સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2024ની 42મી મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું હતું. પંજાબે શુક્રવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા.
જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. તે 48 બોલમાં 108 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેને મેચમાં એક જીવનદાન પણ મળ્યું હતું. તે જ સમયે શશાંક સિંહે 28 બોલમાં અણનમ 68 રન બનાવીને ટીમને જીતાડી હતી. પ્રભસિમરન સિંહે પણ 20 બોલમાં 54 રન બનાવ્યા હતા. તે સુનીલ નારાયણના ડાયરેક્ટ થ્રોથી રનઆઉટ થયો હતો.
સેમ કરન, અર્શદીપ સિંહ અને રાહુલ ચહરને એક-એક વિકેટ મળી હતી. કરને શાનદાર યોર્કર પર સોલ્ટને બોલ્ડ કર્યો. મેચ મોમેન્ટ્સ…
1. બરારે ત્રીજી ઓવરમાં નારાયણનો કેચ છોડ્યો
પંજાબ કિંગ્સના ખેલાડી હરપ્રીત બરારે સુનીલ નરેનને જીવનદાન આપ્યું હતું. તેણે મેચની ત્રીજી ઓવરમાં નારાયણનો કેચ છોડ્યો હતો. ત્યારે તે 17 રન પર બેટિંગ કરી રહ્યો હતો. હર્ષલ પટેલના બોલ પર રાઈટ હેન્ડ ખેલાડીએ બેકવર્ડ પોઈન્ટ તરફ શોટ રમ્યો હતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા બરાર પાસે એક કેચ આવ્યો, જેનો કેચ કરવામાં તે નિષ્ફળ ગયો હતો. અહીં નારાયણને જીવનદાન મળ્યું હતું અને તેણે 71 રનની ઇનિંગ રમી.
હરપ્રીત બરારે સુનીલ નરેનને જીવનદાન આપ્યું હતું.
2. ફિલ સોલ્ટને બે વખત જીવનદાન મળ્યું
KKRના વિકેટકીપર બેટર ફિલ સોલ્ટને બે વખત જીવનદાન મળ્યું. પ્રથમ જીવનદાન પાવરપ્લેની છેલ્લી એટલે કે છઠ્ઠી ઓવરમાં મળ્યું હતું. અર્શદીપ સિંહના બોલ પર મિડ-ઓફ તરફ શોટ રમ્યો. સેમ કરન, જે 30 યાર્ડ સર્કલની અંદર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તેણે રિએક્ટ કરવામાં મોડું કર્યું, નીચેની તરફ આવતો બોલ તેના હાથમાંથી છુટી ગયો હતો.
મેચમાં સેમ કરેને એક વિકેટ લીધી હતી.
બીજું જીવનદાન આગળની ઓવરમાં મળ્યું. રાહુલ ચહર 7મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. સોલ્ટે ઓવરનો પાંચમો બોલ બેકવર્ડ પોઈન્ટ પર રમ્યો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલો કાગીસો રબાડા કેચ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. બોલ તેના હાથમાં આવ્યો અને સરકી ગયો હતો.
સોલ્ટને 36 રનના સ્કોર પર બીજુ જીવનદાન મળ્યું હતું.
3. નારાયણે પ્રભસિમરનને ડાયરેક્ટ થ્રોથી આઉટ કર્યો
પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ફિફ્ટી ફટકારનાર પંજાબનો ઈમ્પેક્ટ પ્લેયર પ્રભસિમરન સિંહ રનઆઉટ થયો હતો. અનુકુલ રોયે બેયરસ્ટોને બોલ ફેંક્યો, જે તેણે શોર્ટ ફાઈન લેગ તરફ રમ્યો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા સુનીલ નારાયણે વિકેટકીપરના એન્ડ પર સીધો થ્રો કર્યો, જ્યાં પ્રભસિમરન રન પૂરો કરી રહ્યો હતો. બોલ સીધો સ્ટમ્પ પર વાગ્યો અને પ્રભસિમરનને પેવેલિયન પરત ફરવું પડ્યું.
પ્રભસિમરને 54 રનની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
4. અનુકુલ રોયે બાઉન્ડ્રી પર બેયરસ્ટોનો કેચ છોડ્યો
અનુકુલ રોયે મેચમાં બેયરસ્ટોને જીવનદાન આપ્યું હતું. ઇનિંગની 9મી ઓવરમાં વરુણ ચક્રવર્તી બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના પહેલા 4 બોલમાં માત્ર 5 રન આપીને વરુણે બેયરસ્ટોને મોટો શોટ રમવા માટે મજબૂર કરી દીધો. તેથી, ઓવરના 5માં બોલ પર, બેયરસ્ટોએ લોંગ ઓફ પર સિક્સર માટે શોટ ફટકાર્યો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા અનુકુલે આવીને કૂદકો માર્યો અને તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો અને સિક્સ ગઈ હતી.
અનુકુલ રોય મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.
5. કરને સોલ્ટને યોર્કર પર બોલ્ડ કર્યો
સેમ કરને શાનદાર યોર્કર વડે ફિલ સોલ્ટને બોલ્ડ કર્યો હતો. KKRની ઈનિંગની 13મી ઓવરના પહેલા બે બોલ પર સોલ્ટે બેક ટુ બેક બે છગ્ગા ફટકાર્યા હતા. કરને ઓવરના ત્રીજા બોલ પર યોર્કર ફેંક્યો. તેને સોલ્ટ રમી શક્યો નહીં અને બોલ્ડ થઈ ગયો.
સેમ કરને સિઝનમાં કુલ 12 વિકેટ લીધી છે.
6. આશુતોષે રનિંગ કેચ કર્યો
KKRની ઇનિંગની છેલ્લી ઓવરમાં આશુતોષ શર્માના શાનદાર કેચને કારણે રિંકુ સિંહને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. છેલ્લી ઓવરના બીજા બોલ પર હર્ષલ પટેલે ફુલ-લેન્થ સ્લો બોલ ફેંક્યો, જેના પર રિંકુએ એક મોટો શોટ માર્યો. બેટની કિનારીએ અડ્યો અને બોલ થર્ડ મેન તરફ ગયો, જ્યાં આશુતોષ સિંહે પાછળની તરફ દોડીને એક શાનદાર રનિંગ કેચ કર્યો હતો.
આશુતોષની ફિલ્ડિંગને કારણે વિસ્ફોટક બેટર રિંકુ સિંહ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.
આશુતોષ શર્માએ સિઝનની 6 મેચમાં 2 કેચ કર્યા છે.