11 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલની ઓફિસ (ફાઈલ તસવીર)
વિઝા ઇન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવા માટે યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ, મુંબઈએ 9 માર્ચ, 2024ના રોજ પણ પોતાની ઓફિસ ચાલુ રાખીને સુપર સેટરડે’ની ઉજવણી કરી હતી. સંયોગવશાત અમેરિકામાં ઉજવાતા “મહિલા ઇતિહાસ મહિના”માં આ આયોજન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે યુએસ કોન્સ્યુલેટ જનરલ, મુંબઈએ ઓફિસ ચાલુ રાખીને ભારતીય પ્રવાસીઓ તરફ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોન્સ્યુલેટ જનરલના વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફે બિઝનેસ ટ્રાવેલર્સને મદદ કરવા, પરિવારોને ફરીથી જોડવા અને લોકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવામાં મદદ કરવા મહેનત કરી હતી.
ભારત-અમેરિકાના સંબંધો વધારે મજબૂત બને તે માટે યુએસ કોન્સ્યુલેટ પ્રતિબદ્ધ
ઉલ્લેખનીય છે કે યુએસ જનારો સૌથી મોટો વર્ગ ભારતીય છે અને ભારત-અમેરિકાના સંબંધો વધારે મજબૂત બને તે માટે યુએસ કોન્સ્યુલેટ પણ પ્રતિબદ્ધ છે. અગાઉ નોન-ઈમેગ્રેન્ટ વિઝા (NIV)માં પણ જે વેઈટિંગ હતું તે દૂર કરીને લોકોની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરાયો હતો. અમેરિકાએ ભારતમાં તેમની ઓફિસોમાં સ્ટાફ વધારી દીધો હતો. US કોન્સ્યુલેટે નોન-ઈમેગ્રેન્ટ વિઝા (NIV)ની 9 લાખ એપ્લિકેશન પર તાત્કાલિક પ્રોસેસ શરૂ કરી હતી. વિઝા એપ્લીકેશન કરનારા લોકોને સંતોષ મળે અને તેમને કોઈ તકલીફ ન પડે તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.