મુંબઈ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સિક્સ પડતા જ સ્ટાર્કની છટકી
- એક ઓવરમાં 3 વિકેટ લઈ લીધી, 10 રનમાં મુંબઈના 3 સ્ટાર બેટર આઉટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સનો 8મી વખત પરાજય થયો હતો. ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે તેના જ હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં 24 રને પરાજય આપ્યો હતો. KKRનો આન્દ્રે રસેલ કન્ફ્યુજન ના કારણે રનઆઉટ થયો હતો.
મિચેલ સ્ટાર્કે 4 બોલમાં 3 વિકેટ લઈને મુંબઈને ઓલઆઉટ કરી દીધું હતું. મુંબઈના તિલક વર્માએ પોઈન્ટ પોઝિશનથી પાછળની તરફ દોડીને એક શાનદાર હાઈ કેચ કર્યો હતો.
KKR vs MI મેચની ટોપ મોમેન્ટ્સ…
1. તિલકે શાનદાર કેચ કર્યો
મુંબઈ ઈન્ડિયન્સના તિલક વર્માએ મેચની પહેલી જ ઓવરમાં એક શાનદાર કેચ કર્યો હતો. ઓવરનો ચોથો બોલ નુવાન થુશારાએ ઓફ સ્ટમ્પની બહાર આઉટ સ્વિંગર ફેંક્યો હતો. ફિલ સોલ્ટ શોટ રમવા ગયો પરંતુ બોલ પોઈન્ટ તરફ હવામાં ગયો. તિલકે પોઈન્ટ પોઝીશનથી પાછળની તરફ દોડીને એક શાનદાર કેચ કરી લીધો. સોલ્ટ 3 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો.
તિલક વર્માએ શાનદાર કેચ કર્યો હતો. જેમાં તે નમન ધીર સાથે પણ અથડાયો હતો.
2. રસેલ રનઆઉટ થયો
કોલકાતાનો આન્દ્રે રસેલ 17મી ઓવરમાં કન્ફ્યુઝનને કારણે રનઆઉટ થયો હતો. ઓવરના છેલ્લા બોલે, હાર્દિક પંડ્યાએ યોર્કર ફેંક્યો, વેંકટેશ અય્યરે રિવર્સ સ્વીપ રમ્યો અને બોલ શોર્ટ થર્ડ મેનની દિશામાં ગયો. અહીં ઉભેલા નુવાન થુષારાએ બોલ પકડીને હાર્દિક તરફ ફેંક્યો હતો.
શોટ રમનાર વેંકટેશ રન લેવા આગળ આવ્યો, જ્યારે રસેલ સ્ટ્રાઈકર એન્ડ સુધી પહોંચ્યો. વેંકટેશે રન લેવાની ના પાડી અને રસેલને પાછો મોકલ્યો. રસેલ ક્રિઝ પર આવે તે પહેલા હાર્દિકે ગિલ્લી ઉડાવી દીધી હતી. રસેલ 2 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો.
આન્દ્રે રસેલે 2 બોલમાં 7 રન બનાવ્યા હતા.
3. બુમરાહે સ્ટાર્ક અને વેંકટેશને બોલ્ડ કર્યા
જસપ્રિત બુમરાહે કોલકાતા સામે 3 વિકેટ લીધી હતી. રમનદીપ સિંહને કેચ આઉટ કર્યા બાદ તેણે વેંકટેશ અય્યર અને મિશેલ સ્ટાર્કને યોર્કર પર બોલ્ડ કર્યા હતા. સ્ટાર્ક 17.6 અને વેંકટેશ 19.5 ઓવરમાં આઉટ થયો હતો.
મિચેલ સ્ટાર્ક યોર્કર પર બોલ્ડ થયો
વેંકટેશ અય્યર જસપ્રિત બુમરાહ સામે સ્કૂપ કરવાનો પ્રયાસ કરતી વખતે બોલ્ડ થયો હતો.
4. ઈશાન એક ફોર અને એક સિક્સર ફટકારીને બોલ્ડ
મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકીપર-ઓપનર ઈશાન કિશન એક ફોર અને એક સિક્સર ફટકાર્યા બાદ બોલ્ડ થયો હતો. કિશને બીજી ઓવરના બીજા બોલ પર ફોર અને ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ચોથા બોલે સ્ટાર્કે યોર્કર નાખ્યો અને ઈશાન બોલ્ડ થયો. તેણે 7 બોલમાં 13 રન બનાવ્યા હતા.
મિચેલ સ્ટાર્કે બીજી ઓવરમાં ઈશાન કિશનને બોલ્ડ કર્યો હતો.
5. મુંબઈએ 10 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી
પાવરપ્લેમાં વિખેરાયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના બેટર સ્પિનર્સ સામે પણ ટકી શક્યા ન હતા. ટીમે 9મીથી 12મી ઓવર સુધી માત્ર 10 રન બનાવીને 3 વિકેટ ગુમાવી દીધી હતી. 8.3 ઓવર પછી ટીમનો સ્કોર 61/3 હતો, અહીંથી 11.2 ઓવર પછી સ્કોર 71/6 થઈ ગયો. તિલક વર્મા 4, નેહલ વાઢેરા 6 અને હાર્દિક પંડ્યા માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે 10 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
6. સિક્સર પડ્યા પછી સ્ટાર્કે ઓવરમાં 3 વિકેટ લીધી
KKRના મિચેલ સ્ટાર્કે પાવરપ્લેમાં સિક્સર બાદ ઇશાન કિશનને બોલ્ડ કર્યો હતો. 19મી ઓવરમાં તેણે સિક્સ બાદ જ વિકેટ લીધી હતી, 4 બોલમાં 3 વિકેટ લઈને મુંબઈને ઓલઆઉટ કરી દીધું હતું.
ટિમ ડેવિડે ઓવરના પહેલા બોલ પર સ્ક્વેર લેગ તરફ સિક્સર ફટકારી હતી. ડેવિડ બીજા બોલ પર લોંગ ઓફ પર કેચ આઉટ થયો હતો. સ્ટાર્કે ત્રીજા બોલ પર પિયુષ ચાવલાને પેવેલિયન મોકલ્યો હતો. ચોથા બોલ પર સિંગલ આવ્યો, જ્યારે ગેરાલ્ડ કોત્ઝી પાંચમા બોલ પર બોલ્ડ થયો. સ્ટાર્કે તેનો સ્પેલ 33 રનમાં 4 વિકેટ સાથે પુરો કર્યો હતો.
મિચેલ સ્ટાર્કે IPL 2024માં પોતાનો બેસ્ટ સ્પેલ ફેંક્યો હતો.