41 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેને કહેતી સાંભળી શકાય છે- આ વખતે કોંગ્રેસ જીતવી જોઈએ, તેથી હું તેને સમર્થન આપવા આવી છું. સમગ્ર દેશને વિકાસની જરૂર છે અને જો આપણા દેશના ભલા માટે કંઈક કરી શકાશે તો હું હંમેશાં ત્યાં જઈશ.
- આ વીડિયો X પર ઘણા વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ યુઝર્સ દ્વારા દેશમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓ સાથે લિંક કરીને શેર કરવામાં આવ્યો હતો.
- પાયલ ગુપ્તા નામના વેરિફાઈડ યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું- રવિના ટંડને કહ્યું છે કે આ વખતે કોંગ્રેસ જીતશે.
આ પોસ્ટને અત્યારસુધીમાં 72 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એ જ સમયે 4 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને લાઇક કરી છે.
જિતુ બુદ્રક નામના અન્ય એક વેરિફાઈડ યુઝરે પણ આ જ કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. X પર યુઝરની પોસ્ટને 1 લાખથી વધુ લોકોએ જોઈ છે, 15 હજારથી વધુ લાઇક્સ અને 3 હજારથી વધુ લોકોએ એને રીટ્વીટ કરી છે.
આ જ દાવા સાથેનો એક વાઇરલ વીડિયો પણ આદિવાસી સમાચાર નામના X એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો હતો.
શકીલ અહેમદ નામના યુઝરે લખ્યું- આખા દેશને વિકાસની જરૂર છે, હું ઈચ્છું છું કે આ વખતે કોંગ્રેસ જીતેઃ રવિના ટંડન.
વાઇરલ વીડિયોનું સત્ય…
વાઇરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે, અમે Google પર એના સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. શોધ કરવા પર અમને એબીપી ન્યૂઝની યુટ્યૂબ ચેનલ પર વાઇરલ વીડિયો-ક્લિપ સંબંધિત સંપૂર્ણ વીડિયો મળ્યો
ચેનલ અનુસાર, રવિના ટંડનનો આ વીડિયો 2012નો છે. વાસ્તવમાં 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રવિના કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે વડોદરા પહોંચી હતી. ત્યાં તેણે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે રોડ શો કર્યો હતો.
વાઇરલ વીડિયો-ક્લિપ ચેનલ પર 39 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે. એ જ સમયે આ વીડિયો પણ 12 ડિસેમ્બર 2012ના રોજ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
એબીપી ન્યૂઝની યુટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ વીડિયોનો સ્ક્રીનશોટ.
એ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . કોંગ્રેસના સમર્થનમાં રવિના ટંડનનું નિવેદન તાજેતરનું નથી, પરંતુ 12 વર્ષ જૂનું છે.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી વિશે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @[email protected] અને WhatsApp- 9201776050 કરો