સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય બેટર સાઈ સુદર્શને લંડનમાં હર્નિયાની સર્જરી કરાવી છે. મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા તેણે લખ્યું કે, હું થોડા સમયમાં વધુ મજબૂત કમબેક કરીશ. તેમના પ્રયાસો અને સમર્થન માટે મેડિકલ ટીમ અને BCCIનો ખૂબ ખૂબ આભાર.
23 વર્ષીય સુદર્શને ભારત માટે ODI અને T-20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. ગયા મહિને તે ઓસ્ટ્રેલિયા-A સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતો. જે બાદ સાઈ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેવા માટે ઘરે પરત ફર્યો હતો.
સાઈ સુદર્શને ઈન્સ્ટાગ્રામ પર સર્જરી પછીની તસવીર શેર કરી છે.
હું જલ્દીથી મજબૂત રીતે કમબેક કરીશ સાઈ સુદર્શને તેની ઈન્સ્ટા પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું થોડા સમયમાં વધુ મજબૂત થઈશ. તેણે પોસ્ટમાં તેની IPL ટીમ ગુજરાત ટાઇટન્સને પણ ટેગ કર્યું છે. સુદર્શને તેની છેલ્લી મેચ 23 નવેમ્બર 2024ના રોજ ત્રિપુરા સામે ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ખાતે રમી હતી. આ પછી તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તે મેચમાં તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.
ગુજરાત ટાઇટન્સે રિટેન કર્યો સુદર્શનને IPL-2025 માટે ગુજરાત ટાઇટન્સે રૂ. 8.50 કરોડ ચૂકવીને જાળવી રાખ્યો હતો. તે ટીમ માટે IPL 2024 સિઝનનો ટોપ સ્કોરર હતો. સાઈએ 12 ઈનિંગ્સમાં 47.90ની એવરેજ અને 141.28ની સ્ટ્રાઈક રેટથી 527 રન બનાવ્યા હતા.
IPL 2024માં સુદર્શન ગુજરાતનો ટોપ સ્કોરર હતો.
વિજય હજારે ટ્રોફી રમી શકશે નહીં સુદર્શન મુસ્તાક અલી ટ્રોફી બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ગયો હતો. જે બાદ લંડનમાં તેની સર્જરી થઈ હતી. સુદર્શન 21 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી યોજાનારી વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે નહીં.
રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી તમિલનાડુના રહેવાસી સુદર્શન નવેમ્બર 2024 સુધી શાનદાર ફોર્મમાં હતા. તેણે મેકેમાં ઓસ્ટ્રેલિયા-A સામે સદી ફટકારી હતી અને 103 રન બનાવ્યા હતા. તેણે તમિલનાડુ માટે રણજી ટ્રોફીમાં બેવડી સદી (213 રન) ફટકારી હતી. સાઈ સુદર્શને આ ઇનિંગ દરમિયાન 25 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા.
આ પહેલા સાઈ સુદર્શને સૌરાષ્ટ્ર સામે 82 રન બનાવ્યા હતા. તેણે ઇંગ્લેન્ડમાં નોટિંગહામશાયર સામે સરે કાઉન્ટી માટે સદી (105) પણ ફટકારી છે. તેણે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-C માટે સદી ફટકારી અને 111 રન બનાવ્યા.
સુદર્શને શાનદાર સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા-A સામે 103 રન બનાવ્યા હતા.
જુલાઈ 2024માં ડેબ્યૂ કર્યું સાઈ સુદર્શને જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે સામેની બીજી મેચમાં T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરતા પહેલા તેણે ભારત માટે 3 ODI મેચ રમી હતી. વન-ડેમાં તેના નામે 127 રન છે.