11 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને IPL ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સના વર્તમાન કેપ્ટન એમએસ ધોનીએ સોમવારે તેના ફેસબુક એકાઉન્ટ પર એક રસપ્રદ અપડેટ કર્યું.
એમએસ ધોનીએ આ પોસ્ટમાં લખ્યું, નવી સિઝન અને નવી ભૂમિકાની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!
જો કે, એ સ્પષ્ટ નથી થયું કે આ પોસ્ટ IPL સાથે સંબંધિત છે કે નહીં.

ધોનીની ફેસબુક પોસ્ટ
CSKએ IPLની તૈયારીઓ જાહેર કરી
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની વર્તમાન સિઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચેપૉક સ્ટેડિયમમાં શનિવારે ફ્રેન્ચાઇઝીનો ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે. ફાસ્ટ બોલર દીપક ચહર સહિત અડધો ડઝન ખેલાડીઓ આ કેમ્પનો ભાગ છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ પહોંચી ગયો છે.
જોકે, ધોનીના આગમનની પુષ્ટિ થઈ નથી. ધોની થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં જામનગરમાં સાક્ષી સાથે જોવા મળ્યો હતો.

પૂર્વ ટીમ ઈન્ડિયાના કેપ્ટન એમએસ ધોનીએ પ્રી-વેડિંગ સેરેમનીમાં તેના ભૂતપૂર્વ CSK સાથી ખેલાડી ડીજે બ્રાવો સાથે દાંડિયા રમ્યા હતા.
વર્તમાન સિઝન 22 માર્ચથી શરૂ થશે, CSKની પ્રથમ મેચ
IPLની વર્તમાન સિઝન 22 માર્ચથી શરૂ થશે. BCCIએ લીગના પ્રથમ તબક્કાનું શેડ્યુલ જાહેર કર્યું છે. આ સિઝનની ઓપનિંગ મેચ ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
ધોનીને IPLની ગુજરાત સામેની પ્રથમ મેચમાં ઈજા થઈ હતી
ધોની IPL 2023ની ગુજરાત સામેની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. ગુજરાતની ઇનિંગની 19મી ઓવરમાં ધોનીએ દીપક ચહરના બોલને રોકવા માટે ડાઈવ માર્યો, ત્યારબાદ ધોની બૂમો પાડતો જોવા મળ્યો. તેણે તરત જ તેનો પગ પકડી લીધો. તે કોઈક રીતે ઉભો થયો. ધોની થોડા સમય માટે ચિંતિત દેખાતો હતો. તે પછી તેણે વિકેટ કીપિંગ ચાલુ રાખ્યું.

ધોનીનો આ ફોટો ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની પ્રથમ મેચનો છે. જ્યારે ધોની ગુજરાતની ઇનિંગની છેલ્લી ઓવરમાં ડાઈવિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.
ધોનીનું ઓપરેશન 1 જૂને મુંબઈમાં થયું હતું
IPL 2023ની ફાઈનલ બાદ 1 જૂનના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીનું ઓપરેશન ડો.દિનશા પારડીવાલાએ કર્યું હતું. તેમણે રિષભ પંત અને ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનું પણ ઓપરેશન કર્યું છે.