સ્પોર્ટ્સ ડેસ્ક31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે. ચેન્નઈ-હૈદરાબાદ આ સિઝનમાં બીજી વખત એકબીજા સામે રમશે. છેલ્લી મેચમાં હૈદરાબાદે 6 વિકેટે જીત મેળવી હતી.
દિવસની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યાથી રમાશે.
બીજી મેચનો પ્રિવ્યૂ…
હૈદરાબાદ સામે ચેન્નઈનો હાથ ઉપર
ચેન્નઈ હૈદરાબાદ સામે હેડ ટુ હેડમાં આગળ છે. ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 20 IPL મેચ રમાઈ છે. ચેન્નઈ 14 અને હૈદરાબાદ 6 જીત્યા હતા. બંને ટીમ ચેન્નઈમાં 4 મેચ રમી છે અને હોમ ટીમ CSKએ તમામમાં જીત મેળવી છે.
CSK તરફથી ગાયકવાડે સૌથી વધુ રન બનાવ્યા
ચેન્નઈની આ 9મી મેચ હશે. CSKએ છેલ્લી 8 મેચમાંથી 4માં જીત મેળવી છે. 4 હાર બાદ તે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે શાનદાર બેટિંગ કરી રહ્યા છે. બંનેએ 300થી વધુ રન બનાવ્યા છે. ગાયકવાડ 349 રન સાથે CSKનો ટૉપ સ્કોરર છે. ટીમ તરફથી બોલિંગમાં મુસ્તફિઝુર રહેમાન ટોપ પર છે.
હેડ હૈદરાબાદનો ટોપ સ્કોરર
હૈદરાબાદ પણ આજે તેની 9મી મેચ રમશે. ટીમ 8 મેચમાં 5 જીત અને 3 હાર સાથે 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટીમના બેટર ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન ગજબના ફોર્મમાં છે. હેડ ટીમનો ટોપ સ્કોરર છે. તેણે 7 મેચમાં 325 રન બનાવ્યા છે. ટી નટરાજન સૌથી વધુ 12 વિકેટ લેનાર બોલર છે.
પિચ રિપોર્ટ
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે મદદગાર સાબિત થઈ છે. અહીં બેટિંગ કરવી થોડી મુશ્કેલ છે. અત્યાર સુધીમાં અહીં 80 IPL મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 47 મેચ જીતી હતી અને 33 મેચ ચેઝ કરતી ટીમે જીતી હતી. અહીં ટીમનો સર્વોચ્ચ સ્કોર 246/5 છે, જે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે હોમ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે બનાવ્યો હતો.
હવામાન સ્થિતિ
27મી એપ્રિલે ચેન્નઈમાં વરસાદની બિલકુલ શક્યતા નથી. તાપમાન 29 ડિગ્રીથી 35 ડિગ્રીથી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, મોઈન અલી, ડેરીલ મિચેલ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મુસ્તફિઝુર રહેમાન, દીપક ચહર, મથિશ પથિરાના અને તુષાર દેશપાંડે.
ઈમ્પેક્ટ પ્લેયરઃ સમીર રિઝવી.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, જયદેવ ઉનડકટ અને મયંક માર્કંડે.
ઈમ્પેક્ટ પ્લેયર: ટ્રેવિસ હેડ.