સ્પોર્ટ્સ ડેસ્ક48 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને 5 મેચની સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. એટલે કે એક મેચ બાકી રહેતા સિરીઝ કબજે કરી લીધી છે.
છેલ્લા 12 વર્ષમાં ઘરઆંગણે ભારતની આ સતત 17મી શ્રેણી જીત છે. ભારતીય ટીમ પહેલાથી જ ઘરઆંગણે સૌથી વધુ સતત શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત 10 શ્રેણી જીતીને બીજા સ્થાને છે.
ભારતને છેલ્લી વખત 2012માં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે ભારતમાં 2-1થી ભારતને હરાવ્યું હતું. ત્યારપછી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે કોઈ શ્રેણી હારી નથી અને સતત 17 વખત હરીફ ટીમને હરાવી છે.
ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે સતત ત્રીજી શ્રેણી જીતી
ભારતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે સતત ત્રીજી શ્રેણી જીતી છે. 2012 પછી ભારતે 2016-17માં ઇંગ્લેન્ડને 3-0થી, 2020-21માં 3-1થી હરાવ્યું હતું અને હવે આ સિરીઝમાં 3-1ની લીડ મેળવી લીધી છે.
આ સમયગાળા દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે સતત ત્રણ વખત હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે સતત 2-2 શ્રેણી જીતી છે. અફઘાનિસ્તાન સામે 1 મેચની શ્રેણી જીતી.
ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ જીત 34મી છે
રાંચીમાં મળેલી જીત ભારતની ઇંગ્લેન્ડ સામે અત્યાર સુધીની 135 ટેસ્ટ મેચમાં 34મી જીત છે. ભારતે આ ફોર્મેટમાં સૌથી વધુ વખત ઇંગ્લેન્ડને હરાવ્યું છે. જો કે, ભારતે બ્રિટિશ સામે 51 ટેસ્ટ મેચ પણ હારી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ સામે ભારતની આ સૌથી મોટી હાર છે. બંને ટીમ વચ્ચે 50 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઇંગ્લેન્ડ બાદ ભારતે સૌથી વધુ 32 વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ 32 જીત 107 ટેસ્ટ મેચમાં મળી છે.
વિદેશમાં પણ ભારતે સૌથી વધુ શ્રેણી જીતી
છેલ્લા 12 વર્ષમાં વિદેશમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ટીમે ઘરની બહાર સૌથી વધુ શ્રેણી જીતી છે. ભારતીય ટીમે 1 જાન્યુઆરી, 2013થી અત્યાર સુધી ઘરની બહાર 19 શ્રેણી રમી છે, જેમાંથી તેમણે 8માં જીત મેળવી છે, જ્યારે ટીમને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. તો 3 શ્રેણી ડ્રો રહી છે.
ઘરઆંગણે સૌથી વધુ શ્રેણી જીતનારી ટીમની યાદીમાં પાકિસ્તાન બીજા સ્થાને છે. ટીમે 21માંથી 7 શ્રેણી જીતી છે.
જો હવેની મેચ પણ જીતીશું તો જીત અને હાર વચ્ચેનો તફાવત ખતમ થઈ જશે
રાંચી ટેસ્ટ સહિત ભારત અત્યાર સુધીમાં 578 ટેસ્ટ મેચ રમી ચુક્યું છે. તેમાંથી, ટીમ 177 જીતી છે, 178માં પરાજય થયો છે, 1 મેચ ટાઈ રહી છે અને 222 ડ્રો રહી છે. ભારતીય ટીમને હજુ પણ ટેસ્ટ ક્રિકેટમાં જીત કરતાં વધુ હાર છે. જો ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ પણ જીતી લે છે તો આ અંતર સમાપ્ત થઈ જશે.
હાલમાં, ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ત્રણ ટીમ એવી છે જે હાર કરતાં વધુ જીતી છે. જેમાં ઓસ્ટ્રેલિયા (412 જીત, 232 હાર), ઇંગ્લેન્ડ (392 જીત અને 322 હાર) અને પાકિસ્તાન (148 જીત અને 142 હાર)નો સમાવેશ થાય છે.