3 કલાક પેહલા
- કૉપી લિંક
મહાલક્ષ્મી સુખ-સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્યની દેવી છે. તેમની પૂજાનું મહાપર્વ દિવાળી 31 ઓક્ટોબર એટલે કે આજે છે. બધા લોકો દેવી લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરવા ઇચ્છે છે. દિવાળીમાં કરવામાં આવતી લક્ષ્મીજીની ખાસ પૂજાથી ભક્તોને સફળતા સાથે જ સુખ-સમૃદ્ધિ મળી શકે છે, પરંતુ જે ઘરમાં સાફ-સફાઈ થતી નથી, જ્યાં ગંદકી થશે, ત્યાં લક્ષ્મી નથી તેમની મોટી બહેન અલક્ષ્મીનો પ્રવેશ થઈ શકે છે. એટલે દિવાળી પહેલાં પોતાના ઘરની સારી રીતે સાફ-સફાઈ કરી લેવી જોઈએ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણીના જણાવ્યા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન મહાલક્ષ્મી પહેલાં તેમની મોટી બહેન અલક્ષ્મી બહાર આવ્યાં હતાં. જોકે અલક્ષ્મીજીની 14 રત્નોમાં ગણતરી કરવામાં આવતી નથી. અલક્ષ્મીને અસુરોએ ગ્રહણ કર્યાં હતાં. અલક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ હતી, આ કારણે તેમને લક્ષ્મીજીની મોટી બહેન કહેવામાં આવે છે
અલક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ હતી, આ કારણે તેમને લક્ષ્મીજીની મોટી બહેન કહેવામાં આવે છે.
ઉદ્દાલક મુનિ સાથે અલક્ષ્મીના લગ્ન થયા હતા
- દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે 14 રત્ન બહાર આવ્યા અને તેમની વચ્ચે થોડા ઉપરત્નો પણ બહાર આવ્યા હતા. આ ઉપરત્નોમાંથી એક અલક્ષ્મી પણ હતી.
- થોડા લોકો જાણે છે કે વારુણી દેવી જ અલક્ષ્મી હતાં. વારુણી એટલે મદિરાને ભગવાન વિષ્ણુની મંજૂરીથી દૈત્યોને સોંપવામાં આવ્યાં હતાં.
- અલક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ હતી, આ કારણે તેમને લક્ષ્મીજીની મોટી બહેન કહેવામાં આવે છે.
કઈ જગ્યાએ અલક્ષ્મી રહે છે? અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક મુનિ સાથે થયા હતા. જ્યારે મુનિ અલક્ષ્મીને લઈને પોતાના આશ્રમ પહોંચ્યા ત્યારે અલક્ષ્મીએ તે આશ્રમમાં પ્રવેશ કરવાની ના પાડી દીધી. મુનિએ પ્રવેશ ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે અલક્ષ્મીએ કહ્યું, હું માત્ર એ જગ્યાએ જ નિવાસ કરું છું, જ્યાં ગંદકી રહે છે, જ્યાં લોકો દરેક સમયે ઝઘડો કરે છે, જ્યાં લોકો ગંદાં કપડાં પહેરતા હોય અને જ્યાં રહેનારા લોકો અધર્મ કે ખરાબ કામ કરતા હોય. આવી જગ્યાએ અલક્ષ્મી રહે છે.
કેવી જગ્યાએ મહાલક્ષ્મી રહે છે? જે ઘરમાં હંમેશાં સાફ-સફાઈ રહે છે, જ્યાં લોકો સવારે જલદી જાગે છે, રોજ ભગવાનની પૂજા-અર્ચના કરે છે, સાફ કપડાં પહેરે છે, આવી જગ્યાએ હું એટલે અલક્ષ્મી પ્રવેશ કરતી નથી. આવી જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એટલે દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરવાની પરંપરા છે. ઘરમાં સાફ-સફાઈ રહે છે તે આપણાં સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે છે. ગંદકીના કારણે બીમારીઓ થવાની શક્યતાઓ રહે છે.
વાર્તાનો સંદેશ અલક્ષ્મીની કથાનો સંદેશ એ છે કે દેવી લક્ષ્મીની ઉપાસનાની સાથે આપણે આપણા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા જોઈએ. ઘરને સ્વચ્છ રાખો, અધર્મથી બચો, સારા વસ્ત્રો પહેરો, સવારે વહેલા ઊઠીએ તો જ દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. જો આપણે આ બાબતોનું ધ્યાન ન રાખીએ અને અધર્મ કાર્ય કરીએ, આળસુ બનીએ, કામ ન કરીએ, પૂજા ન કરીએ તો દેવી અલક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને ઘરમાં ગરીબી અને સમસ્યાઓ આવે છે.