22 મિનિટ પેહલા
- કૉપી લિંક
જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને શિલ્પ, વાણિજ્ય અને વિદ્યાનો કારક માનવામાં આવે છે. બુધનો સીધો પ્રભાવ બૌદ્ધિક કાર્યો પર પડે છે. બુધ ગ્રહ 15 માર્ચથી વક્રીભ્રમણ (જેતે ગ્રહનાં કારકત્વમાં વિરોધાભાસ ગણાવી શકાય) ગતિ કરતો હતો. આજથી એટલે કે 7 એપ્રિલથી બુધ ગ્રહ માર્ગી થશે. બુધ ગ્રહ ગોચર પરીભ્રમણમાં લગભગ 22થી 25 દિવસ એક જ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ ગ્રહ બપોરે 4:39 કલાકે મીન (ભરચક્રની આખરી રાશિ)માં 23 દિવસ પછી વક્રીભ્રમણમાંથી માર્ગી થશે. તો ચાલો જાણીએ બુધના માર્ગી થયા બાદ આપણા જીવન પર શું અસર પડી શકે છે.
બુધના માર્ગી થયા દુનિયા પર કેવી અસર પડશે? જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, કોઈપણ ગ્રહ વક્રીભ્રમણ શુભ માનવામાં આવતુ નથી. નવગ્રહ પૈકી સૂર્ય-ચંદ્ર કદાપી વક્રી થતા નથી. અલબત બુધ જેવો વાચાળ ગ્રહ ભાગ્યેજ વક્રી થાય છે. માટે વેપાર-વ્યવસાય, બેંકિગ, ઇન્સ્યોરન્સ, શેરમાર્કેટ, આંતરરાષ્ટ્રીય નીતિ નિયમો, અર્થતંત્ર, શેરમાર્કેટ સાથે સીધો સંબંધ બુધનો રહેલો છે. માર્ગી થવાથી તમામ બજારો ઉપર હિલચાલો જોવા મળશે નહીં. યુવાવર્ગ શેરમાર્કેટમાંથી વિદાય લેશે. બુધનો સીધો સંબંધ સંદેશા વ્યવહાર સાથે થવાથી સોશિયલ મીડિયામાં વાદ-વિવાદ જોવા મળશે. દંત રોગ, સ્કિન ઇન્ફેક્શન, માનસિક અસ્થિરકતાથી પીડીત દર્દીઓને રાહત જણાશે. મેડિકલ જગતમાં નવુ સંશોધન સમગ્ર આમ જનતા માટે લાભકારક બની રહેશે.

બુધ ગ્રહ 23 મેથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે બુધ ગ્રહ અગામી 23 મેથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 જુલાઈથી કર્ક રાશિમાં પુન: વક્રીભ્રમણ કરશે અને 11 ઓગસ્ટે માર્ગી થશે. બુધ હંમેશા ગોચરમાં સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે.
