બ્રિસ્બેન39 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ICCના દંડથી વધારે ચિંતિત નથી. મંગળવારે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે આનાથી પરેશાન છે. તેના પર સિરાજે કહ્યું- ‘બધું બરાબર છે. હું હમણાં જિમ જાઉં છું.’
આ પહેલા સિરાજ અને જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. વર્કલોડના કારણે બંનેને આરામ આપ્યો હતો. 2 દિવસ પહેલા 9 નવેમ્બરે ICCએ મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડને મેચ ફીનો દંડ ફટકાર્યો હતો. એડિલેડ ટેસ્ટ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
મેચના બીજા દિવસે સિરાજ અને હેડ વચ્ચે દલીલ થઈ ભારત-ઓસ્ટ્રેલિયા એડિલેડ ટેસ્ટના બીજા દિવસે 7 નવેમ્બરે સિરાજ અને હેડ વચ્ચે દલીલ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 82મી ઓવરમાં સાતમી વિકેટ ગુમાવી હતી. અહીં ટ્રેવિસ હેડ 140 રન બનાવીને આઉટ થયો હતો. તેણે સિરાજની ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી, પછીના જ બોલ પર સિરાજે તેને બોલ્ડ કર્યો.
આ પછી હેડે તેને કંઈક કહ્યું જે પછી સિરાજે પણ થોડા શબ્દો કહ્યા અને તેને સેન્ડઑફ આપ્યો (બહાર જવાનો સંકેત). પછી હેડે જતી વખતે સિરાજને કંઈક કહ્યું. ઓવર પછી સિરાજને ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોના હૂરિયાનો પણ સામનો કરવો પડ્યો હતો.
સિરાજ અને હેડ વચ્ચે ઝઘડો થયો હતો.
મેં સિરાજને વેલ બોલ્ડ કહ્યું- હેડ, સિરાજે કહ્યું – તે ખોટું બોલે છે બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ હેડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મેં સિરાજને સારી બોલિંગ કહ્યો હતો, પરંતુ તેણે બિનજરૂરી ગુસ્સો દર્શાવ્યો હતો. ત્યારપછી સિરાજે ત્રીજા દિવસની રમત શરૂ થતાં પહેલા સ્ટાર સ્પોર્ટ્સ હિન્દીને કહ્યું, જ્યારે મેં તેને (ટ્રેવિસ હેડ) બોલિંગ કરી ત્યારે મેં માત્ર ઉજવણી કરી હતી. તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને તે તમે ટીવી પર પણ જોયું. મેં ફક્ત શરૂઆતમાં જ ઉજવણી કરી, મેં તેને કંઈ કહ્યું નહીં.’
સિરાજે વધુમાં કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સમાં ‘તેણે જે કહ્યું તે સાચું નથી, તે જૂઠ છે કે તેણે મને વેલ બોલિંગ કહ્યો હતો. બધાએ જોયું કે તેણે મને આવું કહ્યું નથી.’
સિરાજ-હેડ વિવાદના આ સમાચાર પણ વાંચો…
માર્ક ટેલરે સિરાજના સેલિબ્રેશન પર સવાલ ઉઠાવ્યા
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે મોહમ્મદ સિરાજના સેલિબ્રેશન પર સવાલ ઉઠાવ્યા છે. 60 વર્ષીય પૂર્વ કેપ્ટને કહ્યું- ‘સિરાજને અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વિના સમય પહેલા વિકેટ લેવાની ઉજવણી કરવાની આદત છે. ટીમ ઈન્ડિયામાં તેના સિનિયર સાથીઓએ આ મુદ્દે સિરાજ સાથે વાત કરવી જોઈએ, કારણ કે આમ કરવાથી ખરાબ લાગે છે.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
સિરાજને મેચ ફીના 20% દંડ ફટકાર્યો
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને ICC દ્વારા ક્રિકેટ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. આઈસીસીએ બંને ખેલાડીઓને 1-1 ડીમેરિટ પોઈન્ટ આપ્યા હતા. સિરાજને મેચ ફીના 20% દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…