ધર્મશાળા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL-2024ની 53મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું. રવિવારે ધર્મશાલા મેદાનમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન બનાવી શકી હતી.
CSKનો વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની મેચમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. તે હર્ષલ પટેલના બોલ પર ગોલ્ડન ડક થયો. બીજી તરફ ચેન્નાઈએ શાનદાર બોલિંગ કરી હતી. ટીમના ઝડપી બોલર તુષાર દેશપાંડેએ પંજાબની ઇનિંગની બીજી ઓવરમાં 2 વિદેશી ખેલાડીઓને આઉટ કર્યા હતા. ધોની ભલે બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ તેણે વિકેટ કીપિંગ કરતા જીતેશ શર્માનો શાનદાર કેચ ઝડપ્યો હતો. મેચ મોમેન્ટ્સ….
1. શશાંકથી શાર્દુલનો કેચ છુટી ગયો
મેચ દરમિયાન શાર્દુલ ઠાકુરનો કેચ શશાંક સિંહે છોડ્યો હતો. 17મી ઓવરના ત્રીજા બોલ પર સેમ કરને લેગ સ્ટમ્પ તરફ શાર્દુલને લેન્થ બોલ ફેંક્યો. શાર્દુલે તેને ડીપ મિડવિકેટ તરફ રમ્યો. ત્યાં ફિલ્ડીંગ કરી રહેલ શશાંક કેચ કરવા માટે ઉભો હતો. જો કે, બોલ તેના હાથમાંથી સરકી ગયો અને સિક્સર માટે બાઉન્ડ્રી રોપની બહાર ગયો. ત્યારે શાર્દુલ 10 રન પર બેટિંગ કરી રહ્યો હતો.
શશાંક સિંહે શાર્દુલ ઠાકુરનો કેચ છોડ્યો હતો.
2. કગિસો રબાડાએ ડાઇવિંગ કેચ કર્યો
કાગીસો રબાડાએ શાનદાર કેચ લીધો હતો. અર્શદીપ સિંહે બીજી ઓવરના 5માં બોલ પર અજિંક્ય રહાણેની વિકેટ લીધી હતી. રહાણેએ આ બોલ પર મિડ-વિકેટ તરફ શોટ રમ્યો હતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા કાગિસો રબાડાએ એક શાનદાર ઝડપી ડાઇવિંગ કેચ ઝડપી લીધો હતો.
રબાડાએ 11 મેચમાં કુલ 5 કેચ કર્યા હતા.
3. હર્ષલના બોલ પર ધોની ગોલ્ડન ડક
19મી ઓવરના ચોથા બોલ પર શાર્દુલ ઠાકુરની વિકેટ બાદ એમએસ ધોની બેટિંગ કરવા આવ્યો હતો. હર્ષલ પટેલે સ્લોઅર યોર્કર ફેંક્યો હતો. ધોની તેને પીક કરી શક્યો નહીં, તેણે વિચાર્યું કે તે ફુલ ટોસ હશે. બોલ અંદર આવ્યો અને સીધો સ્ટમ્પ પર પડ્યો. ધોનીએ કોઈ રન બનાવ્યા વગર જ પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
એમએસ ધોની IPLમાં ત્રીજી વખત હર્ષલ પટેલ સામે આઉટ થયો હતો.
4. રાહુલ ચહરે 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી
પંજાબના સ્પિનર રાહુલ ચહરે સતત 2 બોલમાં 2 વિકેટ લીધી હતી. ચહરે 8મી ઓવરમાં પોતાનો સ્પેલ શરૂ કર્યો હતો.
સ્પેલના પહેલા જ બોલ પર ઋતુરાજ ગાયકવાડ કોટ બિહાઇન્ડ થયો. વિકેટકીપર જીતેશ શર્માએ તેનો કેચ પકડ્યો ત્યાર બાદ શિવમ દુબે ઓવરના બીજા જ બોલ પર આઉટ થયો હતો. ચહરે તેને ગુગલી ફેંક્યો હતો. બોલ શિવમના બેટ પર વાગ્યો અને સીધો જિતેશના હાથમાં આવ્યો.
રાહુલ ચહરે મેચમાં કુલ 3 વિકેટ લીધી હતી.
5. દેશપાંડેએ એક ઓવરમાં બે બોલ્ડ કર્યા
તુષાર દેશપાંડેએ પોતાના સ્પેલની પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. બંને વિકેટ બોલ્ડ કરીને લીધી હતી. પહેલી વિકેટ જોની બેયરેસ્ટોની પડી. દેશપાંડેએ ઓવરના ત્રીજા બોલ પર લેન્થ બોલ ફેંક્યો. બોલ બેટમાંથી સીધો પેડ સાથે અથડાઈને ઓફ સ્ટમ્પ પર વાગ્યો.
તુષાર દેશપાંડેએ આ સિઝનમાં 10 મેચમાં કુલ 12 વિકેટ લીધી છે.
બીજી વિકેટ 5માં બોલ પર પડી. રાઇલી રુસો લેગ સાઇડ પર ફેંકવામાં આવેલ લેન્થ બોલને સમજી શક્યો નહીં અને બોલ સ્વિંગ થઈને સીધો ઓફ સ્ટમ્પ તરફ ગયો.
રાઈલી રુસોએ આ સિઝનમાં 5 મેચમાં માત્ર 79 રન બનાવ્યા છે.
6. ધોનીએ શાનદાર કેચ પકડ્યો
સીએસકેના વિકેટકીપર એમએસ ધોનીએ વિકેટ પાછળ શાનદાર કેચ લીધો અને જીતેશ શર્માને પેવેલિયન પરત મોકલ્યો. 10મી ઓવરમાં સિમરજીતે એક શોર્ટ બોલ ઓફ-સ્ટમ્પ તરફ ફેંક્યો. જીતેશે બેક-ફૂટ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલનો બાઉન્સ વધુ હતો અને તે બેટની બહારની કિનારે અથડાયો. સ્ટમ્પની પાછળ ઊભેલા ધોનીએ હવામાં કૂદકો માર્યો અને કેચ કર્યો હતો.
એમએસ ધોનીએ આઈપીએલમાં પોતાના 150 કેચ પૂરા કર્યા.
7. બોલ અમ્પાયરને વાગ્યો
પંજાબની ઇનિંગ્સની 19મી ઓવરમાં કગિસો રબાડાનો બોલ સીધો અમ્પાયર પાસે ગયો હતો. રિચર્ડ ગ્લેસનની ઓવરના ચોથા બોલ પર રબાડાએ સામેની તરફ શોટ રમ્યો અને બોલ સીધો વિકેટકીપરના હાથમાં ગયો. જોકે, અમ્પાયરને કોઈ ઈજા થઈ ન હતી.