકે છે.