સ્પોર્ટ્સ ડેસ્ક56 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની બીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ (એકાના) ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે. આ સિઝનમાં બંને ટીમ બીજી વખત આમને સામને થશે. છેલ્લી મેચમાં રાજસ્થાને લખનઉને 20 રને હરાવ્યું હતું.
દિવસની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે.
બીજી મેચનો પ્રિવ્યૂ..
રાજસ્થાન હેડ ટુ હેડમાં આગળ
IPLમાં અત્યાર સુધી રાજસ્થાન અને લખનઉ વચ્ચે માત્ર 4 મેચ રમાઈ છે. લખનઉએ 1 અને રાજસ્થાને 3 જીતી હતી. લખનઉના હોમ ગ્રાઉન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે એક પણ મેચ રમાઈ નથી.
LSG તરફથી રાહુલે સૌથી વધુ રન બનાવ્યા
આ સિઝનમાં લખનઉની આ 9મી મેચ હશે. ટીમ 8માંથી 5 જીત અને 3 હાર બાદ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ટીમ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ રન બનાવ્યા છે. યશ ઠાકુરે સૌથી વધુ વિકેટ લીધી હતી.
RRનો રિયાન પરાગ લીડ સ્કોરર
રાજસ્થાનની આ 9મી મેચ હશે. ટીમ 8 માંથી માત્ર 1 મેચ હારી, જ્યારે 7 જીતી. RR 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. રિયાન પરાગ ટીમનો સૌથી મોટો સ્કોરર છે. તેણે 8 મેચમાં 318 રન બનાવ્યા છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ 13 વિકેટ સાથે ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
પિચ રિપોર્ટ
IPLમાં લખનઉની પિચ પર સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. લો સ્કોરિંગ મેચ અહીં જોવા મળી હતી અને બેટર્સને રન બનાવવા ખૂબ મુશ્કેલ રહે છે. અહીં અત્યાર સુધીમાં કુલ 11 IPL મેચ રમાઈ છે. અહીં ટીમનો સર્વોચ્ચ સ્કોર 199/8 છે, જે LSGએ આ વર્ષે પંજાબ કિંગ્સ સામે બનાવ્યો હતો. 6 મેચમાં પ્રથમ દાવમાં બેટિંગ કરનારી ટીમ અને 4માં ચેઝ કરનાર ટીમે જીત મેળવી છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
હવામાન સ્થિતિ
શનિવારે લખનૌમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. પવન પણ જોરદાર રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 25 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર અને મોહસીન ખાન.
ઇમ્પેક્ટ પ્લેયરઃ દેવદત્ત પડિકલ.
રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.
ઇમ્પેક્ટ પ્લેયરઃ જોસ બટલર.