સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL-2024માં રવિવાર ડબલ હેડર ડે હતો. એટલે કે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર બેંગલુરુ દ્વારા જબરદસ્ત રન ચેઝ જોવા મળ્યો હતો, જ્યારે બીજી મેચમાં ચેન્નઈએ હૈદરાબાદ સામે ખતરનાક બોલિંગ કરી હતી.
બેંગલુરુએ અમદાવાદમાં 16 ઓવરમાં 201 રનના ટાર્ગેટને ચેજ કર્યો હતો. બીજી તરફ ચેપોકમાં 212ના સ્કોરને ડિફેન્ડ કરતા ચેન્નાઈએ હૈદરાબાદને 134 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ દરમિયાન ઘણી રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી હતી.
RCB Vs GT મેચ મોમેન્ટ્સ
1. ગ્રીને ગિલનો રનિંગ કેચ કર્યો
ટોસ હાર્યા બાદ બેટિંગ કરી રહેલી ગુજરાતની ઈનિંગ્સની 7મી ઓવરમાં કેમરન ગ્રીને ગ્લેન મેક્સવેલના બોલ પર લોંગ પર શુભમન ગિલનો રનિંગ કેચ લીધો હતો. ગિલે ગુડ લોન્થ બોલને સામેની તરફ રમ્યો અને લોન્ગ ઓન પર ઉભેલા કેમેરન ગ્રીને આગળ દોડીને લો- કેચ કર્યો હતો. ગિલ 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
કેમરૂન ગ્રીને શાનદાર રનિંગ કેચ પકડ્યો.
2. સિરાજના યોર્કર પર શાહરુખ બોલ્ડ થયો
ગુજરાતની ઇનિંગ્સની 15મી ઓવરમાં મોહમ્મદ સિરાજે શાહરૂખ ખાનને બોલ્ડ કર્યો હતો. તે 30 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. સિરાજે ઓવરનો પહેલો બોલ યોર્કર ફેંક્યો. શાહરૂખે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને તે બોલ્ડ થયો. આ પહેલા શાહરૂખે સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
ફિફેટી પૂરી કર્યા પછી, શાહરૂખ ખાન સિરાજના 140 kmph યોર્કર પર રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે બોલ્ડ થયો હતો.
4. કવર બાઉન્ડ્રી પર શાનદાર ફિલ્ડિંગ, 40 યાર્ડ દોડીને ચોગ્ગો રોક્યો
ગુજરાતની ઇનિંગની છેલ્લી ઓવરમાં રજત પાટીદારની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. તેણે કવર બાઉન્ડ્રી સુધી લગભગ 40 મીટર દોડીને 2 રન બચાવ્યા. સાઈ સુદર્શને યશ દયાલના બોલ પર કવર તરફ શોટ રમ્યો હતો. બોલ બાઉન્ડ્રીની બહાર જવાનો હતો ત્યારે પાટીદારે ઝડપથી આવીને તેને કેચ કર્યો અને પોતે બાઉન્ડ્રીની બહાર કૂદીને બોલ અંદર ફેંકી દીધો.
રજત પાટીદારે લગભગ 40 યાર્ડ દોડીને બાઉન્ડ્રી રોકી અને ટીમના 2 રન બચાવ્યા.
5. વિલ જેક્સે સિક્સર ફટકારીને મેચ જીતાડી
વિલ જેક્સે બેંગલુરુની ઇનિંગ્સની 16મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. તેણે 41 બોલમાં 100 રનની અણનમ સદી ફટકારી હતી. વિલ જેક્સે છેલ્લા 50 રન 10 બોલમાં બનાવ્યા હતા.
વિલ જેક્સની વિસ્ફોટક ઇનિંગના કારણે બેંગલુરુએ 16 ઓવરમાં 201 રનના લક્ષ્યને ચેજ કર્યો હતો.
CSK Vs SRH મેચ મોમેન્ટ્સ
6. ધોનીએ 20 મીટર દોડીને હાઈ કેચ કર્યો
હૈદરાબાદની ઈનિંગ્સની 9મી ઓવરમાં વિકેટ કીપિંગ કરી રહેલા એમએસ ધોનીએ 20 મીટર દોડીને નીતિશ રેડ્ડીનો હાઈ કેચ કરી લીધો હતો. જાડેજાએ ઓવરનો 5મો બોલ બાઉન્સ કર્યો અને બોલ બેટની ઉપરની કિનારી અડીને હવામાં ગયો હતો. ત્યારપછી ધોનીએ લગભગ 20 મીટરની સ્પ્રિંટ લગાવતા સરળ કેચ કરી લીધો. રેડ્ડી 15 રન બનાવીને આઉટ થયો હતો.
7. પથિરાનાના યોર્કર પર બોલ્ડ થયો માર્કરમ
મથીશ પથિરાનાએ 11મી ઓવરના 5માં બોલ પર એડન માર્કરામને બોલ્ડ કર્યો હતો. પથિરાનાએ 147 કિમી પ્રતિ કલાકની સ્પીડે યોર્કર ફેંક્યો, માર્કરામ તેનો ડિફેન્સ શક્યો નહીં અને બોલ સીધો મિડલ સ્ટમ્પને અથડાયો. બોલથી સ્ટમ્પમાં લગાવવામાં આવેલું માઈક ખરાબ થયું હતું. આવી સ્થિતિમાં નવા સ્ટમ્પ મગાવવા પડ્યા અને મેચને થોડા સમય માટે રોકવી પડી હતી.
8. ડેરીલ મિશેલે 5 કેચ લીધા હતા
CSK ઓલરાઉન્ડર ડેરીલ મિશેલે હૈદરાબાદ સામે 5 મેચમાં કેચ કર્યા હતા. તેણે ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, શાહબાઝ અહેમદ અને પેટ કમિન્સનો કેચ કર્યા હતા.
ડેરિલ મિશેલે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. તેણે હૈદરાબાદના 5 બેટરના કેચ કર્યા હતા.