નવી દિલ્હી19 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિનેશ ત્રિપાઠી વર્તમાન ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારનું સ્થાન લેશે.
વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીને ઈન્ડિયન નેવીના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી રાત્રે આની જાહેરાત કરી હતી. દિનેશ ત્રિપાઠી વર્તમાન નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારનું સ્થાન લેશે. તેઓ 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે. દિનેશ ત્રિપાઠી એ જ દિવસે ચાર્જ સંભાળશે.
દિનેશ ત્રિપાઠી હાલમાં વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ છે. તેઓ અગાઉ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે. તેમની 39 વર્ષની લાંબી કારકિર્દીમાં, તેમણે ઈન્ડિયન નેવીના ઘણા મહત્વપૂર્ણ એસાઈમેન્ટ પર કામ કર્યું છે.
નવા નેવી ચીફ કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેર નિષ્ણાત છે
વાઈસ એડમિરલ દિનેશને 1 જુલાઈ 1985ના રોજ ઈન્ડિયન નેવીમાં કમિશન્ડ થયા હતા. તે કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેર નિષ્ણાત છે. તેઓ નૌકાદળના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર રહી ચૂક્યા છે.
તેમણે ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મુંબઈના એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રિન્સિપલ વોરફેર ઓફિસર તરીકે પણ સેવા આપી છે. દિનેશ ત્રિપાઠીએ INS કિર્ચ, ત્રિશુલ અને વિનાશ જેવા નેવીના જહાજોની કમાન્ડ પણ સંભાળી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ બન્યા હતા
તસવીર 4 જાન્યુઆરી, 2024ની છે. દિનેશ ત્રિપાઠી વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ બન્યા બાદ નવી દિલ્હીમાં ગાર્ડ ઓફ ઓનર દરમિયાન સલામી લે છે.
દિનેશ ત્રિપાઠીએ ઘણી મહત્વપૂર્ણ ઓપરેશનલ અને સ્ટાફની નિમણૂંકો પણ સંભાળી છે. તેમાં ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર, મુંબઈમાં વેસ્ટર્ન ફ્લીટ, નેવલ ઓપરેશન્સ ડિરેક્ટર, મુંબઈમાં પ્રિન્સિપલ ડિરેક્ટર નેટવર્ક સેન્ટ્રિક ઑપરેશન્સ અને નવી દિલ્હીમાં મુખ્ય ડિરેક્ટર નેવલ પ્લાન્સનો સમાવેશ થાય છે.
તેમણે નેશનલ હેડક્વાર્ટર ખાતે નૌકાદળના સહાયક વડા (પોલિસી અને પ્લાન્સ) તરીકે અને રીઅર એડમિરલના હોદ્દા પર પ્રમોશન પછી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈસ્ટર્ન ફ્લીટ તરીકે સેવા આપી હતી.
જૂન 2019માં તેમને વાઇસ એડમિરલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. આ પછી તેમની નિમણૂક કેરળના એઝિમાલા ખાતે ભારતીય નેવલ એકેડમીના કમાન્ડન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી.
તેઓ જુલાઈ 2020થી મે 2021 સુધી નેવલ ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ હતા. ત્યારબાદ 4 જાન્યુઆરી 2024 ના રોજ, તેમને નૌકાદળના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
અતિ વિશેષ સેવા મેડલ મેળવ્યો
દિનેશ ત્રિપાઠી સૈનિક સ્કૂલ રીવા અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનથી સ્નાતક છે. ત્યાં તેમને થિમૈયા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમણે 2007-2008માં ન્યુપોર્ટ, રોડ આઇલેન્ડમાં યુએસ નેવલ વોર કોલેજમાં નેવલ હાયર કમાન્ડ કોર્સ અને નેવલ કમાન્ડ કોલેજમાં પણ હાજરી આપી હતી. આ સમય દરમિયાન તેણે રોબર્ટ ઈ.બેટમેન ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યો. તેમને અતિ વિશિષ્ઠ સેવા મેડલ અને નેવી મેડલ પણ મળ્યા છે.