સ્પોર્ટ્સ ડેસ્ક19 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2024માં પ્રથમ ક્વોલિફાયર મંગળવારે રમાયું હતું, જ્યાં KKR એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટ હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં 2 વિકેટે લક્ષ્ય મેળવી લીધું હતું.
KKRના બોલર મિશેલ સ્ટાર્કે મેચના બીજા જ બોલ પર ટ્રેવિસ હેડને આઉટ કરીને મોમેન્ટમ સેટ કર્યું હતું. તેમજ, SRH માટે એકમાત્ર ફિફ્ટી ફટકારનાર રાહુલ ત્રિપાઠી રનઆઉટ થયો હતો. તે સીડી પર બેસીને રડવા લાગ્યો. KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને 2 જીવનદાન મળ્યા હતા. મેચ મોમેન્ટ્સ….
1. સ્ટાર્કે હેડને બોલ્ડ કર્યો
હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરી હતી. ટીમનો ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ ખાતું પણ ખોલી શક્યો નહોતો, તે બોલ્ડ થયો હતો. KKR તરફથી મિચેલ સ્ટાર્કે બોલિંગ શરૂ કરી. સ્ટાર્કે પ્રથમ ઓવરના બીજા બોલ પર હેડને બોલ્ડ કર્યો હતો.
પ્રથમ બોલ પર આઉટ સ્વિંગર ફેંક્યા પછી, સ્ટાર્કે બીજા બોલ પર ઇનસ્વિંગર ફેંકીને હેડને ફસાવી દીધો. હેડ બોલને સમજી શક્યો ન હતો અને બોલ સીધો ઓફ સ્ટમ્પમાં ગયો હતો.
ટ્રેવિસ હેડ સતત બીજી વખત શૂન્યમાં આઉટ થયો હતો.
2. KKRએ રિવ્યૂ ન લીધો, ત્રિપાઠીને જીવનદાન મળ્યું.
SRHની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં રાહુલ ત્રિપાઠીને જીવનદાન મળ્યું હતું. સ્ટાર્કે ત્રિપાઠીને યોર્કર ફેંક્યું, જે પહેલા પેડ પર વાગ્યું અને પછી બેટને વાગ્યું . સ્ટાર્કે LBW માટે અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. KKRએ અમ્પાયરના નિર્ણયની સમીક્ષા કરી ન હતી. જો કે, બાદમાં જોવા મળ્યું કે બોલ સૌથી પહેલા ત્રિપાઠીના પેડ પર વાગ્યો હતો અને તે LBW થયો હતો.
3. રસેલે શાનદાર કેચ ઝડપ્યો
KKRના ખેલાડી આન્દ્રે રસેલે અભિષેક શર્માનો શાનદાર કેચ કરી લીધો હતો. વૈભવ અરોરાએ બીજી ઓવરના પાંચમા બોલ પર ફૂલર લેન્થ બોલ ફેંક્યો. અભિષેકે તેને કવર પર રમ્યો. 30-ગજના ઘેરાવની અંદર ફિલ્ડિંગ કરી રહેલા રસેલે તરત જ કૂદીને કેચ ઝડપી લીધો હતો. અભિષેક 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
આન્દ્રે રસેલે આ સિઝનમાં કુલ 3 કેચ કર્યા છે.
4. ત્રિપાઠી રન આઉટ થયો
SRH બેટ્સમેન રાહુલ ત્રિપાઠી કન્ફ્યુઝનના કારણે રનઆઉટ થયો હતો. સુનીલ નારાયણ 14મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. નરેને અબ્દુલ સમદને બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો, જે સમદે સિંગલ લેવા માટે બેકવર્ડ પોઈન્ટ પર રમ્યો.
શોટ રમતા બાદ સમદ તરત જ દોડ્યો હતો, પરંતુ આ દરમિયાન આન્દ્રે રસેલે બોલ કેચ કરી લીધો હતો. નોન-સ્ટ્રાઈકર એન્ડથી દોડી રહેલા ત્રિપાઠીએ રસેલને જોયો હતો. તેઓ પિચ વચ્ચે કન્ફ્યુઝનમાં રહ્યા, જ્યારે સમદ દોડ્યો હતો. રસેલે તરત જ 0.96 સેકન્ડમાં બોલને વિકેટકીપર તરફ ફેંક્યો અને રહેમાનુલ્લા ગુરબાઝે ત્રિપાઠીને રનઆઉટ કર્યો.
રાહુલ ત્રિપાઠીએ સિઝનની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી.
5. સીડી પર બેસીને ત્રિપાઠી રડ્યા
રનઆઉટ થયા બાદ રાહુલ ત્રિપાઠી નિરાશ જોવા મળ્યો હતો. તેણે 55 રનની ઇનિંગ રમી હતી. ક્રિઝ પર સારી રીતે સેટલ થયા બાદ તે તેના પાર્ટનર અબ્દુલ સમદ સાથે ગેરસમજનો શિકાર બન્યો હતો. બહાર નીકળ્યા પછી ત્રિપાઠી પેવેલિયનના પગથિયાં પર બેસી ગયો અને રડ્યો હતો.
રાહુલ ત્રિપાઠી સીડી પર બેસીને રડ્યો હતો.
6. પ્રથમ બોલ પર નરેને સનવીરને બોલ્ડ કર્યો
સુનીલ નારાયણે SRHના ઈમ્પેક્ટ પ્લેયર સનવીર સિંહને તેના પહેલા જ બોલ પર બોલ્ડ કર્યો હતો. 14મી ઓવરમાં અબ્દુલ સમદની વિકેટ પડ્યા બાદ સનવીર સિંહ ઈમ્પેક્ટ તરીકે બેટિંગ કરવા આવ્યો હતો. નરેને 14મી ઓવરના ત્રીજા બોલ પર લેન્થ બોલ ફેંક્યો હતો. સનવીર આ સમજી શક્યો નહીં, બોલ અંદરની તરફ આવ્યો અને તેના બેટ અને પેડની વચ્ચેથી પસાર થઈને સીધો સ્ટમ્પ પર ગયો હતો.
સનવીર સિંહ ગોલ્ડન ડક બન્યો.
7. શ્રેયસ અય્યરને 2 જીવનદાન મળ્યા
કેકેઆરના કેપ્ટન શ્રેયસ ઐય્યરને 2 જીવનદાન મળ્યા. પ્રથમ જીવનદાન ઇનિંગની 10મી ઓવરમાં મળ્યું હતું. 10મી ઓવરમાં ઐય્યરે વિજયકાંતના પ્રથમ બોલ પર સ્કૂપ રમ્યો હતો. શોટ કનેક્ટ ન થયો હતો અને બોલ વિકેટકીપર હેનરિક ક્લાસેનને વાગીને હવામાં પાછળની તરફ ગયો. બૉલનો પીછો કરતી વખતે ક્લાસને ડાઇવ મારીને કેચ કર્યો, જો કે, આ દરમિયાન રાહુલ ત્રિપાઠી વચ્ચે આવ્યો અને ક્લાસનના ગ્લવ્ઝ અને ત્રિપાઠીનો પગ એકબીજા સાથે અથડાઈ ગયો. જેના કારણે વિકેટકીપરના હાથમાંથી બોલ છટકી ગયો હતો.
હેનરિક ક્લાસેન અને રાહુલ ત્રિપાઠી વચ્ચે કેચ અંગે ગેરસમજ થઈ હતી.
ટ્રેવિસ હેડે અય્યરને બીજુ જીવનદાન આપ્યું હતું. હેડે શ્રેયસનો ઈઝી કેચ છોડ્યો હતો. ટી નટરાજને 11મી ઓવરના પહેલા બોલ પર લેન્થ બોલ ફેંક્યો હતો. શ્રેયસ તેને રમ્યો. જોકે, ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ટ્રેવિસ હેડના હાથમાં બોલ આવી ગયો અને તેણે આસાન તક ગુમાવી દીધી.
ટ્રેવિસ હેડે શ્રેયસ અય્યરને બીજું જીવનદાન આપ્યું હતું.
8. શ્રેયસે સતત ત્રણ સિક્સર ફટકારીને મેચ જીતી લીધી
KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે સતત ત્રણ સિક્સર ફટકારીને મેચ પૂરી કરી હતી. ટી નટરાજન 14મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના પહેલા અને બીજા બોલ પર અય્યરે ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી અને લોંગ ઓન પર ત્રીજા બોલ પર KKRએ મેચ જીતી લીધી.
શ્રેયસ અય્યરે આ ઇનિંગમાં કુલ 4 સિક્સર ફટકારી હતી.