સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફરી એકવાર ટૉસને લઈને વિવાદમાં છે. શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ ટૉસ દરમિયાન કેમેરામાં સિક્કો ન દેખાડવાને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા છે.
મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વાનખેડે ખાતે કોલકાતા સામે સિક્કો ઉછાળ્યો, ત્યારબાદ શ્રેયસ અય્યરે હેડ બોલ્યો, પરંતુ મેચ રેફરીએ કહ્યું કે ટેઇલ આવી છે. એટલે કે હાર્દિકે ટૉસ જીત્યો છે. જો કે, કેમેરા સિક્કા સુધી પહોંચે તે પહેલાં જ રેફરીએ સિક્કો ઉપાડીને નિર્ણય આપી દીધો હતો. IPLએ ટૉસનો એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેના પર લોકોએ સવાલ ઉઠાવ્યા છે.
વાનખેડેમાં ટૉસ દરમિયાન હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યર.
બેંગલુરુ સામેની મેચ દરમિયાન પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા
આ પહેલાં મુંબઈ અને બેંગલુરુ વચ્ચેની મેચમાં ટૉસને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તે મેચમાં મુંબઈના સુકાની પંડ્યાએ સિક્કો બહુ દૂર ફેંક્યો હતો. જેને માત્ર મેચ રેફરી જવાગલ શ્રીનાથે જોયું અને કહ્યું કે મુંબઈએ ટૉસ જીત્યો છે. બાદમાં, હૈદરાબાદ સામેની મેચમાં ટૉસ દરમિયાન, બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ SRH કેપ્ટન પેટ કમિન્સને આખી વાર્તા કહેતા જોવા મળ્યો હતો.
કોલકાતાએ મુંબઈને હરાવ્યું
શુક્રવારે વાનખેડેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ટીમને 24 રને હાર આપી હતી. કોલકાતાએ વાનખેડે મેદાન પર 12 વર્ષ પછી મુંબઈને હરાવ્યું હતું. આ મેદાન પર કોલકાતાની છેલ્લી જીત 2012માં મુંબઈ સામે થઈ હતી. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL-2024 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
મુંબઈએ હોમ ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કોલકાતા 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈની ટીમ 18.5 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે 4 વિકેટ લીધી હતી જ્યારે વેંકટેશ અય્યરે 52 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.