સ્પોર્ટ્સ ડેસ્ક31 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLની 17મી સિઝનની 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે. આ સિઝનમાં બંને ટીમ બીજી વખત આમને સામને થશે. છેલ્લી મેચમાં કોલકાતાનો 106 રને વિજય થયો હતો.
કોલકાતાની આ સિઝનમાં આ 9મી મેચ હશે. ટીમ છેલ્લા 8માંથી 5 જીત અને 3 હાર બાદ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ, દિલ્હી તેની 11મી મેચ રમશે. ટીમે 10માંથી 5 મેચ જીતી છે, જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો છે. DC 10 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમા નંબરે છે.
હેડ ટુ હેડમાં કોલકાતાનું વર્ચસ્વ
દિલ્હીમાં કોલકાતાનો દબદબો છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 33 IPL મેચ રમાઈ છે. કોલકાતા 17માં અને દિલ્હી 15માં જીત્યું હતું. જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નથી.
નારાયણ ટોપ વિકેટ લેનાર અને સ્કોરર
આ વખતે કોલકાતા 3 મેચ હારી છે, ટીમ 5 જીતી છે. ઓલરાઉન્ડર સુનીલ નારાયણ ટીમનો ટોપ રન સ્કોરર અને વિકેટ લેનાર બંને છે. તેણે 357 રન બનાવ્યા છે અને 10 વિકેટ લીધી છે.
દિલ્હી તરફથી પંતે સૌથી વધુ રન બનાવ્યા
દિલ્હી સિઝનની પાંચ મેચ હારી ચૂક્યું છે. તે પંજાબ, રાજસ્થાન, કોલકાતા, મુંબઈ અને હૈદરાબાદ સામે હાર્યું હતું. ટીમે 5 મેચ જીતી હતી.
દિલ્હી તરફથી ટીમના કેપ્ટન રિષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 10 મેચમાં 371 રન બનાવ્યા છે. બોલરોમાં મુકેશ કુમારના નામે 7 મેચમાં 13 વિકેટ છે. તે ટીમનો ટોપ વિકેટ લેનાર બોલર છે.
પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 91 IPL મેચ રમાઈ ચૂકી છે. આ સ્ટેડિયમનો સર્વોચ્ચ ટીમ સ્કોર 235/4 છે, જે ગયા વર્ષે કોલકાતા સામે ચેન્નઈ સુપર કિંગ્સે બનાવ્યો હતો.
હવામાન સ્થિતિ
29મી એપ્રિલે કોલકાતાનું હવામાન ખૂબ જ ગરમ રહેશે. આ દિવસે અહીં તાપમાન 30 થી 41 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): શ્રેયસ અય્યર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, દુષ્મંથા ચમીરા, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.
ઇમ્પેક્ટ પ્લેયર: અનુકુલ રોય.
દિલ્હી કેપિટલ્સ (DC): રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), જેક ફ્રેઝર-મેગર્ક, કુમાર કુશાગ્ર, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, મુકેશ કુમાર અને ખલીલ અહેમદ.
ઇમ્પેક્ટ પ્લેયર: રાશિખ સલામ.