લખનૌ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ત્રીજો પરાજય થયો છે. શુક્રવારે લખનઉ સુપરજાયન્ટ્સે સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો અને લખનઉમાં CSKને 8 વિકેટથી હરાવ્યું. ચેન્નઈના એમએસ ધોનીએ 8 બોલમાં 28 રન બનાવ્યા અને 40 વર્ષની ઉંમર પછી 500 IPL રન બનાવનાર પહેલા પ્લેયર બન્યા.
ધોનીએ વિકેટકીપર તરીકે IPLના 5 હજાર રન પણ પૂરા કર્યા અને આવું કરનાર પહેલા વિકેટકીપર બન્યા. એલએસજીના કેપ્ટન કેએલ રાહુલ વિકેટકીપર તરીકે સૌથી વધુ 25 વખત 50 પ્લસ સ્કોર બનાવનાર ખેલાડી બન્યા.
LSG vs CSK મેચનો રેકોર્ડ…
1. 40 વર્ષની ઉંમર બાદ ધોનીના નામે સૌથી વધુ રન
CSKના મહેન્દ્ર સિંહ ધોનીએ 8 બોલમાં 28 રન બનાવ્યા, આ સાથે તેણે 40 વર્ષની ઉંમર બાદ IPLમાં 500 રન પૂરા કર્યા. તે 40 વર્ષની ઉંમર બાદ IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યા છે. ધોની અત્યારે 42 વર્ષના છે. તેમણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો જેણે 40 વર્ષની ઉંમર બાદ 481 IPL રન બનાવ્યા છે.
2. ધોનીનો સ્ટ્રાઈક રેટ છેલ્લા 2 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ
CSKના એમએસ ધોનીએ ગયા વર્ષે IPLમાં 182.46ના સ્ટ્રાઈક રેટથી 104 રન બનાવ્યા હતા. આ વર્ષે તેણે 255.88ના સ્ટ્રાઈક રેટથી 87 રન બનાવ્યા છે. IPLમાં છેલ્લા બે વર્ષમાં 50થી વધુ બોલ રમનારા ખેલાડીઓમાં ધોનીનો સ્ટ્રાઈક રેટ સૌથી સારો છે. ધોની પછી SRHના અભિષેક શર્માએ 205.26ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
3. ધોની 5 હજાર IPL રન બનાવનાર પહેલા વિકેટકીપર
એમએસ ધોનીએ આઈપીએલમાં વિકેટકીપર તરીકે રમતા 5000થી વધુ રન બનાવ્યા છે. આવું કરનાર તે પ્રથમ વિકેટકીપર બન્યા હતા. તેમણે વિકેટકીપર તરીકે પણ 251 મેચ રમી છે. ધોની બાદ RCBના દિનેશ કાર્તિકે વિકેટકીપર તરીકે 228 મેચમાં 4363 રન બનાવ્યા છે.
4. LSGએ લખનઉમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો
લખનઉ સુપરજાયન્ટ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 19 ઓવરમાં 177 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. લખનઉના એકાના સ્ટેડિયમમાં આઈપીએલમાં આ સૌથી મોટો ચેઝ છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે આ જ સિઝનમાં આ મેદાન પર 168 રનના સ્કોરનો પીછો કર્યો હતો.
5. રાહુલે વિકેટકીપર તરીકે 25મી વખત 50+ રન બનાવ્યા
એલએસજીના કેએલ રાહુલે 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. તે IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ 25 વખત 50 કે તેથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. રાહુલે IPLમાં વિકેટકીપર તરીકે 24 વખત 50થી વધુ રન બનાવનાર ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો.