બેંગલુરુ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 4 વિકેટે હરાવ્યું. સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારીને આરસીબીને જીત અપાવી હતી. વિરાટ કોહલીના ડાયરેક્ટ થ્રોથી શાહરૂખ ખાન રનઆઉટ થયો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
RCB vs GT મેચ મોમેન્ટ્સ…
1. કર્ણ શર્માએ મિલરને જીવનદાન આપ્યું
આરસીબીના કર્ણ શર્માએ ડેવિડ મિલરને જીવનદાન આપ્યું હતું. કેમેરોન ગ્રીને 11મી ઓવરનો ત્રીજા બોલ શોર્ટ પિચ ફેંક્યો, મિલરે પુલ કર્યો પરંતુ બોલ ફાઈન લેગ તરફ ગયો. ત્યાં હાજર કર્ણ શર્માએ તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો.
તે સમયે મિલર 24 રનના સ્કોર પર હતો. તે પછીની ઓવરમાં કર્ણ શર્માએ જ મિલરની વિકેટ લીધી હતી.
2. કોહલીની ડાયરેક્ટ હિટથી રન આઉટ
13મી ઓવરમાં RCBના વિરાટ કોહલીએ શાહરૂખ ખાનને ડાયરેક્ટ હિટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. વિજયકુમાર વૈશાખે ફુલર લેન્થની ફેંક્યો, રાહુલ તેવટિયાએ પોઈન્ટ તરફ શોટ રમ્યો. અહીં નોન-સ્ટ્રાઈકર છેડે ઉભેલા શાહરૂખે દોડવાનું શરૂ કર્યું પરંતુ તેવટિયાએ તેને પાછો મોકલી દીધો. આટલા સમયમાં કોહલીએ બોલ ઉપાડીને સ્ટમ્પ પર ફેંક્યો. શાહરૂખને 37 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
વિરાટ કોહલીએ શાહરૂખ ખાનને ડાયરેક્ટ હિટ મારીને પેવેલિયન મોકલ્યો.
વિરાટ કોહલી પણ બેટિંગ દરમિયાન રન આઉટ થવાથી માંડ-માંડ બચ્યો.
3. ગુજરાતે 3 બોલમાં 3 વિકેટ ગુમાવી
ઇનિંગ્સની 20મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સે સતત 3 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. વિજયકુમાર વૈશાખે પ્રથમ બોલ પર માનવ સુથારને અને ત્રીજા બોલ પર વિજય શંકરને પેવેલિયન મોકલ્યા હતા. મોહિત શર્મા બીજા બોલ પર રન આઉટ થયો હતો. આ રીતે ગુજરાતે 3 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગુજરાતે 20મી ઓવરમાં 3 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
4. સ્વપ્નિલ સિંહે વિનિંગ સિક્સ ફટકારી
આરસીબીના સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. રાશિદ ખાને ફુલર લેન્થ બોલ ફેંક્યો, સ્વપ્નિલે આગળની દિશામાં સિક્સ મારીને બેંગલુરુને 4 વિકેટે જીત અપાવી. સ્વપ્નિલ 9 બોલમાં 15 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારીને બેંગલુરુને જીત અપાવી હતી.
5. જેમિમા-હરલીન મેચ જોવા પહોંચ્યા
ભારતીય મહિલા ટીમના 2 ક્રિકેટરો RCB અને GT વચ્ચેની IPL મેચ જોવા માટે બેંગલુરુ પહોંચ્યાં. જેમિમા રોડ્રિગ્ઝ અને હરલીન દેઓલ હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ દરમિયાન તે IPL મેચ જોવા પણ ગયાં હતાં.
હરલીન દેઓલ અને જેમિમાહ રોડ્રિગ્ઝ IPL મેચ જોવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા.