સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
લખનઉ સુપર જાયન્ટ્સના આસિસ્ટન્ટ કોચ લાન્સ ક્લુઝનરે કેએલ રાહુલની કેપ્ટનશિપ છોડવાના સમાચારને ખોટા ગણાવ્યા છે. IPLમાં, 8 મેના રોજ, LSGને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 વિકેટે હરાવ્યું હતું. હાર બાદ લખનઉના માલિક સંજીવ ગોયન્કા, કેપ્ટન કેએલ રાહુલ અને કોચ જસ્ટિન લેંગરનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ગોએન્કા કેએલ રાહુલ પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે.
આ પછી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ LSGની કેપ્ટનશિપ છોડી શકે છે. જોકે, સોમવારે દિલ્હીમાં મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ક્લુઝનરે કહ્યું કે, બે ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે આ પ્રકારની વાતચીતમાં કોઈ સમસ્યા નથી. અમને નક્કર વાર્તાલાપ ગમે છે અને તે રીતે ટીમ સારું પ્રદર્શન કરે છે. તે અમારા માટે મોટી વાત નથી.

ક્લુઝનરે રાહુલના વખાણ કર્યા
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી ક્લુઝનરે કેપ્ટન કેએલ રાહુલની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘રાહુલની પોતાની આગવી શૈલી છે, જેણે તેને એક ઉત્તમ ક્રિકેટર બનાવ્યો છે. આ IPL તેના માટે મુશ્કેલ હતું કારણ કે અમે સતત વિકેટ ગુમાવતા રહ્યા જેના કારણે તેને મુક્તપણે રમવાની તક મળી ન હતી. મને લાગે છે કે તે ટૂંક સમયમાં મોટી અને સારી ઇનિંગ્સ રમશે. ઓપનિંગ કરતી વખતે રાહુલે આ સિઝનમાં 136.09ના સ્ટ્રાઈક રેટથી 460 રન બનાવ્યા છે. રાહુલ ટીમનો ટોપ સ્કોરર છે.
લખનઉ પ્લેઓફની રેસમાં યથાવત
LSG પોઈન્ટ ટેબલમાં 12 મેચ બાદ 12 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે. ટીમ હજુ પ્લેઑફની રેસમાં નથી. લખનઉને હજુ 2 મેચ રમવાની બાકી છે. ટીમ આજે દિલ્હી કેપિટલ્સ અને 17 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.