- Gujarati News
- National
- Fact Check: ‘Remove EVM, Bring Ballot Paper’, Massive Protests Against EVMs After Maharashtra Election Results
11 કલાક પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ મોટી જીત હાંસલ કરી છે. મહાયુતિએ 288માંથી 230 સીટો જીતી છે. ભાજપે 132 સીટો, શિવસેના (એકનાથ શિંદે) 57 અને એનસીપી (અજિત પવાર) 41 સીટો જીતી છે. તે જ સમયે, કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) 46 બેઠકો પર સમેટાઈ ગઈ.
વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં લોકોની મોટી ભીડ રોડ પર બેસીને વિરોધ કરી રહી છે. વીડિયોમાં ભીડ EVM હટાવો, બેલેટ પેપર લાવો જેવા નારા લગાવતા સાંભળી શકાય છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મહારાષ્ટ્રનો છે. જ્યાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ લોકોનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં છે અને EVMનો ભારે વિરોધ કરી રહ્યા છે. ઘણા વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ યુઝર્સ X પર આ વીડિયો શેર કરી રહ્યા છે.
- એકે સ્ટાલિન નામના એક વેરિફાઈડ યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું- ભીડને જોઈને લાગે છે કે મહારાષ્ટ્રમાં ચોરીથી બનેલી નવી સરકારને જનતા બનવા દેશે નહીં. EVM સામેની આ ભીડ ઘણી ભારે છે. (આર્કાઇવ)
યુઝર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધીમાં 80 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે 6 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે અને 1 હજારથી વધુ લોકોએ તેને રિટ્વીટ કર્યું છે.
- શ્યામ યાદવ નામના અન્ય એક વેરિફાઈડ યુઝરે પણ આ જ દાવા અને કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે.
- અન્ય એક વેરિફાઈડ યુઝરે લખ્યું- દેશભરમાં EVM સામે ગુસ્સો વધી રહ્યો છે, લોકો વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યા છે.
- અન્ય એક યુઝરે લખ્યું- મહારાષ્ટ્રનાં ઘણાં ગામડાઓમાં લોકો ચૂંટણીપંચ વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા છે, જો EVM બંધ નહીં કરવામાં આવે તો આખા દેશમાં આ સ્થિતિ થઈ શકે છે.
વાઇરલ વીડિયોનું સત્ય… વાઇરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે અમે ગૂગલ પર તેની કી ફ્રેમ રિવર્સ સર્ચ કરી. સર્ચ કરવા પર અમને અર્ચના ચૌબે નામના X યુઝર દ્વારા શેર કરાયેલ પોસ્ટમાં આ વીડિયો મળ્યો. પોસ્ટની લિંક…
યુઝર્સની શેર કરેલી પોસ્ટનો સ્ક્રીન શોટ.
અર્ચના ચૌબે નામના એક્સ યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું- EVM હટાવો, બેલેટ પેપર લાવો. નોંધનીય બાબત એ છે કે યુઝરે આ પોસ્ટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ શેર કરી હતી. તે જ સમયે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાઈ હતી અને 23 નવેમ્બરના રોજ પરિણામો જાહેર થયાં હતાં.
તપાસ દરમિયાન અમને આ વીડિયો સાથે જોડાયેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સ પણ મળ્યા. 31 જાન્યુઆરીનો આ વીડિયો દિલ્હીના જંતર-મંતરનો છે. જ્યાં ભારત મુક્તિ મોરચાના લોકોએ ચૂંટણી પંચની ઓફિસ બહાર EVMનો વિરોધ કર્યો હતો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી હતી. સમાચારની લિંક…
ન્યૂઝ વેબસાઇટ પર ઉપલબ્ધ સમાચારનો સ્ક્રીન શોટ.
તે સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ વીડિયો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછીનો નથી.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને ઇમેઇલ @[email protected] અને આ નંબર પર 9201776050 વોટ્સએપ કરો…