સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલા
- કૉપી લિંક
હોલિવૂડ સ્ટાર હ્યુ જેકમેને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના વખાણ કર્યા છે. હોલિવૂડ સ્ટાર હ્યુ જેકમેને ‘ડેડપૂલ એન્ડ વોલ્વરાઇન’માં ફરી જોવા મળશે, તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ‘ડેડપૂલ એન્ડ વોલ્વરાઈન’ અભિનેતાને પૂછવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયામાં તેનો ફેવરિટ ક્રિકેટર કોણ છે તો તેણે રોહિત શર્માનું નામ લીધું. તેના જવાબથી તેના સહ-અભિનેતા રેયાન રેનોલ્ડ્સને પણ આશ્ચર્ય થયું, જે ઇન્ટરવ્યૂ દરમિયાન હાજર હતો. રોહિત શર્મા અને ભારતીય ટીમના વખાણ કરતા હ્યુ જેકમેનનો આ ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
હ્યુ જેકમેનનો ઇન્ટરવ્યૂ જુઓ…
ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો
29 જૂને ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમે સાઉથ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી. ભારતે બાર્બાડોસ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમારની વિકેટ પાવરપ્લેમાં પડી હતી. કોહલીએ 76 રનની અને અક્ષર પટેલે 47 રનની ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ ઝડપી ગતિએ 27 રન બનાવ્યા અને સ્કોર 176 સુધી પહોંચાડ્યો. સાઉથ આફ્રિકાના સ્પિનરો કેશવ મહારાજ અને એનરિક નોર્કિયાએ 2-2 વિકેટ લીધી હતી. કાગિસો રબાડા અને માર્કો યાન્સેને એક-એક વિકેટ લીધી હતી.