હૈદરાબાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેન IPL-2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે કામ કરશે નહીં, જોકે તે સનરાઈઝર્સ ઈસ્ટર્ન સાથે જોડાયેલો રહેશે.
41 વર્ષીય ફાસ્ટ બોલરે બુધવારે રાત્રે એક સોશિયલ પોસ્ટમાં લખ્યું- ‘સનરાઇઝર્સ હૈદરાબાદનો આભાર કે તેમણે મને થોડા વર્ષો માટે IPLમાં બોલિંગ કોચ તરીકે રાખ્યો. કમનસીબે હું IPL-2025 માટે પણ પાછો નહીં આવું. જોકે, હું સાઉથ આફ્રિકામાં SA-20માં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ સાથે સેવા કરવાનું ચાલુ રાખીશ.
સ્ટેન અંગત કારણોસર ગત સિઝનમાં ઉપલબ્ધ નહોતો. ફ્રેન્ચાઇઝીએ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જેમ્સ ફ્રેન્કલિનને તેના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.

SRH IPL-2024માં રનર્સ અપ રહી હતી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL-2024ની ફાઈનલમાં પહોંચી હતી, જોકે ટીમને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
સ્ટેઈન IPLની વિવિધ ટીમો માટે રમી ચૂક્યો છે 2022માં SRHના બોલિંગ કોચ બનતા પહેલાં, સ્ટેને IPLમાં ડેક્કન ચાર્જર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે છેલ્લીવાર IPL2020માં RCB માટે રમ્યો હતો. તેને ઉમરાન મલિક અને સનરાઇઝર્સના અન્ય ઘણા ઝડપી બોલરોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો શ્રેય આપવામાં આવે છે.