- Gujarati News
- Sports
- Cricket
- Champions Trophy 2025; India Vs Pakistan In Dubai LIVE Score Update | Virat Kohli, Rohit Sharma, Ravindra Jadeja | Babar Azam. Shaheen Shah Afridi
સ્પોર્ટ્સ ડેસ્ક19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રૂપ સ્ટેજની સૌથી મોટી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતનો બીજો મુકાબલો છે; ટીમે પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાન પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. એટલે જો પાકિસ્તાનની ટીમ આજે હારી જાય છે, તો તે લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
2017માં છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારત અને પાકિસ્તાનની ટીમ બે વાર ટકરાઈ હતી. ભારતે ગ્રૂપ સ્ટેજમાં જીત મેળવી હતી, જ્યારે ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
મેચ ડિટેઇલ્સ, પાંચમી મેચ IND Vs PAK તારીખ: 23 ફેબ્રુઆરી સ્ટેડિયમ: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સમય: ટૉસ- બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ- બપોરે 2:30 વાગ્યે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન આગળ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 135 વન-ડે મેચ રમાઈ છે. પાકિસ્તાને 73 મેચ જીતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ 57 મેચ જીતી. 5 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ 5 વખત એકબીજા સામે ટકરાઈ છે. આમાં પાકિસ્તાનની ટીમ 3 વખત અને ભારત 2 વખત જીત્યું છે. આમાં પાછલી ફાઈનલનો પણ સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.

ગિલે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી ભારતના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. તેણે 129 બોલમાં 101* રન બનાવ્યા. ગિલ આ વર્ષે વન-ડેમાં ટીમનો હાઇએસ્ટ સ્કોરર પણ છે. તેણે 4 મેચમાં 360 રન બનાવ્યા. શ્રેયસ અય્યર બીજા નંબરે છે. તેણે 4 મેચમાં 196 રન બનાવ્યા છે. બોલિંગમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા ટોચ પર છે. આ વર્ષે તેણે 4 મેચમાં 9 વિકેટ લીધી છે. તેણે છેલ્લી મેચમાં 3 વિકેટ લીધી હતી.

ટીમ માટે સલમાન આગાએ સૌથી વધુ રન બનાવ્યા પાકિસ્તાનની ટીમ ખરાબ ફોર્મનો સામનો કરી રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં તેને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમ અને ખુશદિલ શાહે ટીમ માટે અડધી સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત અપાવવામાં મદદ કરી શક્યા ન હતા. બાબરે ખૂબ જ ધીમી ઇનિંગ રમી, જે તેની ટીમની હારનું મુખ્ય કારણ બની.
આ વર્ષે ટીમનો ટૉપ સ્કોરર સલમાન અલી આગા છે. તેણે આ વર્ષે 4 મેચમાં 261 રન બનાવ્યા છે. સલમાને છેલ્લી મેચમાં 42 રનની ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શાહીને 4 મેચમાં 6 વિકેટ લીધી છે. જોકે, તેને ન્યૂઝીલેન્ડ સામે એક પણ વિકેટ મળી ન હતી.

પાકિસ્તાનના ચાહકોએ કહ્યું- ટીમમાં ભારતને હરાવવાનોદમ ભારત-પાકિસ્તાન મેચ પહેલા, પાકિસ્તાની ચાહકો ગુલરેઝ અને નાબિદે કહ્યું, ‘ઇન્શાઅલ્લાહ અમે પાકિસ્તાની છીએ તેથી અમે પાકિસ્તાનને સમર્થન કરીશું અને પાકિસ્તાન જીતશે. નાબિદે કહ્યું કે, 2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ઇન્શાઅલ્લાહ પાકિસ્તાન ટીમ એ જ પુનરાવર્તન કરશે અને ફાઈનલ પણ જીતશે. અમારી આખી ટીમમાં ભારતને હરાવવાની શક્તિ હતી.’

પાકિસ્તાનના લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમની બહાર પહોંચેલા ચાહકોએ કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતને હરાવવાનો દમ છે.
એક પાકિસ્તાની ચાહક અબ્દુલ્લા ફઝલ કહે છે, ‘ઇન્શાઅલ્લાહ ભારત આ મેચ જીતશે. હું ભારતીય ટીમનો મોટો ચાહક છું. ભારતીય ટીમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ બધું જ ખૂબ સારું છે. હું વિરાટ કોહલીનો મોટો ચાહક છું. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવવું જોઈતું હતું, ટીમના અહીં ઘણા ચાહકો છે. જો ભારત અહીં આવ્યું હોત, તો મેદાનની અંદર કરતાં મેદાનની બહાર વધુ ચાહકો હોત. હું ખુદ વિરાટને જોવા અહીં આવ્યો હોત, હું ત્રણ દિવસ પહેલાથી જ અહીં ઉભો હોત.’

ગદ્દાફી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે સ્ટેડિયમ જઈ રહેલા દર્શકો.
પિચ અને ટૉસ રિપોર્ટ દુબઈમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમનો જીતનો રેકોર્ડ વધુ સારો છે, તેથી ટૉસ જીતનાર ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. જોકે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પહેલી મેચમાં પિચ સ્પિન માટે અનુકૂળ જોવા મળી હતી. ભારત દુબઈમાં અજેય છે. તેમણે 7માંથી 6 મેચ જીતી છે જ્યારે એક મેચ ટાઈ રહી હતી. ટીમે અહીં બંને મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે.
અત્યાર સુધીમાં અહીં 59 વન-ડે રમાઈ ચૂકી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 22 મેચ જીતી અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 35 મેચ જીતી. તે જ સમયે, એક-એક મેચ અનિર્ણિત રહી અને એક ટાઈ રહી છે. અહીંનો હાઇએસ્ટ સ્કોર 355/5 છે, જે ઇંગ્લેન્ડે 2015માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો.
દુબઈનું વેધર રિપોર્ટ ભારત-પાકિસ્તાન મેચના દિવસે દુબઈમાં મોટાભાગે તડકો અને ખૂબ ગરમી રહેશે. તાપમાન 22 થી 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. તે જ સમયે, પવન 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.
પાકિસ્તાન (PAK): મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), ઇમામ ઉલ હક, સઈદ શકીલ, બાબર આઝમ, સલમાન આગા, કામરાન ગુલામ/તૈયબ તાહિર, ખુશદિલ શાહ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહમદ.
ભારત-પાકિસ્તાન મેચ ક્યાં જોઈ શકશો? ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું લાઈવ પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે. મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ JioHotstar એપ પર મફત હશે. મેચ રિપોર્ટ માટે તમે દિવ્ય ભાસ્કર એપને પણ ફોલો કરી શકો છો.