ફરીદાબાદ43 મિનિટ પેહલા
- કૉપી લિંક
દુકાનના ઓટલા પર બેઠેલા પિતા-પુત્રને ટ્રેક્ટરે કચડી નાખ્યા હતા. આ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
હરિયાણાના ફરીદાબાદમાં એક ટ્રેક્ટરે દુકાનની બહાર ઓટલા પર બેઠેલા પિતા અને માસૂમ પુત્રને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં પિતા અને તેના 4 વર્ષના પુત્રના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. લોકોએ ટ્રેક્ટરના ડ્રાઈવરની ધોલાઈ કરી હતી. જોકે, ભીડમાં તકનો લાભ લઈ તે તેના સાથી સાથે ફરાર થઈ ગયો હતો.
ઘાયલ પિતા-પુત્રને સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી હતી.
જુઓ અકસ્માત સંબંધિત તસવીરો…
પિતા તેમના પુત્રને ખોળામાં લઈને દુકાનની બહાર ઓટલા પર બેઠા છે. આ દરમિયાન એક ટ્રેક્ટર રસ્તા પર થંભી ગયું. આ પછી, ડ્રાઇવરે બેદરકારીપૂર્વક ટ્રેક્ટર ટલાવીને તેમને ટક્કર મારી હતી.
ટ્રેક્ટરે પિતા-પુત્રને કટડી નાંખ્યા હતા. ડ્રાઈવરે નીચે ઉતરીને જોયું અને પછી ટ્રેક્ટર રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે તે ટ્રેક્ટર રિવર્સ લઈ શક્યો ન હતો ત્યારે તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળાએ તેને ઘેરી લીધો હતો.
ટ્રેક્ટર ચાલકને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેને માર માર્યો હતો.
આ પછી લોકો પિતા-પુત્રને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હતા.
આ પછી ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા.
પિતા પુત્ર સાથે ઓટલા પર બેઠા હતા ફરીદાબાદમાં નાગલા વિસ્તારમાં રહેતા સંદીપે જણાવ્યું કે 26 વર્ષીય રાજા શુક્રવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ તેના 4 વર્ષના પુત્ર અજય સાથે એક બંધ દુકાનના ઓટલા પર બેઠા હતા. તે મૂળ અલીગઢના રહેવાસી છે અને અહીં કામ કરતા હતા.
ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ટ્રેક્ટરથી ટક્કર મારી હતી, તે ટ્રેક્ટરને રિવર્સ લઈ શક્યો નહોતો સંદીપે વધુમાં જણાવ્યું કે પિતા-પુત્ર ઓટલા પર બેઠા હતા ત્યારે સામેથી એક ટ્રેક્ટર આવ્યું. ડ્રાઈવરની બેદરકારીના કારણે રોડને બદલે ટ્રેક્ટર સીડી પર બેઠેલા પિતા-પુત્રને કચડી નાખ્યા હતા. પિતા-પુત્ર ટ્રેક્ટરના આગળના ભાગે દબાઈ ગયા હતા પરંતુ ડ્રાઈવર ટ્રેક્ટરને રિવર્સ લઈ શક્યો ન હતો. જેના કારણે ટ્રેક્ટરની ટક્કરથી તેમના બંને પગ ભાંગી ગયા હતા.
ટોળાએ ટ્રેક્ટર પાછું ખેંચી ઘાયલોને બહાર કાઢ્યા હતા બંનેની બૂમો સાંભળીને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેમણે ઘાયલોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ પછી લોકોએ ટ્રેક્ટરને પાછળ ધકેલ્યું હતું. ત્યારબાદ ઘાયલોને પહેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની ગંભીર હાલત જોઈને તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પિતાનો પગ ભાંગી ગયા, બાળકની હાલત નાજુક સંદીપના કહેવા પ્રમાણે, રાજાનો પગ ભાંગી જવાને કારણે તેમને પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. પરંતુ તેમના 4 વર્ષના પુત્રના પગમાં ગંભીર ઈજા થઈ છે. જેની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસે ટ્રેક્ટરનો કબજો મેળવી અકસ્માતની તપાસ શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો-
હરિયાણામાં કાર-બાઈકની ટક્કર, પિતા-પુત્રનું મોત, દોઢ વર્ષનો માસૂમ બાળક માતાના ખોળામાંથી સરકીને નાળામાં પડ્યો
હરિયાણાના રેવાડીમાં પુરપાટ ઝડપે એક કારે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ટક્કર બાદ માસુમ બાળક તેની માતાના ખોળામાંથી નીચે પટકાયો હતો અને હાઇવેની બાજુમાં આવેલા નાળામાં પડી ગયો હતો. અકસ્માત બાદ આરોપી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોની ઓળખ રેવાડીના જીતપુરા ગામના રહેવાસી અમિત (29) અને તેના દોઢ વર્ષના માસૂમ પુત્ર જીગર તરીકે થઈ છે, જ્યારે ઘાયલ પત્નીનુ નામ રવિના (25) છે.