સ્પોર્ટ્સ ડેસ્ક18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ જીતી લીધી છે. ન્યૂયોર્કના નસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ આયરલેન્ડની ટીમને 96 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ પછી બેટ્સમેનોએ 13મી ઓવરમાં ટાર્ગેટ ચેજ કર્યો. રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી.
આ મેચમાં ઘણી મોમેન્ટ્સ જોવા મળી હતી. પ્રથમ ઓવરમાં થયેલી ભૂલ આયરિશ ટીમને મોંઘી પડી જ્યારે બાલબિર્નીએ સ્લિપમાં રોહિત શર્માનો કેચ છોડ્યો. અર્શદીપે 10 બોલ ઓવર નાંખી. જેમાં તેણે 13 રન આપ્યા હતા. ડોકરેલને સતત બે બોલ પર જીવનદાન મળ્યું, તે ત્રીજા બોલ પર આઉટ થયો.
જાણો IND VS IRE મેચની 9 મોમેન્ટ્સ…
1. મેચ પહેલા યુવરાજ સિંહ ટ્રોફી લાવ્યો હતો
ભારત અને આયર્લેન્ડની મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ભારતને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. તે રાષ્ટ્રગીત પહેલા ટ્રોફી સાથે મેદાનમાં આવ્યો હતો. આ દરમિયાન તે તમામ ખેલાડીઓને મળ્યો હતો. આ પછી તે કોમેન્ટ્રી પેનલ સાથે જોવા મળ્યો હતો.
રાષ્ટ્રગીત દરમિયાન T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે યુવરાજ સિંહ.
2. અર્શદીપે 10 બોલની ઓવર નાંખી, 13 રન આપ્યા
અર્શદીપ સિંહે 10 બોલની ઓવર નાંખી હતી. તેણે 5મી ઓવરમાં 13 રન ખર્ચ્યા હતા. 4 વાઈડ બોલ પર 8 વધારાના રન ખર્ચ્યા. ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો પણ ફટકાર્યો હતો.
અર્શદીપે 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ લીધી હતી.
3. બુમરાહના બાઉન્સર પર ટેક્ટર આઉટ થયો, બોલ હેલ્મેટ પર વાગ્યો… કોહલીએ કેચ કર્યો
જસપ્રીત બુમરાહે ઇનિંગ્સના 8મા બોલ પર અને સ્પેલની બીજી ઓવરના છેલ્લા બોલે પહેલી વિકેટ લીધી હતી. તેણે હેરી ટેક્ટરને શોર્ટ બાઉન્સર પર કેચ કરાવ્યો. બોલ ટેક્ટરના ગ્લોવ્ઝને સ્પર્શીને ઉપર ગયો હતો, જેને વિરાટ કોહલીએ કેચ કર્યો હતો.
હેરી ટેક્ટરે 16 બોલમાં 4 રન બનાવ્યા હતા
4. રોહિતે સતત બે બોલ પર ડોકરેલને જીવનદાન આપ્યું, ત્રીજા બોલમાં આઉટ
રોહિતે 10મી ઓવરમાં 2 બોલ પર બે તક ગુમાવી, જે બાદ સિરાજે ડોકરેલને આઉટ કર્યો. આયર્લેન્ડે 10મી ઓવરના ચોથા બોલ પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. અહીં ડોકરેલ 3 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે જસપ્રિત બુમરાહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડોકરેલને છેલ્લા બે બોલ પર સળંગ બે જીવનદાન મળ્યા. રોહિત પ્રથમ બોલ પર તેનો કેચ ચૂકી ગયો હતો અને બીજા બોલ પર રન આઉટ કરવાની તક ચૂકી ગયો હતો.
રોહિત કેચ કરવા હવામાં ડાઇવ મારી હતી.
5. અક્ષર પટેલે પોતાની બોલિંગ પર શાનદાર કેચ કર્યો હતો
અક્ષર પટેલે 12મી ઓવરમાં બેરી મેકાર્થીને આઉટ કર્યો હતો. અક્ષરે પોતાની બોલિંગમાં એક અદભૂત કેચ કર્યો હતો. મેકાર્થીએ લેન્થ બોલને બેકફૂટથી ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. બોલ હવામાં ગયો અને અક્ષરે ડાઇવ મારીને શાનદાર કેચ ઝડપ્યો હતો.
અક્ષર પટેલે 1 ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ લીધી હતી.
6. બુમરાહ માટે બીજી સફળતા, જોશુઆ લિટલને બોલ્ડ કર્યો
15મી ઓવર ફેંકી રહેલા જસપ્રીત બુમરાહે આયર્લેન્ડને નવમો ઝટકો આપ્યો હતો. તેણે જોશુઆ લિટલને યોર્કર બોલ પર બોલ્ડ કર્યો. લિટલ 14 રન બનાવીને આઉટ થયો હતો.
જોશુઆ લિટલ બુમરાહના યોર્કર બોલને સમજી શક્યો ન હતો
7. બેન વ્હાઇટ ફ્રી હિટ પર રન આઉટ
16મી ઓવરનો છેલ્લો બોલ ફ્રી હિટ હતો, કારણ કે અર્શદીપના અગાઉના બોલને અમ્પાયરોએ નો બોલ આપ્યો હતો. પરંતુ તે ફ્રી હિટ પર રનઆઉટ થયો હતો. તેણે 26 રનની ઇનિંગ રમી હતી. આ વિકેટ સાથે આયર્લેન્ડની 10મી વિકેટ પડી અને ભારતને 97 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ગેરેથ ડેલેની ફ્રી હિટ પર રિષભ પંતના હાથે રનઆઉટ થયો હતો.
8. પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર રોહિતને જીવનદાન
ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવા માટે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી આવી હતી. બંને આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર સાથે ઓપનિંગ કરી રહ્યા છે. આઇરિશ કેપ્ટને નવો બોલ માર્ક એડેરને આપ્યો હતો. આ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. રોહિતે ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. રોહિતને આ બોલ પર જીવનદાન મળ્યું જ્યારે બીજી સ્લિપ પર ઉભેલા એન્ડી બાલબર્નીએ તેનો કેચ છોડ્યો હતો.
જીવનદાન મળ્યા બાદ રોહિતે 37 બોલમાં 52 રન બનાવ્યા હતા.
9. રિષભે રિવર્સ સ્કૂપ પર સિક્સર ફટકારીને મેચ જીતાડી હતી
રિષભ પંતે આવા જ એક શોટ સાથે મેચ પૂરી કરી હતી. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ઘણી જોવા મળશે. 13મી ઓવરના બીજા બોલ પર મેકાર્થીએ ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો. પંતે રિવર્સ સ્કૂપ કર્યું. બોલ કીપરની ઉપર અને સિક્સર માટે બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો. રિષભે 26 બોલમાં 36 રન બનાવ્યા હતા.
રિષભ પંતે મેચ વિનિંગ સિક્સર ફટકારી હતી.