સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલાલેખક: રાજકિશોર
- કૉપી લિંક
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કેપ્ટન રોહિત શર્મા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. તેના ટીમમાં સામેલ થવા અંગેનો નિર્ણય એક મેચ બાદ જ લેવામાં આવશે.
BCCIના સૂત્રએ ભાસ્કરને જણાવ્યું હતું કે રોહિત પર્થ ટેસ્ટ પહેલાં ટીમ સાથે જોડાઈ શકે છે. તેની સાથે શમી પણ ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. રોહિત અંગત કારણસર ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો નહોતો. ટીમના બાકીના સભ્યો 11 નવેમ્બરે જ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. પહેલી ટેસ્ટ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ટીમ ત્યાં 5 ટેસ્ટ મેચ રમશે.
વર્લ્ડ કપમાં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી, પગની સર્જરી કરાવી
શમીએ જાન્યુઆરી 2023માં પગની સફળ સર્જરી બાદ આ ફોટો શેર કર્યો હતો.
34 વર્ષીય શમીએ 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. આ પછી તેણે આ વર્ષે જાન્યુઆરીથી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી ન હતી, તેણે ઇંગ્લેન્ડમાં પગની સર્જરી કરાવી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી શમી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો.
શમી એક વર્ષ બાદ રણજી ટ્રોફી મેચમાંથી પરત ફર્યો
ઈન્દોરમાં રમાયેલી રણજી મેચના પહેલા દિવસે શમીએ 10 ઓવર ફેંકી હતી.
શમી લગભગ એક વર્ષ બાદ રણજી ટ્રોફી મેચમાં મેદાન પર પરત ફર્યો હતો. મધ્યપ્રદેશ સામે રમાઈ રહેલી મેચમાં તેને બંગાળની ટીમમાં સામેલ કર્યો છે. શમીએ મધ્યપ્રદેશ વિરુદ્ધ પહેલી ઇનિંગમાં 19 ઓવરમાં 54 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 18 ઓવરમાં 74 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શમીને તેની ફિટનેસ ચકાસવા માટે ટીમમાં સામેલ કર્યો છે. જો તે ફિટ થઈ જશે તો તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી શકે છે. ફિઝિયો નીતિન પટેલને પણ તેની ફિટનેસ પર નજર રાખવા માટે ઈન્દોર મોકલ્યા છે.
બંગાળના કોચે કહ્યું- શમી સારા ફોર્મમાં તે જેટલી બોલિંગ કરશે એટલો જ સારો દેખાવ કરશે
બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ કહ્યું હતું કે ક્રિકેટ રમ્યાના એક વર્ષ પછી વસ્તુઓ એટલી સરળ નથી બની જતી, પરંતુ શમીના ફિટનેસ લેવલને જોતાં એવું લાગે છે કે તેણે જે કામ કર્યું છે એ ઘણું સારું રહ્યું છે. તેણે 10 ઓવર ફેંકી, જેમાં તેનો લય ઘણો સારો હતો.
શુક્લાએ કહ્યું, “શમીને જોઈને એવું લાગે છે કે તે મેચ રમવા જઈ શકે છે. તે જેટલી વધુ બોલિંગ કરશે એટલું જ તેના માટે અત્યારે સારું છે. નેટ્સમાં બોલિંગ અને મેચમાં બોલિંગ વચ્ચે દુનિયાનો તફાવત છે.”
રોહિત બીજી વખત પિતા બન્યો, પર્થ ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયા જઈ શકે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત બીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બરે મોડીરાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો.
રોહિતે પોતાના બાળકના જન્મ માટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લીધો હતો. તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પણ પહોંચી શક્યો ન હતો. જોકે તેના પુત્રના જન્મ પછી એવું માનવામાં આવે છે કે તે 22 નવેમ્બરથી શરૂ થનારી પર્થ ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
શમી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
એક વર્ષ પછી શમીનું જોરદાર કમબેક: રણજી મેચમાં બીજા દિવસે MP સામે 4 વિકેટ લીધી
લગભગ એક વર્ષ બાદ ક્રિકેટમાં કમબેક કરી રહેલા ભારતીય બોલર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી મેચમાં મધ્યપ્રદેશ માટે 4 વિકેટ ઝડપી છે. આના કારણે તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની શક્યતા વધી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…