- Gujarati News
- National
- The Report Will Be Handed Over To The Delhi Police In A Sealed Cover; How The Explosion Happened Will Be Known After The Forensic Investigation
નવી દિલ્હી7 મિનિટ પેહલા
- કૉપી લિંક
NIA અને NSGના જવાનોએ બુધવારે (27 ડિસેમ્બર) દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસની નજીક તપાસ હાથ ધરી હતી. વિસ્ફોટ મંગળવારે સાંજે 5.20 કલાકે થયો હતો.
દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસી પાસે થયેલા બ્લાસ્ટ મામલે સેમ્પલનો રિપોર્ટ સીક્રેટ રાખવામાં આવ્યો છે. આ રિપોર્ટને સીલબંધ કવરમાં દિલ્હી પોલીસને સોંપવામાં આવશે. પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોએ શુક્રવારે (29 ડિસેમ્બર) જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફોરેન્સિક રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે. મંગળવારે બનેલી ઘટના બાદ ફોરેન્સિક નિષ્ણાતોએ બુધવારે (27 ડિસેમ્બર) બ્લાસ્ટવાળા સ્થળેથી પાંદડા અને માટીના નમૂના લીધા હતા.
બ્લાસ્ટ એમ્બેસીથી 260 મીટર દૂર નંદાસ હાઉસના ગેટ નંબર 4 પર થયો હતો. અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. બીજી તરફ પોલીસને એમ્બેસી પાસેના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ANI અનુસાર, તેમાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા છે. પોલીસ બંનેની શોધખોળ કરી રહી છે.
આ વિસ્ફોટ મંગળવારે સાંજે લગભગ 5:20 વાગ્યે ઇઝરાયલની એમ્બેસી પાસે થયો હતો.
ઘટનાસ્થળેથી ઇઝરાયલના ધ્વજમાં લપેટાયેલો પત્ર મળ્યો હતો
પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળ પર બે લોકોને જોવામાં આવ્યા છે, પરંતુ તેઓ શંકાસ્પદ છે કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકાય નહીં. સ્થળ પરથી એક પત્ર પણ મળ્યો હતો, જે ઇઝરાયલના ધ્વજમાં લપેટેલો હતો. આ અંગ્રેજી ભાષામાં લખાયેલ એક પાનાનો પત્ર હતો, જે ‘સર અલ્લાહ રેજિસ્ટેંસ’ ગ્રુપ સાથે સંકળાયેલો છે. તેમાં જિયોનિસ્ટ, ગાઝા, પેલેસ્ટાઈન શબ્દો લખેલા છે.
ANI અનુસાર, પત્રમાં ‘ગાઝા પર ઇઝરાયલનો હુમલા’ અને ‘ રિવેંજ’ (બદલો) વિશે વાત કરવામાં આવી છે. આ પછી ઇઝરાયલે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતમાં રહેતા તેના નાગરિકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે.
સ્પેશિયલ સેલના સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે મંગળવારે સાંજે એમ્બેસીની પાછળના ખાલી પ્લોટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ત્રણ-ચાર લોકોએ પણ ધડાકો સાંભળ્યો હતો.
NSG અને દિલ્હી પોલીસના ફોરેન્સિક નિષ્ણાતોએ બ્લાસ્ટ સ્થળ પરથી પાંદડા અને માટીના નમૂના લીધા હતા.
એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું- અમારો સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે
ઇઝરાયલ દૂતાવાસના પ્રવક્તા ગાય નીરે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું- મંગળવારે સાંજે લગભગ 5.20 વાગ્યે એમ્બેસીની નજીક વિસ્ફોટ થયો હતો. જો કે અમારો સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે સમયે હું ડ્યૂટી પર હતો. અમે એક મોટો ધડાકો સાંભળ્યો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં જોયું કે એક ઝાડ પરથી ધુમાડો નીકળતો હતો. પોલીસે મારું નિવેદન નોંધ્યું છે. પ્રવક્તા ગાય નીરે બાદમાં મીડિયાને કહ્યું- હા, એક ઘટના બની છે. અત્યારે અમે ચોક્કસ કહી શકતા નથી કે આ કેવી રીતે થયું. પોલીસ અને અમારી સુરક્ષા ટીમ તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ એમ્બેસીની આસપાસ તપાસ કરી છે.
દિલ્હી પોલીસ એન્ડ ટુ એન્ડ ઈનક્રિપ્ટેડ કોલની તપાસ કરશે
દિલ્હી પોલીસે ઇઝરાયલ એમ્બેસીની આસપાસના વિસ્તારમાં એક્ટિવ મોબાઇલ નંબરો પરથી એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્ટેડ કોલ્સની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. નામ ન આપવાની શરતે, દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્ટેડ કોલને ટ્રેસ કરવો મુશ્કેલ છે, પરંતુ વિશેષ તપાસ તકનીકો અને દૂતાવાસની આસપાસના એક્ટિવ નંબરોની મદદથી, અમે શોધી શકીએ છીએ. તે વિસ્તારની આસપાસના લોકો કોણ હતા.
અધિકારીએ કહ્યું કે ઘણી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ છે જેને તપાસવાની જરૂર છે. સંબંધિત કંપનીઓનો સંપર્ક કરવામાં આવશે.
2021માં આ જ દૂતાવાસની બહાર હળવો વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ કારને નુકસાન થયું હતું. NIA હજુ પણ તેની તપાસ કરી રહી છે. ત્યારબાદ વિસ્ફોટ બાદ ઇઝરાયલે ઈરાન પર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. ઘટનાસ્થળ પરથી એક પત્ર મળી આવ્યો હતો. કહેવાય છે કે આ ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો છે.
29 જાન્યુઆરી 2021ના રોજ સાંજે દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસીની બહાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એમ્બેસીની બહાર પાર્ક કરાયેલા પાંચ વાહનોના કાચ તૂટી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો…
NSG-NIA ઇઝરાયેલની એમ્બેસી પહોંચી, CCTVમાં દેખાયા 2 શંકાસ્પદ: ઇઝરાયલના ધ્વજમાં લપેટાયેલો પત્ર મળ્યો; વિસ્ફોટ એમ્બેસીથી 260 મીટર દૂર થયો હતો
દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયલના દૂતાવાસની નજીક થયેલા બ્લાસ્ટના મામલામાં NIA બુધવારે એક્ટિવ થયુ છે. એનઆઈએ ઇઝરાયલની એમ્બેસી પહોંચી અને પુરાવા એકઠા કર્યા. આ સિવાય એનએસજીના જવાનો પણ ફોરેન્સિક એક્સપર્ટની સાથે ઇઝરાયલ એમ્બેસી પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બ્લાસ્ટ એમ્બેસીથી 260 મીટર દૂર નંદાસ હાઉસના ગેટ નંબર 4 પર થયો હતો અને આ જગ્યાએ કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નહોતા.