41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દક્ષિણ ગોવામાંથી બિઝનેસમેન શ્રીનિવાસ ડેમ્પોનાં પત્ની પલ્લવી ડેમ્પોને ઉમેદવાર તરીકે ઊભાં રાખ્યાં છે. પલ્લવીએ 16 એપ્રિલ એટલે મંગળવારે દક્ષિણ ગોવાથી લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી માટે દાખલ 119 પેજના એફિડેવિટથી ખ્યાલ આવે છે કે તેમના પતિ શ્રીનિવાસનની સાથે તેમની કુલ સંપત્તિ લગભગ 1400 કરોડ રૂપિયા છે.
ડેમ્પો ગ્રુપનો બિઝનેસ ફૂટબોલ લીગની ફ્રેન્ચાઇઝીથી લઈને રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, જહાજ બાંધકામ, એજ્યુકેશન અને માઇનિંગ સુધી વિસ્તરેલો છે. પલ્લવીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે. તેમના પતિ શ્રીનિવાસની માલિકીવાળી સંપત્તિનું મૂલ્ય 994.8 કરોડ રૂપિયા છે, જ્યાં પલ્લવીની અચલ સંપત્તિનું કુલ બજારમૂલ્ય 28.2 કરોડ રૂપિયા છે. તો શ્રીનિવાસની સંપત્તિની માર્કેટ વેલ્યુ 83.2 કરોડ રૂપિયા છે.
કોણ છે પલ્લવી ડેમ્પો?
પલ્લવી ડેમ્પો એક મહિલા ઉદ્યોગપતિ છે. પલ્લવી ડેમ્પો ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. પલ્લવીના પતિ ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પો છે, જે ગોવા સ્થિત ડેમ્પો ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન છે. પલ્લવી ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝમાં મીડિયા અને રિયલ એસ્ટેટ શાખા સંભાળે છે. પલ્લવી ડેમ્પો મોડા ગોવા ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી પણ છે. તાજેતરમાં જાહેર કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડ ડેટામાં જાણવા મળ્યું છે કે શ્રીનિવાસ ડેમ્પોએ 1.25 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. કંપનીની ચાર પેટાકંપનીએ પણ ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. ડેમ્પો પરિવારે છોકરીઓને વ્યાવસાયિક તાલીમ આપવા માટે ગ્રામીણ શાળા દત્તક કાર્યક્રમ હેઠળ કેટલીક સરકારી શાળાઓને દત્તક લીધી છે. પલ્લવી ડેમ્પો ઈન્ડો-જર્મન એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ સોસાયટીનાં પ્રમુખ છે. આ સંસ્થા જર્મની અને ગોવા વચ્ચે સાંસ્કૃતિક સંવર્ધનમાં ફાળો આપે છે.
પલ્લવીના પતિ ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પો છે, જે ગોવા સ્થિત ડેમ્પો ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન છે
પલ્લવીની પાસે 5.7 કરોડ રૂપિયાનું સોનું
પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ તેમની પાસે 5.7 કરોડ રૂપિયાની કિંમતનું સોનું છે, જ્યારે પલ્લવીએ નાણાકીય વર્ષ 2022-23માં 10 કરોડ રૂપિયાનું આવકવેરા રિટર્ન ભર્યું છે, તો શ્રીનિવાસે એ વર્ષ માટે 11 કરોડ રુપિયાનું રિટર્ન દાખલ કર્યું છે. પલ્લવીની ઉંમર 49 વર્ષ છે. આ ભાજપ ઉમેદવાર પાસે MIT, પુણે વિશ્વવિદ્યાલયથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે.
પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ તેમની પાસે 217.11 કરોડનાં બોન્ડ, લગભગ 12.92 કરોડની બચત, 2.54 કરોડની ગાડીઓ, 5.7 કરોડનું સોનું, 9.75 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓ સામેલ છે. પલ્લવી ડેમ્પોની સાથે સાથે ભાજપના ઉત્તરી ગોવાના ઉમેદવાર શ્રીપદ નાઈકે પણ મંગળવારે લોકસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી નોંધાવી હતી.
પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ તેમની પાસે 217.11 કરોડનાં બોન્ડ છે.
ડેમ્પો કપલની કુલ સંપત્તિ 1400 કરોડ
સોગંદનામા અનુસાર, પલ્લવી પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમના પતિ શ્રીનિવાસની માલિકીની સંપત્તિની કિંમત 994.8 કરોડ રૂપિયા છે. પલ્લવીની સ્થાવર મિલકતની કુલ બજારમાં કિંમત 28.2 કરોડ રૂપિયા છે, જ્યારે શ્રીનિવાસની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત 83.2 કરોડ રૂપિયા છે. શ્રીનિવાસ ડેમ્પોની ગોવા અને દેશના અન્ય ભાગોમાં આવેલી મિલકતો ઉપરાંત આ દંપતી દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ ધરાવે છે, જેની હાલની માર્કેટ વેલ્યુ 2.5 કરોડ રૂપિયા છે. લંડનમાં 10 કરોડનું એક એપાર્ટમેન્ટ પણ છે.
શ્રીનિવાસ ડેમ્પોનાં લંડન-દુબઈમાં એક એપાર્ટમેન્ટ છે.
સરકારી શાળા દત્તક લીધી
પલ્લવીના પતિ શ્રીનિવાસ ડેમ્પો જાણીતા ઉદ્યોગપતિ છે, જેઓ ગોવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)ના વડા પણ છે. ડેમ્પો પરિવારે કન્યાઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા ગ્રામ્ય શાળા દત્તક કાર્યક્રમ હેઠળ સરકારી હાઈસ્કૂલને દત્તક લીધી છે. પલ્લવી ડેમ્પો ઈન્ડો-જર્મન એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ સોસાયટીનાં પ્રમુખ પણ છે, જે જર્મની અને ગોવા વચ્ચે સાંસ્કૃતિક પ્રમોશનમાં યોગદાન આપે છે. તેઓ મોડા ગોવા ફાઉન્ડેશનની ટ્રસ્ટી છે, જે વેન્ડેલ રોડ્રિક્સ દ્વારા શરૂ કરાયેલું ફેશન અને ટેક્સટાઈલ મ્યુઝિયમ છે.
પલ્લવી ડેમ્પો ઈન્ડો-જર્મન એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ સોસાયટીનાં પ્રમુખ પણ છે.
પલ્લવી આ સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે
પલ્લવીએ 2012થી 2016 સુધી ગોવા યુનિવર્સિટી સાથે જોડાયેલી એકેડેમિક કાઉન્સિલનાં સભ્ય તરીકે સેવા આપી હતી. અન્ય ઘણી સંસ્થાઓનાં સભ્ય હોવા ઉપરાંત પલ્લવી ડેમ્પો ગોવા કેન્સર સોસાયટીની મેનેજિંગ કમિટીની સાથે વુમન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશનની તમામ કોર કમિટીનાં સભ્ય છે.
પલ્લવી ડેમ્પો એક મહિલા ઉદ્યોગપતિ છે.
1962 પછી ભાજપે આ બેઠક પર માત્ર બે વખત જીત મેળવી
1962 પછી ભાજપે આ બેઠક પર માત્ર બે વખત જીત મેળવી છે. દક્ષિણ ગોવા મતવિસ્તાર 20 વિધાનસભા મતવિસ્તારોને આવરી લે છે, ત્યારથી મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી, યુનાઇટેડ ગોઆન્સ પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા થઈ છે. 1999 અને 2014ની ચૂંટણીમાં જ ભાજપે આ સીટ જીતી છે, જોકે પાર્ટી તેને જાળવી શકી નથી.
પલ્લવી ડેમ્પો એક મહિલા ઉદ્યોગપતિ
પલ્લવી ડેમ્પો એક મહિલા ઉદ્યોગપતિ છે. ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પલ્લવી ડેમ્પો ગોવામાં એક ઉદ્યોગસાહસિક તેમજ શિક્ષણશાસ્ત્રી તરીકે ઓળખાય છે. તેમણે રસાયણશાસ્ત્રમાં સ્નાતકની સાથે MIT પુણેમાંથી MBAની ડિગ્રી મેળવી છે. પલ્લવી ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝમાં મીડિયા અને રિયલ એસ્ટેટ શાખા સંભાળે છે. દક્ષિણ ગોવાની બેઠક જ્યાંથી તેમને ટિકિટ આપવામાં આવી છે એનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના નેતા ફ્રાન્સિસ્કો સરદિન્હા કરી રહ્યા છે.
ડેમ્પો ગ્રુપ શું છે?
ડેમ્પો ગ્રુપ બિઝનેસ ફ્રેન્ચાઇઝી ફૂટબોલ લીગથી માંડીને રિયલ એસ્ટેટ, શિપબિલ્ડિંગ, એજ્યુકેશન અને માઇનિંગ બિઝનેસ સુધીનો કારોબાર કરી રહ્યું છે.