મુંબઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીવી પર પ્રાઇવેટ વીડિયો પ્રસારિત કરવા બદલ IPL બ્રોડકાસ્ટરની ટીકા કરી છે. તેણે રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રોહિત શર્માએ કહ્યું- જોવા માટે ખેલાડીઓની અંગત વાતોનું પ્રસારણ કરવું ખોટું છે.
થોડા દિવસો પહેલાં રોહિત શર્માની વાતચીતના બે વીડિયો ટીવી પર ટેલિકાસ્ટ થયા હતા, જેના પર રોહિત ગુસ્સામાં છે.
રોહિતની પોસ્ટ… ક્રિકેટરોના જીવનમાં દખલગીરી વધી, દરેક પગલે કેમેરા
ભારતીય કેપ્ટને લખ્યું- ‘ક્રિકેટર્સનું જીવન એટલું ઘુસણખોર બની ગયું છે કે હવે અમે અમારા મિત્રો અને સહકર્મીઓ સાથે ટ્રેનિંગ દરમિયાન અથવા મેચના દિવસોમાં ખાનગીમાં જે પણ ચર્ચા કરીએ છીએ તે કેમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીતને રેકોર્ડ કરી રહ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે મારી વાતચીતને રેકોર્ડ ન કરવા કહ્યું હોવા છતાં, તે પ્રસારણમાં ચલાવવામાં આવ્યું હતું, જે પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. એક્સક્લૂસીવ કન્ટેન્ટ મેળવવાની અને વિચારોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત એક દિવસ ચાહકો, ક્રિકેટરો અને ક્રિકેટ વચ્ચેનો વિશ્વાસ તોડી નાખશે… સારું રહેશે કે સમજ પડી જાય.’
રોહિત શર્માએ રવિવારે આ પોસ્ટથી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસો પહેલાં રોહિત શર્માના બે વીડિયો વાઇરલ થયા હતા. પ્રથમ KKR સાથેની મેચ અને બીજી LSG સાથેની મેચમાંથી છે. જો કે આ વીડિયો કોણે બનાવ્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પહેલા વીડિયોમાં રોહિત અને અભિષેક નાયર વાત કરી રહ્યા છે. રોહિત કેમેરામેનને કહેતા સાંભળવામાં આવે છે કે તેના શબ્દો રેકોર્ડ ન કરવા જોઈએ, પરંતુ આ વીડિયો ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.
આ વિવાદ બાદ રોહિતનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે ધવલ કુલકર્ણી સાથે ઊભો છે અને કેમેરામેનને કહી રહ્યો છે કે ‘પીછલે વીડિયોને મેરી વાટ લગા દી હૈ.’
મુંબઈની ટીમ 10માં નંબરે રહી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વર્તમાન સિઝનમાં 10માં નંબર પર હતી. ટીમ 14 મેચમાંથી માત્ર 4 જ જીતી શકી અને માત્ર 8 પોઈન્ટ જ બનાવી શકી. મુંબઈ સતત બીજી સિઝનમાં પોઈન્ટ ટેબલમાં તળિયે છે.
LSGએ તેમની છેલ્લી લીગ મેચમાં MIને 18 રનથી હરાવ્યું હતું. જોકે ટીમ જીતીને પણ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
રોહિત, પંડ્યા અને મુંબઈ માટે આ સિઝન વિવાદોથી ભરેલી રહી
વર્તમાન સિઝન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે વિવાદોથી ભરેલી રહી છે. મિની ઓક્શન પહેલાં મુંબઈએ રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. આ અંગે વિવાદ સર્જાયો હતો. જે બાદ મુંબઈના ડ્રેસિંગ રૂમમાંથી જૂથવાદના અહેવાલો આવ્યા હતા. રોહિત અને હાર્દિક વચ્ચેના અણબનાવની ચર્ચાઓ પણ તેજ રહી હતી.