રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી સૌરાષ્ટ્ર અને દિલ્હીની ટીમ વચ્ચેની રણજી મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, નવદીપ સૈની અને ચેતેશ્વર પૂજારા સામેલ હતા. જોકે, આ બધામાંથી એક માત્ર રવિન્દ્ર જાડેજાનો તરખાટ રાજકોટના મેદાનમાં
.
હોમ ગ્રાઉન્ડ પર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનો જલવો બતાવ્યો પહેલા દિવસે સવારે મહેમાન ટીમ દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્ર કેપ્ટન જયદેવ ઉનડકટે દિલ્હીના ઓપનર બેટર અર્પિત રાણાને ખાતુ ખોલ્યા વગર પેવેલીયન ભેગો કરી હોમ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ હોમ ગ્રાઉન્ડ પર લાંબા સમયે ઘરેલૂ ક્રિકેટમાં વાપસી કરતા ICC ટેસ્ટ રેન્કિંગના નંબર-1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનો જલવો બતાવ્યો હતો. ગઈકાલે બાપુએ 17.4 ઓવરમાં બે મેડન સાથે 66 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અન્ય લેફ્ટ આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રિષભ પંતને માત્ર 1 રનમાં આઉટ કરી કુલ 3 વિકેટ લેતા દિલ્હીની ટીમ માત્ર 49.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
દિલ્હીની ટીમ 94 રનમાં ઓલઆઉટ સૌરાષ્ટ્રની ટીમને 11 રનની લીડ મળી ગઈકાલે પ્રથમ દિવસના અંત સુધીમાં દિલ્હીની ટીમે પણ ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજાની વિકેટ ખેરવી સૌરાષ્ટ્રનો સ્કોર 5 વિકેટના નુકસાને 163 રન બનાવ્યા હતા. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ 60 તો સૌરાષ્ટ્ર તરફથી હાર્વિક દેસાઈએ 93 રન બનાવ્યા હતા. આજે બીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમ 271 રનમાં ઓલઆઉટ થઇ હતી અને ફરી દિલ્હીની ટીમ મેદનામાં બેટિંગમાં પર આવતા બીજા દિવસે પણ બાપુએ તરખાટ મચાવી 12 ઓવરમાં કુલ 7 વિકેટ ઝડપી પાડી હતી અને મહેમાન ટીમ દિલ્હી પૂરા 100 રન પણ બનાવી શકી ન હતી. દિલ્હીની ટીમ 94 રનમાં ઓલઆઉટ થતા સૌરાષ્ટ્રની ટીમને માત્ર 11 રનની લીડ મળી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 36મી વખત મેળવી 5 વિકેટ રાજકોટમાં ગઈકાલે 5 વિકેટ મેળવ્યા બાદ આજે સતત બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ 12.2 ઓવરમાં 38 રન આપી 7 વિકેટ મેળવી છે જેમાં એક ઓવર મેડન સાબિત થઇ હતી. બાપુએ પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં આજે 36મી વખત 5 વિકેટ હાસિલ કરી છે.