પેરિસ7 કલાક પેહલા
- કૉપી લિંક
પેરિસ પેરાલિમ્પિક્સ આજથી એટલે કે 28 ઑગસ્ટથી શરૂ થઈ રહી છે. આ ઇવેન્ટ 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. બુધવારે પેરિસ પેરાલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં 52 ખેલાડીઓ સહિત ભારતીય દળના સોથી વધુ સભ્યો ભાગ લેશે.
ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની બહાર સમારોહ યોજાશે. ઓપનિંગ સેરેમની ચેમ્પ્સ એલિસીસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ પર યોજાશે. જે ખેલાડીઓની ગુરુવારે મેચ છે તેઓ દેશોની પરેડમાં ભાગ લેશે નહીં. જેમાં 10 સભ્યોની શૂટિંગ ટીમ સામેલ છે.
જેવલિન થ્રોઅર સુમિત અને શોટ પુટ પ્લેયર ભાગ્યશ્રી ધ્વજવાહક હશે
ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝડિયાએ જણાવ્યું હતું કે, “જે ખેલાડીઓ 29 ઑગસ્ટે મેચ રમશે તેઓ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે નહીં. શૂટીંગ ટીમ પરેડ ઑફ નેશન્સમાં ભાગ લેશે નહીં , જેમાં 52 ખેલાડીઓ અને 54 અધિકારીઓ સહિત ભારતના 106 સભ્યો ભાગ લેશે. જેવલિન થ્રોઅર સુમિત એન્ટિલ (F-64) અને શોટ પુટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ (F-34) ભારત માટે ધ્વજવાહક હશે.”
જેવલિન થ્રોઅર સુમિત ઓપનિંગ સેરેમનીમાં ભારતનો ધ્વજવાહક હશે.
ભારતના 84 ખેલાડીઓ ભાગ લેશે
પેરિસ પેરાલિમ્પિક્સ 11 દિવસ ચાલશે. ભારતીય ખેલાડીઓ પણ આ ઇવેન્ટનો ભાગ બની રહ્યા છે. ભારતના 84 ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લેશે. તેમની સાથે 95 અધિકારીઓ પણ ગયા છે. ભારતીય ટીમમાં કુલ 179 સભ્યોનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં ભારતની ભાગીદારી પેરા બેડમિન્ટનથી શરૂ થશે. પેરા બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ ગ્રૂપ સ્ટેજ, મેન્સ સિંગલ્સ ગ્રૂપ સ્ટેજ અને મહિલા સિંગલ્સ ગ્રૂપ સ્ટેજ 29 ઑગસ્ટે યોજાશે. આ ત્રણેય સ્પર્ધા આવતીકાલે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.
ભારતીય ટીમ રેકોર્ડ મેડલ લાવે તેવી આશા
ભારતે 2021માં ટોકિયો પેરાલિમ્પિક્સમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા અને રેન્કિંગમાં 24મું સ્થાન મેળવ્યું હતું. ત્રણ વર્ષ પછી, ભારતનું લક્ષ્ય ગોલ્ડ મેડલની સંખ્યાને બે આંકડામાં લઈ જવા અને કુલ 25 થી વધુ મેડલ જીતવાનું રહેશે. ભારત આ વખતે 12 રમતોમાં ભાગ લઈ રહ્યું છે, જ્યારે ટોકિયોમાં 54 સભ્યોની ટીમે 9 રમતોમાં ભાગ લીધો હતો.
પેરાલિમ્પિક્સ માટે ગૂગલે તૈયાર કર્યું ડૂડલ
આજે જો તમે ગૂગલ ડૂડલ પર ક્લિક કરશો, તો તમને પેરાલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 સંબંધિત તમામ વિગતો મળશે. અહીં, મેડલ, શિડ્યૂલ, રિઝલ્ટ્સ અને પેરિસ પેરાલિમ્પિક્સ 2024 સંબંધિત લાઇવ વોચ જેવા વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે. બેડમિન્ટનનું શિડ્યુલ આવતીકાલે એટલે કે 29 ઑગસ્ટે બપોરે 12 વાગ્યે છે. આજના ગૂગલ ડૂડલનું વર્ણન છે “પેરિસ ગેમ્સ બીગીન – ઑગસ્ટ”. ગૂગલના આ ડૂડલમાં કંપનીએ મેડલ સાથેના પક્ષીઓને પેરિસમાં આકાશમાં ઉડતા દર્શાવ્યા છે.
પેરિસ પેરાલિમ્પિક્સ માટે ગૂગલ ડૂડલ.
તમે પેરિસ પેરાલિમ્પિક્સ ક્યાં જોઈ શકો છો?
તમે તમારા મોબાઇલ, લેપટોપ અથવા ડેસ્કટોપ પર Jio સિનેમા પર પેરિસ પેરાલિમ્પિક્સ 2024 મફતમાં જોઈ શકો છો. આ સિવાય સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર પેરાલિમ્પિક ગેમ્સ ટીવી પર લાઈવ બતાવવામાં આવશે. આ ગેમની સ્ટોરીઝ માટે તમે દિવ્ય ભાસ્કર એપને પણ ફોલો કરી શકો છો.