સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટીકાનો સામનો કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીને સપોર્ટ કર્યો છે.
43 વર્ષના યુવરાજે કહ્યું- ‘આપણે આપણા મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરી રહ્યા છીએ, તેમના વિશે ઘણી ખરાબ વાતો કહી રહ્યા છીએ. પણ લોકો ભૂલી જાય છે કે તેઓએ ભૂતકાળમાં શું અચીવ કર્યું છે. તે આ સમયના મહાન ક્રિકેટરોમાંથી એક છે. સારું, તેઓ હારી ગયા, તેઓ સારું ક્રિકેટ રમ્યા નહોતા. પરંતુ તેઓ આપણા કરતાં વધુ દુખી છે.’
ભારતીય ટીમને 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો છે. 5 મેચની સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 31 રન અને વિરાટ કોહલીએ 190 રન બનાવ્યા છે. ખરાબ પ્રદર્શનને કારણે બંનેની ટીકા થઈ રહી છે.
ઘરઆંગણે ક્લીન સ્વીપ એ BGTની હાર કરતાં પણ મોટી હાર છેઃ યુવરાજ યુવરાજ સિંહે કહ્યું- ‘ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે ક્લીન સ્વીપ (3-0) કરી એ ભારતીય ટીમ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં મળેલી હાર કરતાં મોટી નિષ્ફળતા છે.’ તેણે આગળ કહ્યું- ‘મને લાગે છે કે ન્યૂઝીલેન્ડ સામે હારવું વધુ દુઃખદાયક છે. કારણ કે તેઓ ઘરઆંગણે 3-0થી હારી ગયા હતા. તમે જાણો છો, આ સ્વીકાર્ય નથી. આ (BGT હારવું) હજુ પણ સ્વીકારી શકાય છે કારણ કે તમે તેને ઓસ્ટ્રેલિયામાં બે વાર જીતી ચુક્યા છો અને આ વખતે તમારે હારનો સામનો કરવો પડ્યો હતો.’
યુવરાજે કહ્યું- ‘હું માનું છું કે ઓસ્ટ્રેલિયા છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મજબૂત ટીમ છે.’ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી, પરંતુ તે સતત ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો હતો. બીજી તરફ, રોહિત શર્મા 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવી શક્યો હતો અને તેથી તેણે સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો.
યુવરાજ સિંહની ખાસ વાતો…
- યુવરાજે કહ્યું- ‘મને માત્ર રોહિત અને કોહલી પર જ નહીં, પરંતુ નવા હેડ કોચ ગૌતમ ગંભીર પર પણ પૂરો વિશ્વાસ છે, જે મારો ભૂતપૂર્વ સાથી પણ હતો. મને લાગે છે કે ભારતીય ટીમમાં અત્યારે ક્રિકેટના સારા જ્ઞાન સાથે શ્રેષ્ઠ દિમાગ છે જેમાં કોચ તરીકે ગંભીર, પસંદગીકાર તરીકે અગરકર અને રોહિત, કોહલી અને બુમરાહ છે. તેઓએ નક્કી કરવાનું છે કે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ માટે સાચો રસ્તો કયો છે.’
- યુવરાજે રોહિતના સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું- ‘મને લાગે છે કે આ બહુ મોટી વાત છે. મેં આ પહેલા ક્યારેય જોયું નથી કે કેપ્ટનનું ફોર્મ સારું ન રહ્યું હોય અને તે પોતે બહાર બેસી ગયો હોય. રોહિત શર્માની આ મહાનતા છે કે તેણે ટીમને પોતાના કરતા આગળ રાખી.’
- યુવીએ કહ્યું- ‘મને લાગે છે કે તે એક મહાન કેપ્ટન છે. જીતે કે હારે, તે હંમેશા મહાન કેપ્ટન રહેશે. તેની આગેવાનીમાં આપણે (ODI) વર્લ્ડ કપની ફાઈનલ રમી છે. આપણે T20 વર્લ્ડ કપ જીત્યો છે. આપણે ઘણું અચીવ કર્યું છે.’ તેણે ટીકાકારોને ટીમના પ્રદર્શનનું વિશ્લેષણ કરતી વખતે સંયમ રાખવા વિનંતી કરી.
2007 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો યુવરાજ સિંહ 2007માં T-20 અને 2011માં ODI વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે ભારત માટે 304 ODI, 40 ટેસ્ટ અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
ભારતીય ટીમના આ સમાચાર પણ વાંચો…
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને સરક્યું
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-3થી હારનો સામનો કરનાર ભારતીય મેન્સ ટીમ તાજેતરની ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ભારત, જેણે 2019-21 અને 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી છે, તેના હવે 109 રેટિંગ પોઇન્ટ છે. ટીમ ઈન્ડિયા 2016 પછી બીજી વખત ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…