2 કલાક પેહલા
- કૉપી લિંક
દક્ષિણ કોરિયાના યેચેઓનમાં ચાલી રહેલા આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ-2માં ભારતીય મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડમાં ફાઈનલમાં પહોંચી હતી. આ સાથે ભારત માટે બીજો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. આ પહેલાં બુધવારે મહિલા ટીમ કમ્પાઉન્ડની ફાઇનલમાં પહોંચી હતી.
શુક્રવારે, જ્યોતિ સુરેખા વેન્નમ અને પ્રિયાંશની જોડી કમ્પાઉન્ડ મિક્સ્ડની સેમિફાઈનલમાં 16 લક્ષ્યોમાંથી માત્ર 2 પોઇન્ટ ગુમાવી હતી. ભારતીય જોડીએ દક્ષિણ કોરિયાના હાન સ્યુંગ્યોન અને યાંગ જેવોનને 158-157થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
શનિવારે જ્યોતિ અને પ્રિયાંશનો મુકાબલો ગોલ્ડ મેડલ માટે અમેરિકાની ઓલિવિયા ડીન અને સોયર સુલિવાન સામે થશે. અમેરિકન જોડીએ સેમિફાઈનલમાં વિયેતનામને 159-152થી હરાવ્યું હતું.
મહિલા ટીમને પણ મેડલની ખાતરી
વિશ્વની નંબર વન ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમ આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ-2ની ફાઈનલમાં પહોંચી ચૂકી છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પ્રનીત કૌર અને અદિતિ સ્વામીની ત્રિપુટીએ સેમિફાઈનલમાં વિશ્વની ચોથા નંબરની યુએસએને 233-229થી હરાવી હતી. આ ભારતીય ત્રિપુટીએ ગયા મહિને શાંઘાઈમાં વર્લ્ડ કપ સ્ટેજ-1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય મહિલા ટીમ હવે શનિવારે ગોલ્ડ મેડલ મુકાબલામાં વિશ્વના સાતમા નંબરના તુર્કી સામે ટકરાશે. બીજી સેમિફાઈનલમાં તુર્કીએ દક્ષિણ કોરિયાને 234-233થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમ માટે આ એક સરળ સફર હતી. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહીને ટીમને ક્વાર્ટર્સમાં બાય મળી. તેણે છેલ્લા આઠમાં ઈટાલીને 236-234થી હરાવ્યું હતું.
મહિલા ટીમ ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં વિશ્વના સાતમા નંબરના તુર્કી સામે ટકરાશે.
કમ્પાઉન્ડ મેન્સ સિંગલ્સમાં મેડલની આશા અકબંધ
યુવા કમ્પાઉન્ડ તીરંદાજ પ્રથમેશ ફુગે પણ વ્યક્તિગત કેટેગરીમાં સેમિફાઈનલમાં પહોંચ્યા બાદ મેડલની આશા રાખી રહ્યા છે.